Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલે
આ બે સમયગાળામાં પાષાણયુગના બે જ પેટાયુગ માનવામાં આવતા હતાઃ પુરા-પાષાણયુગ અને નવ-પાષાણયુગ. બંને પેટા યુગો વચ્ચે યુરોપમાં મોટે ગાળે હેવાનું મનાતું. પરિણામે ભારતમાં પણ એવો ગાળે હશે એવી માન્યતાને રોબર્ટ બ્રુસ ફૂટે કરેલા સાબરમતીના ભાઠાના ઊર્વકાલના દેખાતા સ્તરના અભ્યાસ ઉપરથી ફૂટે નકકી કરેલું કે સાબરમતીએ છ તલવેદિકાઓનું નિર્માણ કરેલું અને પછી એને કાપેલું. એ પૈકી ત્રીજી વેદિકાના સમયના પુરા પ્રસ્તર ઉપસ્કર, પથ્થરની હાથકુહાડી, ધોવાઈને જલસપાટીની તરત ઉપર આવેલી પ્રથમ તલવેદિક ઉપરથી મળી આવેલ. પ્રથમ તલવેદિકા ઉપર ૫૦ ફૂટ (૧૫ મીટર)થી વધુ કાંપ ઠલવાયેલ હતો. એ કાંપ ઉપર ૨૦૦ ફૂટ (૯૦ મીટર) જેટલી ઊંચાઈની રેતી પવનને કારણે ટેકરીઓના આકારે એકત્રિત થઈ હતી. આવી રેતાળ ટેકરીઓના સપાટ મથાળા ઉપર - નવપાષાણકાલીન માનવ પિતાનાં બનાવેલાં પથ્થરનાં ઓજારો સાથે વસતા હતા. મતલબ કે પુરાપાષાણયુગ અને નવપાષાણયુગ વચ્ચે સમયને મોટો ગાળો પથરાયેલું હતું એમ ભૂસ્તરશાસ્ત્રીય પ્રમાણો ઉપરથી સિદ્ધ થતું હતું.
આ સમયગાળામાં પુરા પ્રસ્તર(પેલિયોલિથિક) યુગ અને નવપ્રસ્તર(નિયોલિથિક) યુગ વચ્ચે મધ્યપ્રસ્તર(મેસેલિથિક) યુગનું અસ્તિત્વ ધ્યાનમાં આવ્યું નહોતું, એટલું જ નહિ, પરંતુ પુરા પ્રસ્તયુગના ભૂસ્તરશાસ્ત્રીય સ્તર–વિજ્ઞાનાધારિત પૂર્વપુરા પ્રસ્તર(લોઅર પેલિયોલિથિક), મધ્ય પરાપ્રસ્તર (મિડલ પેલિયલિથિક) અને ઉત્તર પુરાગ્રસ્તર(અપર પિલિયોલિથિક) જેવા પેટાયુગભેદ કે સમસ્ત પથ્થરયુગ (સ્ટન એજ)ના આદ્ય પથ્થરયુગ (અલી સ્ટોન એઈજ), મધ્ય પથ્થરયુગ (મિડલ સ્ટેન એઈજ) અને અંત્ય પથ્થરયુગ (લેઇટ સ્ટોન એઈજ) જેવા ત્રણ ભાગ પણ પડેલા નહતા. લઘુપાષાણ ઓજારે મધ્યપુરા પ્રસ્તરયુગ ક મધ્ય પથ્થરયુગમાં શરૂ થઈ ઉત્તર પુરા પ્રસ્તયુગ કે અંત્ય પથ્થરયુગમાં વધુ ફેલાયેલાં
એ હકીકત પણ આ કાલે ધ્યાનમાં આવી નહોતી. પરિણામે ગુજરાતમાંથી મળી - આવેલાં લઘુપાષાણ એજરને ફૂટે નવા પાષાણયુગનાં માનેલાં. હકીકતમાં ગુજરાતમાં નવા પાષાણયુગ હવાના નિઃશંક પુરાવા અદ્યાવધિ પ્રાપ્ત થયેલા નથી. (ખ) આઘ–ઐતિહાસિક અને તામ્રામકલીને પુરાતત્ત્વ
સમક્ષિત સમયગાળામાં હડપ્પાની શોધ થઈ ગયેલી, પરંતુ ઉખનન ૧૯૨૧ માં થવાનું બાકી હતું. મોહેં–દડોની શોધ પણ ૧૯૨૨ માં થવાની બાકી હતી. સિંધુ ઘાટીની સભ્યતા અને હડપ્પીય સંસ્કૃતિ પથ્થર અને ધાતુ યુગની સંસ્કૃતિઓની પરિભાષામાં તામ્રાસ્મસંસ્કૃતિ હતી, પરંતુ એમાંથી મળેલા અભિલેખેની વાચના (હજી સુધી) થઈ ન શકતાં એ યુગને ન તે પ્રાગૈતિહાસિક કે