Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ રૂઢ ધર્મની અભિરક્ષાનાં જૂજવાં સ્વરૂપ જોવા મળે છે. આર્યસમાજ બ્રહ્મોસમાજ પ્રાર્થનાસમાજ અને થિયોસોફીને ઓગણીસમા સૈકાના આઠમા દાયકામાં પ્રાદુર્ભાવ થયે એને કઈ આકસ્મિક ઘટના તરીકે ભાગ્યે જ ઘંટાવી શકાશે. રૂઢ હિંદુ ધર્મને પણ નવે અવતારે આવ્યા વિના છૂટકો નહોતો. સુધારાને ગ્રાહ્ય અંશોને ધર્મસંમત અને શાસ્ત્રસંમત તરીકે ખપાવવાને પણ દાર્શનિક ઉદ્યમ થ. મણિલાલનાં લખણિ એની સાક્ષી પૂરશે. પરંપરાના અનુમોદનવાળો સંસારસુધારે એ સ્વામિનારાયણ–સંપ્રદાયની મેટી દેણ છે. પશ્ચિમી સંસ્કૃતિના આઘાતે જગવેલા ધર્મ મંથને અને “પરસંસ્કારે ગાળવાની ભઠ્ઠી” તરીકેની ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રત્યેક ધર્મનાં ઉરામ લક્ષણોને સમન્વય કરવાની શૈલી વિકસાવી છે. પ્રેરણા વેદમાંથી મેળવેલી હોય, પણ પશ્ચિમના સાંસ્કૃતિક આક્રમણને ખાળવાની એક પ્રક્રિયારૂપે એને અભ્યાસ કરીએ તે એ હિંદુ ધર્મને શાસ્ત્રસંમત છતાં વૈજ્ઞાનિક ઓપ આપે છે. બ્રહ્મોસમાજને ઉદ્ભવ બંગાળમાં અને પ્રાર્થનાસમાજને મહારાષ્ટ્રમાં થાય છે. બંને સમાજ એકમેકમાં ભળી જાય એ માટે પ્રસ્તાવ પણ મુકાય છે. એકેશ્વરવાદ પ્રાર્થના તેમ નૈતિક જીવન આદિ લક્ષણે હિંદુધર્મને અભિમત હોવા છતાં એના ઉપર મુકાયેલો ભાર ખ્રિસ્તી ધર્મજીવનની અસર અવશ્ય સૂચવે છે. ધર્મસમન્વયનાં આ સ્વરૂપ ધર્મજીવનને સંસ્કારવાને પરોક્ષ ઉપક્રમ બની રહે છે. આર્ય સમાજના દ્રષ્ટા અને પ્રણેતા દયાનંદ સરસ્વતી ગુજરાતના હોવા છતાં ગુજરાત ઉપર આર્યસમાજની અસર પ્રબળ ન બની શકી અને બ્રહ્મોસમાજ તે વેગળા જ રહ્યો, પણ ગુજરાતના સંસ્કારજીવન ઉપર પ્રભાવ નાખનાર કેટલાક અગ્રણી કુટુંબોએ પ્રાર્થનાસમાજને જે મહિમા કર્યો તેનાથી પ્રાર્થનાસમાજની યત્કિંચિત અસર ગુજરાત ઉપર પડી. પણ પ્રાર્થનાસમાજનું મુખ્ય ધ્યેય સાહિત્ય ઉપર એને જે પ્રભાવ પડ્યો તે છે. ભોળાનાથ સારાભાઈ, નરસિંહરાવ દિવેટિયા અને રમણભાઈ નીલકંઠે રચેલા સાહિત્યમાં પ્રાર્થનાસમાજની ધાર્મિક શ્રદ્ધાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે મૂર્ત થઈ છે.
પણ ધર્મમંથનનો વિશુદ્ધ પરિપાક ગોવર્ધનરામમાં દેખાય છે. મણિલાલ જે રૂઢ ધર્મ વિશે એમને અભિનિવેશ નથી અને નૂતનતા વિશે નર્મદ જેવો અપકવ ઉત્સાહ પણ નથી; એમનામાં અભ્યાસ અને વિવેકે પ્રેરેલી સમુદારતા અને સમતુલા છે અને એમના ધર્મચિંતનમાં પૂર્વ અને પશ્ચિમની ધાર્મિક શ્રદ્ધાઓનું અંતસ્તત્ત્વ સમરૂપતા સાધે છે.
૧૮૮૫ માં બે અંગ્રેજોના સહકારથી હિંદી રાષ્ટ્રિય મહાસભાની રચના થઈ એની અસર દેશવ્યાપી ગણી શકાય. ગુજરાત ઉપર એની સીધી અસર કેટલી