Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ખડ ૪
પુરાતત્ત્વ
પ્રકરણ ૧૬
સ્થાપત્ય
૧. સામાન્ય સમીક્ષા
ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૧૪ ના સમયને સાંસ્થાનિક યુગ કહેવા એ યેાગ્ય છે, કારણ કે એ સમયના ભારત પર બ્રિટિશ અમલની સંપૂણું અસર જણાય છે, આ સાથે ગુજરાતના સ્થાપત્ય પર યુપીય સ્થાપત્યની અસર જોવા મળે છે. બૃહદ્ બ્રિટિશ સામ્રાજ્યની વધુ મહત્ત્વની એક અસર એ પડી કે આંતરિક સંરક્ષણની ભાવનાના પ્રસારની શરૂઆત થઈ. બ્રિટિશ વહીવટ પૂવે નવાખા, મનસબદારી અને મરાઠાઓના શાસન દરમ્યાન હરીફ રાજકીય સમૂહે। વચ્ચે સતત આંતરિક • સંઘર્ષી ચાલતા, આથી શહેર અને ગામડાં વારંવાર લૂટાતાં અને નાશ પામતાં. આનું એક ઉદાહરણુ મગનલાલ વખતચંદ આપે છે. એમણે આશરે ઈ.સ. ૧૮૫૧ ના - અમદાવાદ વિશે લખ્યું છે કે “હેવી હેવી પીડાથી શેહેરના લેાકેા શેહેર મુકીને નાશી ગઆ એ પ્રમાણે શેહેર ઊજડ થયું હતું ને મરેઠાન! સરસુબાએ પુરૂ કરવું. જાહારે અંગ્રેજ સરકારનેા અમલ સંવત ૧૮૭૪ ની શાલમાં આવ્યા તારે આશરે અડધુ શેહેર ઊજડ હતું ને દરવાજા બંધ હેાએ પણ ગાડાં શેહેરમાં ચાલ્યાં આવે હેવાં તે કાટમાં છીડાં પડેલાં હતાં. . .૧
...
મગનલાલ વખતચંદ આ પાયમાલ સ્થિતિના નજરાનજર સાક્ષી હતા અને અમદાવાદના બ્રિટિશ વહીવટ શહેરમાં દેવાં રાહત અને સંરક્ષણ આપ્યાં હતાં એ એમણે જોયું હતું. ‘હવે અંગ્રેજ સરકારનું રામરાજ્ય આવ્યું ... ... ... '૨ અને નગરજનેાએ મકાનાના પુનનિર્માણનું કાર્યં ચાલુ કર્યું". આ કથનમાં મુખ્ય મુદ્દો એ દર્શાવવાને છે કે સંરક્ષણની સ્થાપના પછી જ ગુજરાતમાં ફરીથી સ્થાપત્ય સમૃદ્ધ થવા માંડયુ, અને મોટા ભાગનું રહેણાક સ્થાપત્ય, જે હાલ આપણે જોઈએ છીએ તે, “આ સાંસ્થાનિક કાલ દરમ્યાન નિર્માણ પામ્યું હતું.