Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાં થયુઝિયમનાં પગરણ
૫૮૧ ૧૮૭૮ના રોજ મુંબઈના ગવર્નર શ્રી રિચર્ડ ટેમ્પલે આ ચીજે જોઈ હતી. ધીરે ધીરે સંગ્રહ માટે જગ્યા ઓછી પડવા લાગી. ૧૮૮૪ના ફેબ્રુઆરી મહિનામાં મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના લગ્નપ્રસંગે સ્થાનિક પેદાશ અને બનાવટની વસ્તુઓનું એક પ્રદર્શન યેર્યું હતું. કચ્છમાં સૌ પ્રથમ વાર યોજાયેલ આ પ્રદર્શન એટલું બધું કપ્રિય થયું કે પ્રદર્શન માટે એક અલગ ઇમારત ઊભી થવી જોઈએ એમ પ્રજાને તથા રાજ્યાઁને લાગ્યું, આથી પુસ્તકાલય અને સંગ્રહાલય માટે એક સારી ઈમારતની ખોટ દૂર કરવા કચ્છ રાજ્યના એ વખતના ઈજનેર મેક્લીલેન્ડે આફ્રેડ હાઈસ્કૂલની ઈમારતની હારમાં એક નવી ઇમારત ઊભી કરવાની સલાહ આપી. આ ઈમારતને શિલારોપણ વિધિ એ વખતના મુંબઈના ગર્વનર સર જેમ્સ ફર્ગ્યુસનના હસ્તે કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજી વિનંતીથી થઈ, તેથી આ ગર્વનરના નામ પરથી આ મ્યુઝિયમનું નામ “ફર્ગ્યુસન મ્યુઝિયમ અપાયું.
મહારાવ ખેંગારજી ત્રીજાએ ૧૪મી નવેમ્બર, ૧૮૮૪ ના રોજ શિલારોપણ વિધિના પ્રસંગે કહ્યું: “અમારું એવું સારી પેઠે માનવું છે કે કોઈ પણ પ્રજાની સુધારામાં વૃદ્ધિ થવા માટે કેળવણી એ એક પ્રબળ સાધન છે અને અમારી પ્રજામાં જેથી કરી સામાન્ય તેમજ હુન્નર સંબંધી કેળવણીને ફેલાવો થાય એવી યોજનાઓ કરીશું. જે વિધિ માટે આપણે અત્રે એકઠા થયા છીએ તે વિધિ વિદ્યાવૃદ્ધિ તેમજ ઉદ્યોગોની વૃદ્ધિ સાથે સંબંધ રાખનારી છે. એ વખતના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસને “ફર્ગ્યુસન સંગ્રહસ્થાન અને પુસ્તકાલયને પાયો વિધિપૂર્વક નાખી પછી જે ભાષણ કર્યું તેમાં એમણે જણાવ્યું કે “આ મ્યુઝિયમ તથા લાઈબ્રેરીને પાયે નાખવાની બીને ઉપરથી એવું અમને જણાઈ આવે છે કે જે કેળવણને આપે સંપૂર્ણ રીતે લાભ લીધો છે તે કેળવણીમાં આપની પ્રજાને ભાગ આપવો એવી આપની ઉત્કંઠા છે ને આ દેશના અગ્રેસર ગૃહસ્થ તેઓ આ લાભ અથે આપ આટલી રૂડી ઉત્કંઠા ધરાવે છે તે વિશેની કદર તેઓના કલ્યાણ અથે આપના પરિશ્રમને તેઓથી બની શકે તેવી પુષ્ટિ આપીને દર્શાવશે, એમ અમારી પૂરેપૂરી ઉમેદ છે, કારણ કે આપ જેવા પ્રતિષ્ઠિત રાજા આવા પ્રજા-ઉપયોગી કામને આરંભ કરે છે.
આમ ગુજરાતમાં મ્યુઝિયમ-પ્રવૃત્તિ(movement)ના શરૂઆતના તબક્કાના અભ્યાસમાં, ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ–ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના જાહેર જનતાના લાભાથે કરવામાં આવી એ હકીકતની ખાસ નેધ લેવાવી જોઈએ, પણ જાહેર જનતાને એ મ્યુઝિયમ જેવાને લાભ નાગપંચમી દિવાળી