Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાહ સાધનેની ભાષાની માહિતીની અને વિચારની અપાર મર્યાદાઓ છતાં જનજીવનને મહત્વને વળાંક આપે છે.
૧૮૨૬માં સુરતમાં પહેલવહેલી ગુજરાતી નિશાળ સ્થપાઈ. ૧૮૩૫ માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયૂટની સ્થાપના થઈ તેની સાથે એને સરખાવી નહિ શકાય, પણ બહુજનસમાજને અક્ષરજ્ઞાન પૂરું પાડવાના આરંભ લેખે એનું મૂલ્ય ઓછું નથી, કેમકે તરત પછી ૧૮૪ર માં સુરતમાં અંગ્રેજી સ્કૂલની સ્થાપના થાય છે અને ૧૮૪૪ માં અમદાવાદમાં પણ અંગ્રેજી શાળા શરૂ થાય છે.
અમદાવાદમાં ૧૮૪૬ માં મુકાયેલા અંગ્રેજ ન્યાયાધીશ એલેકઝાન્ડર કિન્લોક ફોન્સને પિતાની નિમણૂકનાં બે જ વર્ષમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી
સ્થાપવાને મનસૂબો જાગે એના મૂળમાં દેશીઓ પ્રત્યેની વત્સલતા ઉપરાંત પિતાને સાહિત્ય અને ઇતિહાસને રસ પણ હતું. ગુજરાતના આધુનિકીકરણમાં જ નહિ, પણ એની પરંપરાઓના સંરક્ષણમાં પણ આ સંસ્કૃતિ પ્રેમી અંગ્રેજને રસ હતું તેથી ગુજરાતના અભ્યસ્થાનનું એ પોતે અને એમણે સ્થાપેલી સોસાયટી, મુખ્ય પરિબળ બની ગયેલ છે. ૧૮૨૪ માં સુરતમાં અને ૧૮૪૮ માં અમદાવાદમાં પુસ્તકાલય પણ સ્થપાયાં. અક્ષરજ્ઞાનની નવી ઊઘડેલી ભૂખ એવી હતી કે લેકે જે મળે તે ધ્યાનથી વાંચતા, એટલું જ નહિ, જાતે વાંચી નહિ શકનારાને ભેગા કરીને અક્ષરજ્ઞાનવાળા વાંચી પણ સંભળાવતા.
બુદ્ધિને પ્રકર્ષ અનુભવવા મથી રહેલા ઉત્સાહી ગુજરાતીઓએ બુદ્ધિને– તર્કશક્તિ, વૈજ્ઞાનિક મને દશા અને જીવનની બૌદ્ધિક આલેચનાને જાણે કે સંપ્રદાય રચવે હેય તેમ ૧૮૫૦ માં અમદાવાદમાં શરૂ થયેલા સામયિકનું “બુદ્ધિપ્રકાશ” એવું નામકરણ થયું, બુદ્ધિ, તર્ક શક્તિને, વૈજ્ઞાનિક સમજણને પ્રકાશ વિકાસક પરિબળ છે એવી શ્રદ્ધા એની પાછળ હતી. ૧૮૫૧ માં મુંબઈમાં “બુદ્ધિવર્ધક સભા” સ્થપાઈ અને ૧૮૫૬ માં એક બીજું સામયિક નીકળ્યું તેનું નામ “બુદ્ધિવર્ધક' હતું. કવિ નર્મદાશંકરે “તત્વશોધક” નામની એક જુદી સભા
બુદ્ધિવર્ધક સભાની સામે કાઢી હતી, કેમકે બુદ્ધિવર્ધક સભામાં કેટલીક ચર્ચા ઉપર પ્રતિબંધ હતો અને કવિ નર્મદને નિબંધ ચર્ચા ઈષ્ટ હતી. પાછળથી બુદ્ધિવર્ધક સભાએ એ પ્રતિબંધ ઉઠાવી લીધો ત્યારે નર્મદે એમાં આપેલ બે વ્યાખ્યાનના વિષય ખૂબ લાક્ષણિક હતાઃ “ઈશ્વરે અવતાર લીધે નથી” એ એક વિષય અને બીજો તે “પુનર્વિવાહ”. અંગ્રેજ શાસનને ચાર દાયકા પૂરા થાય તે પહેલાં આવા સાહસિક વિષય ઉપર નર્મદની નજર ઠરી હતી. તત્વશેધક સભા સ્થાપવાનું