Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પર
બ્રિટિશ કાર તથા એવા મહત્વના બીજા તહેવારો દરમ્યાન જ મળતો હતો અને વર્ષના આવા તહેવારો સિવાયના દિવસોએ રાજ્યની અગ્રગણ્ય વ્યક્તિઓ તથા રાજ્યના માનવંતા મહેમાનને જ સંગ્રહ બનાવવા મ્યુઝિયમ ખોલવામાં આવતું હતું.
આમ હંગામી પ્રદર્શનને સ્થાયી મકાનમાં કાયમી ધોરણે રાખવાને અને પુસ્તકાલયની જેમ સંગ્રહાલયને સ્થાયી સ્વરૂપ આપવાને આ જે વિચાર સાકાર બને તે આ દિશામાં એક નેંધપાત્ર પ્રસ્થાન ગણાય.
આ મ્યુઝિયમને સંગ્રહ મુખ્યતઃ કચ્છના રાજ્યકર્તાઓને દેશ-વિદેશમાંથી ભેટમાં મળેલી કલાકારીગીરીની વસ્તુઓ તથા કચ્છના હુન્નરકલાના કારીગરે. પાસેથી તેઓએ ભેટમાં મેળવેલી અને ખરીદેલી વસ્તુઓ, અને કરછની ભૌતિક સંપત્તિ-ખાસ કરીને ખનીજે છે. આ મ્યુઝિયમ હાલ “કચ્છ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. ૨. સન મ્યુઝિયમ, રાજકોટ
કર્નલ જહોન સન ૧૮૭૮ થી ૧૮૮૭ દરમ્યાન કાઠિયાવાડના રાજદ્વારી પ્રતિનિધિ (પોલિટિકલ એજન્ટ) તરીકે હતા. એમણે કાઠિયાવાડના ઈતિહાસ પર એક પુસ્તક લખ્યું છે. તેઓ કાઠિયાવાડના રાજ-પ્રતિનિધિ તરીકે નિવૃત્ત થયા એ પછી એમના મિત્રો અને પ્રશંસકોએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ તથા પ્રજાજનોને કર્નલ જહોન વેટ્સને કાઠિયાવાડને ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આપેલી સેવાના સંદર્ભમાં એમના નામ પર એક ઈમારત કરવા નાણાકીય સહાય કરી રૂ. ૫૦,૦૦૦ –ને ફંડફાળો એકત્રિત કર્યો. આ ફંડમાંથી ઇમારત કરવા માટે એક સમિતિની રચના થઈ હતી. કયા પ્રકારની ઇમારત કરવી એ અંગે વિવિધ રસપ્રદ પ્રસ્તાવ મુકાયા હતા, જેમાં એક પ્રસૂતિ–ગૃહ બાંધવાને પણ હતા, પણ કર્નલ
ટ્રસનને કાઠિયાવાડનાં ઈતિહાસ અને પુરાતત્વમાં ખૂબ રસ હતો તેથી સર્વાનુમતે એમની યાદમાં મ્યુઝિયમ માટેની ઇમારત કરવાનું નક્કી થયું. આ મ્યુઝિયમના સંચાલનમાં કાઠિયાવાડનાં જે દેશી રજવાડાઓએ ફંડફાળો આપ્યો હતો તેઓના પ્રતિનિધિઓની સમિતિના સભ્ય તરીકે અને કાઠિયાવાડના લિટિકલ એજન્ટની સમિતિના પ્રમુખ તરીકે વરણી થઈ હતી.
કર્નલ વૅટ્સને ભેટ આપેલી પુરાતત્વીય વસ્તુઓ અને કલાકૃતિઓ, રબર્ટ બ્રુસ ફૂટે આપેલા ભૂસ્તરશાસ્ત્રના નમૂના અને કાઠિયાવાડના દેશી રાજવીઓ તરફથી મળેલી હુન્નર-ઉદ્યોગોના કારીગરોએ બનાવેલી વસ્તુઓ મ્યુઝિયમને અગત્યને સંગ્રહ ગણાય છે.