Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
(૫૦૮
બ્રિટિશ કાલ છે. મંદિરનું બાંધકામ ઈ.સ. ૧૮૩૨ માં થયેલું છે. પૂર્વાભિમુખી આ મંદિર છે. મજલાનું છે. સભામંડપની પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારકીઓ આવેલી છે. અહીંથી આગળ જતાં અંદરના દરવાજાના માર્ગ પશ્ચિમ બાજુએ પાંચ મંદિરોને સમૂહ છે. એમાંનું બીજું મંદિર પદ્મપ્રભુનું છે, જેનું બાંધકામ નરસી શેઠે ઈ.સ. ૧૮૪૮ માં કરાવ્યું હતું. આ સિવાય બીજાં મંદિરનું નિર્માણકાલ ઈ.સ. ૧૮૩૧થી ૧૯૩૭ સુધીને છે. આ પાંચ મંદિરની ડાબી બાજુએ બીજા પાંચ મંદિરોનો સમૂહ આવેલ છે, જેમાંનાં ત્રણ મંદિર ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૩૧ દરમ્યાન બંધાયેલા છે. આ ટ્રેક ઉપર આ ઉપરાંત ઈ. સ. ૧૮૩૪ થી ઈ. સ. ૧૮૮૫ થી દરમ્યાન બંધાયેલાં મંદિર પણ છે.
અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદે ઈ. સ. ૧૮૪૦ માં બંધાવેલી ટૂંક એમના નામે ઓળખાય છે. આ ટ્રેક પરનું પ્રસિદ્ધ મંદિર નંદીશ્વરદીપનું છે. આ ટ્રેક ઉપરનું એક નાનું મંદિર અમદાવાદના શેઠ ડાહ્યાભાઈ અને પચંદે ઈ.સ. ૧૮૪૧ માં બંધાવેલું છે. નંદીશ્વરદીપના દરવાજામાંથી નીકળતાં સહેજ ઊંચે હેમાભાઈની બીજી ટ્રેક આવેલી છે. આ ટ્રેક હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈ હેમાભાઈના નામે ઓળખાય છે. આ ટ્રેક ઉપર હેમાભાઈના પિતા શાહ વખતચંદે ઈ સ. ૧૮૨૬માં એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે આ ટૂંકનું મુખ્ય -મંદિર છે. ગર્ભગૃહ ઉપર ત્રણ શિખર છે. સભામંડપની ત્રણ દિશાએ ત્રણ શંગારચોકીઓ આવેલી છે. આ મંદિરની પૂર્વે આવેલાં કેટલાંક નાનાં મંદિર ઈ.સ. ૧૮૨૯ થી ઈ. સ. ૧૮૩ર દરમ્યાન બંધાયેલાં છે.૩૩
દ્વારકામાં જામપરાનું પ્રદ્યુમ્નજીનું મંદિર ઈ. સ. ૧૮૬૦માં બંધાયેલું છે. જામનગરના જાણીતા જામસાહેબ રણમલજીએ ઈ. સ. ૧૮૪૭ માં દ્વારકાની યાત્રા કરી ત્યારે એમણે અહીં એક મંદિર બાંધવાને સંકલ્પ કર્યો હતો. એમણે અહીં જામપરું વસાવ્યું અને ત્યાં ઈ.સ. ૧૮૬૦ માં પ્રદ્યુમ્નજીનું મંદિર બંધાવ્યું હતું. -આ મંદિરના બાંધકામમાં રાજમહેલના જેવી ભવ્યતાનાં દર્શન થાય છે. ૩૪
કચ્છ પ્રદેશમાં પણ આ કાલ દરમ્યાન કેટલાંક મંદિર બંધાયેલાં હતાં. અંજારમાં આવેલ માધવરાયના વૈષ્ણવ મંદિરના દ્વારે વિ. સં. ૧૮૬૯(ઈ. સ. ૧૮૧૩)ની સાલને એક લેખ છે. અગાઉના ગેઝેટિયર પ્રમાણે આ મંદિર ઈ.સ. ૧૮૧૪ થી ૧૮૨૪ દરમ્યાન ફરીથી બંધાયું હતું.૩૫
લખપતથી ૪૩ કિ.મિ. દૂર આવેલા મઢ નામના સ્થાનકમાં કચ્છના રાવની કુળદેવી આશાપુરાનું મંદિર આવેલું છે. ઈસુની ૧૪મી સદીમાં બંધાયેલું આ મંદિર - ઈ.સ. ૧૮૧૯ ના ધરતીકંપમાં નાશ પામ્યું હતું, આથી ઈ.સ. ૧૮૨૩ માં બ્રહ્મક્ષત્રી -સુંદરજી શિવજી અને વલભજીએ આ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું.