Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૪૦
બ્રિટિશ કાળ
કરછના તેરા ગામના દેવમંદિરની ઓસરીમાં ચિત્રો છે, જેમાં ગોપીઓના વસ્ત્રહરણને પ્રસંગ ઉલ્લેખપાત્ર છે. કચ્છનાં અન્ય નગર અને ગામડાઓનાં મકાનેની ભીંતોમાં ચિત્રો આલેખવાની પરંપરા જળવાઈ રહેલી જોવા મળે છે. ભીંત ઉપર ચિત્ર આલેખવાની લેકચાહના એવી તીવ્ર હતી કે ભીંત તૈયાર થઈ ગયા પછી એમાં ચિત્રોનું આલેખન કરવામાં ન આવે તે ચણતરકામ અધૂરું લેખાતું. આ ચિત્રોમાં રામાયણ મહાભારત અને પુરાણોમાંથી પ્રસંગે લઈને આલેખન કરવામાં આવતું. ક્યારેક પ્રચલિત લોકવાર્તામાંથી કે લોકસંતોનાં જીવનમાંથી પ્રસંગો લઈને આલેખન કરવામાં આવતું. આ ભીંતચિત્રોમાં વનસ્પતિ અને પશુપંખીનું આલેખન પણ પરંપરાગત રીતે કરવામાં આવતું. શ્રી રામસિંહજી રાઠોડે કચ્છનાં ભીંતચિત્રોને વિગતે પરિચય કુમાર’ના ૧૯૬૭ના કલાકમાં કરાવ્યો છે. | ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય નગરો અને ગામોનાં મકાનની ભીંતોમાં સુશોભન માટે ચિત્રકામ કરવામાં આવતું હતું. ઉત્સવ તહેવાર કે શુભ પ્રસંગે મકાન ધળાવીને ફરીથી ચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. મોટાં નગરો કરતાં પણ ગામડાંઓમાં સામાન્ય ગ્રામજનોને કલાપ્રેમ કેવો હતો એની સાક્ષી આ ભીંતચિત્રો પૂરે છે. ગુજરાતના લેડકજીવનને ઉલ્લાસમય બનાવવામાં ચિત્રકલાએ સેંધપાત્ર પ્રદાન કર્યું છે એમ કહી શકાય. રંગભૂમિ અને ચિત્રકલા
આ સમયમાં પારસી ગુજરાતી અને ઉર્દૂ નાટક મંડળીઓને પિતાના ચિત્રકાર હતા. આ ચિત્રકાર પાસે ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક અને સામાજિક નાટકનાં જુદાં જુદાં દનું આલેખન કરાવવામાં આવતું હતું. રાજમહેલ દરબાર હવેલીઓ, રાચરચીલા સાથેના બેઠકખંડો, તપોવને વન ઉપવને બાગ-બગીચા વગેરેનું આલેખન ભપકાદાર રીતે નાટકની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કરાવવામાં આવતું. આ ચિત્રોની એક વિશેષતા એ હતી કે કવિ એટલે કે નાટયલેખક દિગ્દર્શક, નાટક કંપનીના માલિક અને નટો સાથે બેસીને નાટકના દશ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ચિત્રકાર પાસે પડદા તૈયાર કરાવતા હતા. પડદા ઉપરાંત,ઝાલર અને વિંગેનું આલેખન પણ જરૂરિયાત પ્રમાણે કરાવવામાં આવતું. નડિયાદના કવિ નાટ્યકાર અને ચિત્રકાર ફૂલચંદ માસ્તરનું નામ જાણીતું છે. ૨. નૃત્યકલા
બ્રિટિશ સત્તાની સ્થાપનાના સમયે ગુજરાતનું રાજકીય અને સામાજિક જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું, પરંતુ પ્રજાના સંસ્કારજીવનના ધબકારા ચિત્ર