Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૮૪
બ્રિટિશ ક૭ એક નાના ખંડમાં રાખવામાં આવ્યો હતો અને ઘણું કરીને આ ખંડને તાળું મારેલું રાખવામાં આવતું હતું. જોયતળિયાના મધ્યસ્થ ભાગ (૧૪૪૯ મીટર)માં ભારતીય કલા અને સંરકૃતિના નમૂના કાલક્રમે વર્ગીકૃત કરી રાખવામાં આવતા હતા. એના એક છેડાની ગેલેરીમાં ભારતીય પ્રઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ અને બીજા છેડાની ગેલેરીમાં ગુજરાતી અને મરાઠા કલા રજૂ કરાતી. ભારતીય લઘુચિત્રોના તથા ભારતીય આધુનિક કલાનાં ચિત્રોના પણ સંગ્રહ છે. ઉપરના માળે પશ્ચિમ દિશાવાળા ભાગમાં પ્રાણીશાસ્ત્રને લગતા નમૂના. તથા પૂર્વ દિશાવાળા ભાગમાં ભૂસ્તરશાસ્ત્ર વગેરેને લગતા નમૂના ગોઠવવામાં આવ્યા હતા. એ ઉપરાંત, એમાં માનવશાસ્ત્રને અનુલક્ષી વસ્ત્રો વાદ્યો, ખેતીને લગતાં સાધન, માછલીને પકડવાના સાધનો, હોડી અને સ્ટીમર તથા વરાળથી ચાલતા એન્જિનના નમૂના મૂક્યા હતા.૧૩ ૫. બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૫ માં થઈ હતી. આ મ્યુઝિયમ બાટન પુસ્તકાલયના મકાનમાં હતું અને એને વહીવટ બાર્ટન પુસ્તકાલય સમિતિ કરતી હતી. મ્યુઝિયમના સંગ્રહની શરૂઆત પ્રાચીન વસ્તુઓ, જેવી કે હસ્તપ્રત. હથિયાર અને હાથકારીગીરીથી તૈયાર કરેલી કલાકૃતિઓથી થઈ હતી. સિકકાઓને લગતા ટાઈપ કરેલા કેટલેગમાં લગભગ ૧૦,૦૦૦ સિકકાઓને ઉલ્લેખ છે. આ મ્યુઝિયમનાં પ્રકાશને માં સંસ્કૃત અને પ્રાકૃત અભિલેખને સંગ્રહ, પર્શિયન અભિલેખને સંગ્રહ અને પ્રાચીન ધસંગ્રહ ઉલ્લેખનીય છે.૧૪ ૬. રસૂલખાનજી મ્યુઝિયમ જૂનાગઢ
૧૮૯૭ માં શહેરના મધ્યભાગમાં બહાદૂરખાનજી લાઈબ્રેરી અને રસૂલખાનજી મ્યુઝિયમનાં મકાન બાંધવાને જૂનાગઢ રાજ્ય નિર્ણય લીધો અને એ વર્ષના ડિસેમ્બર માસની ૨ જી તારીખે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ટ હટે એનું શિલારોપણ કર્યું. એમના અનુગામી લોર્ડ નોર્થ કોટે ૧૯૦૧ના ડિસેમ્બર માસની પાંચમી તારીખે આ બંને મકાનનું ઉદ્દઘાટન કર્યું.૧૫-મ્યુઝિયમને નવાબસાહેબના નામ ઉપરથી “રસૂલખાનજી મ્યુઝિયમ” એવું નામ આપવામાં આવ્યું. આગળ. જતાં એને રાજકોટ માર્ગ ઉપર આવેલા સક્કરબાગમાં ખસેડવામાં આવ્યું, જેની અંદર પ્રાણી-સંગ્રહસ્થાન (સ્થાપના-૧૮૬૩) પણ આવેલું છે.૧૧
મ્યુઝિયમમાં સ્થાનિક કારીગરીના નમૂનાઓ ઉપરાંત ઐતિહાસિક ઉખનને દ્વારા પ્રાપ્ત થયેલી અને અન્ય ઉપયોગી વસ્તુઓ મૂકવામાં આવી. એના પ્રથમ