Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાધાત
સા
મરાઠાઓના રાજઅમલ દરમ્યાન ચાથ સરદેશમુખી ઇનરાપદ્ધતિ અને લાંચરુશવતથી પ્રશ્ન ત્રાહિ ત્રાહિ પાકારી ગઈ હતી. ઉપર ભરૂચ શહેરના જે પ્રસંગ ટાંકયો છે તે શુદ્ધ દેશાભિમાનની દૃષ્ટિએ ખેતાં આત્મગ્લાનિ પેદા કરે તેવા ગણાય, પણ સ્વરાજ્ય સુરાજ્ય ન હેાય તેા એ ટર્કી શકતુ નથી,
૧૮૧૮ માં પેશવા બાજીરાવ ખીન્ને પદભ્રષ્ટ થવાની સાથે ગુજરાત ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ રહેતાં જે સાર્વત્રિક શાંતિ પ્રસરી તે સાંસ્કૃતિ વિકાસની દૃષ્ટિએ ખૂબ ઉપકારક હતી. પરાયા સામેના અવિશ્વાસ માફ, પણુ મરાઠાઓના જુલમની સ્મૃતિ ગુજરાતની પ્રજામાં એવી સતેજ હતી કે ૧૮૫૭ માં અંગ્રેજ સત્તા સામે જે ખંડ જાગ્યું તેમાં ગુજરાત એક ંદરે તટસ્થ રહ્યું હતું. તત્ત્વતઃ ૧૮૫૭ ના બળવા વિદેશી સત્તાને હાંકી કાઢવાના દેશીઓનેા પુરુષાર્થ હતા અને એ એક પ્રકારનું સ્વાતંત્ર્યયુદ્ધ જ હતું, એમ છતાં જે તત્ત્વ સામસામે ખાડાયાં હતાં તેની ઉપર આજે દૃષ્ટિપાત કરતાં સમજાય છે કે પર પરાપ્રેમી ભારતીય સમાજ અને આધુનિકીકરણના ઉત્સાહવાળા બ્રિટિશ વિજેતાઓ વચ્ચેને એ સંગ્રામ હતા. બુદ્ધિસંગત અને કાર્ય ક્ષમ વહીવટ સ્થાપવાની ધગશવાળા વિજેતાઆના મુખ્ય હલ્લા રાજાએ અને જમીનદારા ઉપરના હતા, એટલે કે સામતશાહી ઉપર મૂડીવાદનું એ આક્રમણ હતું, બળવા ભારતના ઇતિહાસનું એક ભેદ પરિબળ છે એમાં શંકા જ નથી, એક પક્ષે અતીતમાંથી જ પ્રેરણા મેળવતું અને વિદેશીઓનાં નવતર પ્રવર્તતા સામે અવિશ્વાસ અને ઘૃણાથી નિહાળતુ, વેરવિખેર, અનિણુયી, આપસમાં ઝધડતુ અને પિરબળાનું માપ કાઢવાને અસમર્થ એવું દેશીઓનુ` વ્યવસ્થાતંત્ર હતું, તા સામે કમ્પના સરકારનું નિષ્ઠુર મતથી ધીર વ્યવસ્થિત અને આધુનિકતાનાં ઉપકરણાથી સજ્જ એવુ વ્યવસ્થાતંત્ર હતું, પણ આ બંને તંત્ર મરણેાન્મુખ હતાં. બળવેા નિષ્ફળ ગયા અને અંગ્રેજોનું રા ય ટકી રહ્યું, પણ સાથે કમ્પની સરકાર પણ ગઈ અને ભારત બ્રિટિશ સામ્રાજ્યના ભાગ બન્યું, ખીજી બાજુએ, ભારતમાં સામંતશાહીના અવસાનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ, જે હજી સુધી પૂરી થઈ નથી, તાપણુ પૂરી થવાને પંથે છે એવાં ચિહ્ન અવશ્ય વરતાય છે.
ઉપર કહેવાઈ ગયું કે પશ્ચિમી સંસ્કૃતિને પ્રભાવ ભારતીય જીવન ઉપર પડયો એમાં બ્રિટિશ નિમિત્ત બન્યા હતા, પણ બ્રિટિશ સ ́પ એમાં પ્રત્યક્ષ નિમિત્ત હતા એમ નહિ કહી શકાય, બ્રિટિશ અમલ દરમ્યાન જે શાસ્ત્રન— પદ્ધતિ અને સંસ્થાઓ નીપજી તેઓને ફાળા પણ પ્રમાણમાં આ રહ્યો, પણું. મુખ્ય ફાળા અંગ્રેએએ કેળવણીની નવી સસ્થાઓ સ્થાપી તેના તેમજ
૩૮