Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૭૨
બ્રિટિશ કાલ ૧૮૮૯ બજેસે મહાનિદેશકના પદેથી રાજીનામું આપ્યું. પરિણામે જુદાં જુદાં
વિભાગીય પુરાતત્વીય સર્વેક્ષણે ફરીને અસ્તિત્વમાં આવ્યાં. પશ્ચિમ વર્તુળના વડાને પુરાતત્વ–અધીક્ષક નામ અપાયું. સર્વેક્ષણ અને પુરા
રક્ષણની કામગીરી પ્રાંતિક સરકારને સોંપાઈ. ૧૮૮૮ જૂન પછી બ્રિટિશ સરકારે માની લીધું કે સ્થાપત્યોનાં સર્વેક્ષણ અને
પુરારક્ષણની કામગીરી પાંચ વર્ષમાં પૂરી થઈ જશે અને ૧૮૯૪ માં
ભારતભરમાં પુરાતત્વ સર્વેક્ષણ ખાતાં બંધ કરી દઈ શકાશે. ૧૧૮૮૮ ઑકટોબરની પહેલી તારીખથી સર્વેક્ષણની અને પુરારક્ષણની કામગીરી
પ્રાંતિક સરકારને સોંપાઈ અને પાંચ વર્ષમાં એ બંને કામગીરી પૂરી
કરવાના બ્રિટિશ સરકારના હુકમ થયા. ૧૮૮૯-૯૦ હેવી કાઉસેન્સ બાકીનાં સ્થાપત્યોનું સર્વેક્ષણ કર્યું, ૧૮૯૧ બર્ટ બ્રુશ ફૂટ વડોદરા રાજ્યના ભૂસ્તરશાસ્ત્રી થયા. તેઓ ૧૮૫૮ થી
૧૮૯૧ સુધી ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણને મહાનિર્દેશક હતા. ૧૮૮૫ બ્રિટિશ સરકારની પૂર્વોક્ત ૧૮૮૮ વાળી માન્યતા ખોટી ઠરી. સરકાર
ચોંકી ઊઠી. બાકીનાં કામ પૂરાં કરી આપવા માટે એશિયાટિક સોસાયટીને વિનંતી કરી. એ સંસ્થાએ સ્પષ્ટ ના પાડી. સરકારને એ કડવું સત્ય સ્વીકારવાની ફરજ પડી કે પુરાતત્વીય કામગીરી ખાનગી સંસ્થાને સોંપી શકાય નહિ. કામ ચાલું રાખવું હોય તે સરકારે જ કરવું પડે. જેમ્સ બસ અને હેત્રી કાઉસેન્સકૃત મુંબઈ ઇલાકાના પુરાવશેષોની
સુધારેલી યાદી પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. ૧૮૯૮ પ્રાચ્યવિદોના ૧૧ મા અધિવેશનને ઠરાવ: "ઈન્ડિયન એકસપ્લોરેશન
ફંડની સ્થાપના કરવા ભલામણ, વિચારણાને અંતે ૧૯૦૪ ને પ્રાચીન
સ્મારક–સંરક્ષણને કાયદે. ૧૮૯૮ મે માસની ૧૮મી તારીખે બ્રિટિશ સરકારે સમસ્ત ભારતમાં પુરાતત્વીય
કામગીરી માટે પાંચ વર્તુળ બનાવવાનું સ્વીકાર્યું તેમાંનું એક મુંબઈ
વર્તુળ. એમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતને પણ સમાવેશ થયેલ. ૧૮૯૮ લોર્ડ કર્ઝનના પ્રયત્નોથી બ્રિટિશ સરકારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના
મહાનિદેશકનું પદ ફરીને ચાલુ કરવા, એ પદ ઉપર સમર્થ પુરાવેષક પુરાતત્વવિદ્દ અને વાસ્તુવિદ્રની નિમણૂક કરવા અને દેશના તમામ પુરાતત્વીય કામકાજ ઉપર તેઓ દેખરેખ રાખે એવું દબાણ ઈગ્લેન્ડના માંધાતાઓ ઉપર મૂકયું.