Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિબળ હોઇ જ અપરિચિત
મેલા વિરોધ
પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત વિધવા–પુનર્વિવાહની હિમાયત કરવા માટે નર્મદે “ઝટ્ટ નાતરાં કરે એવી શીખ આપી તે તો સમાજસુધારામાં પણ ખપી, પણ જ્યારે એ એમ લલકારે કે
“ચલે ચલે, શું વાર લગાડે, ચલો પીવા માંડે,
ચાંદની આ તે ખૂબ ખીલી છે, મસ્ત બની લાડે.” ત્યારે એ નવી આયાત થયેલી જીવનશૈલી પ્રત્યે ખૂબ ખૂકી ગયું છે એવો વહેમ પડ્યા વિના રહેતા નથી. પરંપરાગત સંસ્કૃતિમાંથી આને પ્રતિકાર ઊઠયો.. અપરિચિત વિશેના આદરમિશ્રિત કુતૂહલની સામે અપરિચિત વિશેના દ્વેષ અને અવિશ્વાસ એ પણ એક પરિબળ હોઈ શકે. “સુધારા'નાં બાહ્યાભંતર લક્ષ સામે એથી વિરોધ પણ પ્રગટી રહ્યો. દેશદેશના ઈતિહાસને અભ્યાસ કરીને “રાન્યરંગ” લખનાર નર્મદ અને વિશેષ કરીને “ધર્મવિચારને નર્મદ સુધારાના સાથીઓના કાયરપણાથી હતાશ થઈને સામે છેડે જઈને બેસવાનું અને ભારતીય સંસ્કૃતિની વિગતે વિગતને–એમાં ભળેલા વહેમોને, સુધ્ધાં પુરસ્કારવાનું વલણ દાખવે અને અંતકાલે જુવાન મણિલાલ દ્વિવેદીને તેડાવીને સંસ્કૃતિરક્ષાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવાનું સેપે એ સૂચક છે. “સુધારા”ને ઉત્સાહ તેમ અવસાદ આમ એક જ વ્યક્તિ દ્વારા મૂર્ત થાય છે, પણ પ્રજાકીય ચેતના પર આ પરિવર્તન વિવિધ સ્વરૂપે દાખવે છે. - ઓગણીસમા સૈકાના આરંભે અયોધ્યા પાસેના છપૈયાના મૂળ વતની. સ્વામી સહજાનંદે સદ્ધર્મપ્રચારાર્થે ગુજરાતમાં વાસ કર્યો. એમની પોતાની ભાષા ગુજરાતી ન હતી છતાં લેકસમાગમથી જે ગુજરાતી એમણે આત્મસાત કરી હતી તેમાં ઉગારાયેલાં એમનાં “વચનામૃત” અંગ્રેજીની અસર પૂર્વેનું તત્વચર્ચાનું ઉત્તમ ગદ્ય પૂરું પાડે છે. એમણે પ્રબોધેલ ધર્મ આમ તે પરંપરાગત ભાગવતધર્મ હતો તથાપિ સાદાઈ સંયમ વિવેક સદાચરણ અને ઈશ્વરશ્રદ્ધા ઉપર એમણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયે જે ભાર મૂક્યો તેની અસર ગુજરાત-સૌરાષ્ટ્રના નીચલા સ્તરના લેકે ઉપર ઘેરી પડી. ધર્મજીવનની શુદ્ધિને એ પ્રબળ સંકેત હતા. નિષ્કુળાનંદ પ્રેમાનંદ(પ્રેમસખી) અને દેવાનંદ, જેવા સંપ્રદાયના કવિઓ ઉપરાંત કવિ દલપતરામને પણ એ સંપ્રદાયના કવિ તરીકે સ્થાપ્યા.
૧૮૬૦ પછી તરત જ સાંસ્કૃતિક આત્મરક્ષણ પરત્વેની સાવધાનતા જોવા મળે છે. ૧૮૬૮ માં પ્રગટ થયેલા કરણ ઘેલમાં આવતી ધર્મચર્ચાઓમાંથી એનું નિદર્શન મળી રહે છે, પણ ૧૮૮૦ સુધીમાં તે ધર્મ સમન્વય ધર્મજિજ્ઞાસા અને .