Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૮
બ્રિટિશ મe (૪) ઉખનન
વૈજ્ઞાનિક ઢબે પુરાતત્વીય ઉત્ખનને કરવાને આ સમય નહોતા. સંપ્રહાલયોને શણગારવા માટે પુરાવશેષો મેળવવા ઉખનન આ વખતે થતાં હતાં, સ્તરવિજ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવતું જ નહિ. ઉખનનમાંથી મળતા પુરાવશેષને તત્કાલીન લેકજીવન સાથેનો સંબંધ પણ વહુવિચાર્યો રહી જતો હતો.
ગિરનારની તળેટીમાં આવેલા બારિયા કિવા લાખામેડી નામના સ્તૂપનું ૧૮૮૮ની નાતાલમાં કેમ્પબેલે ઉખનન કર્યું હતું. ઉખનનને વૃત્તાંત કેમ્પબેલે નહિ, પરંતુ કાઉન્સે પ્રસિદ્ધ કર્યો હતો ! કેમ્બબેલે ઉખનન કરીને સ્તૂપને ટીંબામાંથી બહાર નહેતે કાઢયો, પરંતુ જમીનની સપાટી ઉપર ઊભેલા સ્તૂપ ઉપર એક સાંકડી સીધી ઊંડી ખાઈ ખાદીને એમાંથી નીકળેલા અવશેષ પ્રાપ્ત કર્યા હતા.
લાખામેડી તૂપની બાજુમાં આવેલ બડી લાખામેડી નામના સ્તૂપના કે બંનેની બાજુમાં આવેલા વિહારના અવશેષો તરફ તત્કાલીન ઉખનકનું ધ્યાન ગયું નહોતું.
લાખામેડીમાંથી મળેલા સ્થાપત્યકીય અવશેષ સને ૧૯૦૦ બાદ અગોચર થઈ ગયા હતા, જ્યારે અન્ય અવશેષ જૂનાગઢના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. (2) પુંરારક્ષણ
સમક્ષિત સમયગાળામાં ગુજરાતના કોઈ પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકના પુરારક્ષણનું કાર્ય થયું હતું કે કેમ એ જાણવાનાં સાધન હોય તો પણ હાલ સુલભ નથી, તત્કાલીન ગુજરાતનાં જૂનાગઢ જેવાં કેટલાંક રાજ્યોએ ૧૯૦૪ ના સ્મારક સંરક્ષણના કાયદા હેઠળ કેટલાંક સ્મારકોને રક્ષિત જાહેર કર્યા હતાં એટલે પુરારક્ષણકાર્ય પણ યત્કિંચિત થયાં હશે એમ અટકળ કરી શકાય.
પાદટીપ 9. Sourindranath Roy, 'Indian Archaeology from Jones to Mar
shall,' Ancient India (A. I.), No. 9, 1953, p. 4, n. 2 2. V.D. Krishnaswami, 'Progress in Prehistory', A. I, No. 9,
pp. 53 f.. ૩. Ibid., p. 54 8. Robert Bruce Foote, The Foote Collection of Indian Prehistoric
and Protohistoric Antiquities (1916) 4. V.A. Smith, 'Tbe Copper Age and Prehistoric Bronze Imple
ments of India', Indian Antiquary, Vol. XXXIX (1905), p. 229 4-9. Bruce Foote, op. cit.