Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૮૫
ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ ૧૫૦ ફૂટ (૪પ મીટર) લાંબું અને ૪૦ ફૂટ (૧૨ મીટર) પહેલું હતું. એમાં હોલની આજુબાજુ અને આઠ ટાવર વચ્ચે બે માળવાળી ગૅલરીઓ આવેલી છે. આ ઈમારત પણ મ્યુઝિયમના સંગ્રહની જેમ વિવિધતાવાળી છે. મ્યુઝિયમની ઇમારતને ભોયતળિયાને ભાગ તદ્દન યુરોપીય સ્થાપત્ય–સ્વરૂપ ધરાવે છે, જ્યારે ઊંચી સીડી પર આવેલ દક્ષિણાભિમુખ પર્ચને ભાગ, મુઘલ સ્થાપત્ય-સ્વરૂપ રજૂ કરે છે ને ઈ ટેરી દીવાલનું ચણતર તથા બારણાનાં લાકડાનાં એકઠાં પરંપરાગત સ્થાનિક મરાઠા સ્થાપત્યકલાનાં દર્શન કરાવે છે.
૧૮૯૫ માં શ્રી જે. એફ. બ્લેક આ મ્યુઝિયમના સૌપ્રથમ નિયામક તરીકે નિમાયા. એમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રાજા તરફથી ભેટમાં મળેલા સંગ્રહને વગી કત કરી પ્રદર્શિત કર્યા. ૧૮૯૬માં બરોડા કલેજના શ્રી એ. એમ. મસાણ, જેઓ જીવશાસ્ત્રના અધ્યાપક હતા, તેમની બરોડા મ્યુઝિયમના નિયામક તરીકે નિમણૂક થઈ. ૧૯૦૬ માં ડે. એમ. કે. કાંગા, જેઓ પણ બરોડા કોલેજમાં જીવશાસ્ત્રના અધ્યાપક હતા, તેઓ બેડા મ્યુઝિયમના નિયામક તરીકે નિમાયા. એમણે આ કામગીરી ૧૯ર૦ સુધી સંભાળી.
બરોડા મ્યુઝિયમની ઇમારતની સાથે હાલ જોડાયેલી પિકચર-ગેલરીની ઈમારતનું બાંધકામ ૧૯૦૮ માં શરૂ થયું અને ૧૯૧૪માં પૂરું થયું, પણ પહેલા વિશ્વયુદ્ધને કારણે પિકચર-ગેલરી જાહેર જનતા માટે છેક ૧૯ર૧ માં ખુલ્લી મુકાઈ. મ્યુઝિયમને ભૂરતરશાસ્ત્રને સંગ્રહ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ-ખાતાના વડા શ્રી રોબર્ટ બ્રુસ ફૂટ પાસેથી મળ્યો હતો. આ સંગ્રહમાં ઘણું કરીને પરદેશમાંથી મળતાં ખનીજોના, ખડકોના તથા અશ્મીભૂત અવશેષોના નમૂના છે, પણ આ સંગ્રહને લોકભોગ્ય બનાવવા ભૂસ્તરશાસ્ત્રના વિષયના તજજ્ઞો અને અભ્યાસીઓ સિવાય બીજા મુલાકાતીઓને રસ પડે તેવાં લેબલ બનાવવાને ત્યારે પ્રયત્ન થયે ન હતો. આ મ્યુઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રના સંગ્રહ ઉપરાંત પ્રાણી-શાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર માનવશાસ્ત્ર અને કલી તથા પુરાતત્ત્વવિદ્યાના વિષયોનો સમાવેશ ૧૯૧૪ સુધીના સમયના ગાળામાં પણ થયો હતો. જોયતળિયે આવેલા કેટલાક ખંડોમાં તથા ઉપલે મજલે આવેલા ઘણું ખંડોમાં યુરોપીય કલા પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્ય મકાનની એક ગેલરીમાં થાઇલેન્ડ બર્મા શ્રીલંકા ઇન્ડોનેશિયા અને મલેશિયાની કલાકૃતિઓ છે. બીજી ગેલરીમાં જાપાનની કલાકૃતિઓ છે, ત્રીજી ગેલરીમાં તિબેટ અને નેપાળની કલાકૃતિઓ છે અને એથી ગેલરીમાં ઇજિપ્ત અને બેબિલેનની કલાકૃતિઓ છે. એ ઉપરાંત ચીનની અને ઇસ્લામ ધર્મ પાળતા દેશોની ગેલરીઓ પણ છે. ૧૯૧૪ સુધીની મ્યુઝિયમના સંગ્રહની રચનામાં સિકકાઓને સંગ્રહ મકાનના ભોંયતળિયે