Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાં પુરાતત્ત્વનાં પગરણ
ગોપીનાથ રાવે સને ૧૯૧૪ પહેલાં હિંદુ મૂર્તિકલાને અભ્યાસ કર્યો. એમના “એલિમેન્ટ્સ ઑફ હિન્દુ આઈકેનેગ્રાફી”ના પ્રથમ ગ્રંથના બંને ભાગ સને ૧૯૧૪ માં પ્રગટ થયા. એના બીજા ભાગમાં, જૂનાગઢ સંગ્રહાલયમાં પ્રદર્શિત, સૂર્ય પરિકરને સચિત્ર ઉ૯લેખ થયેલો છે, પરંતુ પરિકરને ઓળખાવેલ છે “રણ” તરીકે, પરિણામે એને સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર માની લેવામાં આવ્યું છે. (છ) અભિલેખો
ગિરનારની તળેટીમાંના અશોકના શૈલલેખના અસ્તિત્વની પ્રથમ નંધ લેવાનું માન ઉપર યથાસ્થાન બતાવ્યું છે તેમ જેમ્સ ટેડ ખાટી જાય છે. એ કેવળ યોગાનુયોગ છે કે અભિલેખીય પ્રવૃત્તિઓમાં જૂનાગઢ બીજી બે બાબતોમાં પણ ખરે છેઃ (૧) પં, ભગવાનલાલ ઇદ્રજી જેવા વિદ્વાન અભિલેખવિદની જન્મભૂમિ અને (૨) અશોક શૈલલેખની પૂર્વમાં એનાથી થોડે દૂર આવેલા એક અન્ય શૈલ પર સને ૧૯૦૬-૦૭ માં થયેલ પ્રતિલિપિનું કામ.
જેમ્સ પ્રિન્સેપ, ન્યૂલર, કલહન, એન્ગલિંગ, કૂલીટ, ફેગલ આદિ પુરાલિપિવિદે અને અભિલેખવિદેશની પ્રવૃત્તિઓને લાભ ગુજરાતને પણ મળે છે. ' કનિંઘમે “પસ ઈસ્ક્રિપ્શનમ ઈન્ડિકેરમના પ્રથમ ગ્રંથનું સંપાદન કરેલું. એ ગ્રંથ ૧૮૭૭ માં પ્રસિદ્ધ થયેલ. ફૂલીટ દ્વારા સંપાદિત ત્રીજો ગ્રંથ ૧૮૮૮ માં પ્રસિદ્ધ થયેલે.
જેસ બજેસે “ઈન્ડિયન ઍન્ટિકવરી'ના સંપાદન–કાર્ય ઉપરાંત “એપિઝાફિયા ઈન્ડિકા' નામના માસિકની શરૂઆત, ઉપર યથાસ્થાન કહ્યા પ્રમાણે, ૧૮૮૪ થી કરી હતી.
ભાવનગર રાજયના પુરાતત્વખાતાએ કેટલાંક ગણનાપાત્ર અભિલેખીયે પ્રકાશન કર્યા. (જ) સિક્કા - અભિલેખક્ષેત્રે કાર્ય કરતા વિદ્વાનોએ મહદશે સિક્કા અંગે પણ કાર્ય કરેલ હાઈ સિક્કા બાબત જુદી સમીક્ષા કરવી જરૂરી નથી. એટલું નેધવું અંજલિરૂપ થશે કે પં, ભગવાનલાલ ઇંદ્રજી ૨૧ વર્ષની વયે ક્ષત્રપ-મુદ્રાના વાચનની શક્તિ ધરાવતા હતા.
સને ૧૯૧૪ પહેલાં સિક્કા ઉપર જ ગ્રંથાકારે કઇ પ્રકાશન થયું હેવાનું ધ્યાનમાં નથી. ગુજરાતમાંથી મળેલા સિક્કાઓ અંગેના છૂટક લેખ તત્કાલીન સામયિકેમાં પ્રસિદ્ધ થતા રહ્યા હતા.
૩૭