Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૪૫
ચિવ નૃત્ય નાટય અને સંગીત એમ બ્રિટિશ સરકારને લાગતું હતું. આ માટે ૮૦ અંગ્રેજોને ફાળે એકત્રિત કરી રૂ. ૧૪,૦૨૫ ઊભા કર્યા. સરકારે જમીન આપી. થિયેટર બાંધવાની જવાબદારી મેસર્સ ફાર્બસ કંપનીએ લીધી અને ઈ.સ. ૧૭૭૦ માં મુંબઈમાં એલિફન્સ્ટન સર્કલ પર થિયેટર બાંધવામાં આવ્યું, જેનું નામ “ખે થિયેટરમાં રાખવામાં આવ્યું. અહીં અંગ્રેજી નાટકો ભજવાતાં હતાં, પરંતુ કાર્યક્રમના આયોજનમાં ભારે. બેટ આવવાથી આ થિયેટરની પ્રવૃત્તિઓ અટકી ગઈ. આ થિયેટર શ્રી જમશેદજી જીજીભાઈએ રૂપિયા પચાસ હજારમાં ખરીદી લીધું, જે પાછળથી રૂ ભરવાની વખાર બની ગયું!
આ થિયેટરમાં જે અંગ્રેજી નાટકો અને પ્રહસને ભજવાતાં તેઓમાંથી પ્રેરણા લઈને પારસીઓએ પારસી–ગુજરાતી થિયેટરને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું પારસી પ્રકાશમાં શ્રી બ. બે. પટેલ નેધે છે કે “મુંબઈ મધ્ય ગુજરાતી ભાષામાં નાટક કરનારી એકે ય ટાળી ન હોવાથી કેટલાક કેળવણુ પામેલા પારસી ગૃહસ્થોની આગેવાની હેઠળ આ સાલમાં પહેલવહેલી એક પારસી નાટક મંડળી સ્થાપવામાં આવી હતી. તે મંડળીએ આજે રાત્રે ગ્રાન્ટ રોડની નાટકશાળામાં “રૂસ્તમ અને સેરાબને નાટક તથા ધનજી ગરકને ફારસ કરી બતાવ્યું હતું. પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટકશાળા તમામગીરથી ઊભરાઈ ગૂઈ હતી.”૧૨ પારસી નાટકનો આ પ્રથમ સફળ પ્રયુગ ૨૯ ઓગસ્ટ, ૧૮૫૩ ના રોજ કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૮૪રમાં રંગભૂમિના ચાહક શ્રી જગન્નાથ શંકરશેઠ નામના મહારાષ્ટ્રીએ મુંબઈમાં ગ્રાન્ટ રોડ ઉપર પોતાની માલિકીનું થિયેટર બંધાવ્યું હતું. ઈ.સ. ૧૮૭૦ માં વિકટોરિયા થિયેટરના પાયા મુંબઈમાં નખાયા. એ સમયનાં સુંદર થિયેટરોમાં કુંવરજી નાઝરના ગેઈટીની પણ ગણના કરવામાં આવતી. એને ઉદ્દઘાટન વિધિ મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે કર્યો હતો. એ પછી ખુરશેદજી બાલીવાલાએ પિતાની નેવેલ્ટી નાટકશાળા માટે “એકસેલશિયર ઊભું કર્યું. ૧૩ ગેઈટી થિયેટરમાં મુંબઈ ગુજરાતી નાટકમંડળી પિતાનાં નાક ભજવતી હતી. ભાંગવાડીનું પ્રિન્સેસ થિયેટર પૂરું બંધાયું ન હતું. આ પછી મુંબઈમાં બીજે અનેક થિયેટર બાંધવામાં આવ્યાં.
આ સમયગાળામાં અમદાવાદમાં જ્યારે પાકું થિયેટર ન હતું ત્યારે નાટકે જ્ઞાતિનાં પંચની વાડીમાં વાંસના કાચા માંડવા બાંધીને ભજવવામાં આવતાં હતાં. વીજળી ન હતી તેથી નાટકનાં દશ્યો માટે પ્રકાશ—આયોજન મશાલે કે કપાસિયાના દીવા પ્રગટાવી કરવામાં આવતું હતું, જેમાં આગ લાગવાનું મોટું જોખમ રહેતું ! અમદાવાદની આવી વાડીઓમાં નાગરીશાળાની વાડી, માનાભાઈની ૩૫