Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦
બ્રિટિશ કા સાડીનાં નામ રંગસૂચક અને સ્થળસૂચક છે એ નોંધપાત્ર છે. વડોદરા જિલ્લામાં વડોદરા તથા ડભોઈ રંગાટીકામ માટે જાણતાં હતાં. સુરત–વલસાડ જિલ્લાઓમાં સુરત ઉપરાંત નવસારી વલસાડ બારડોલી જલાલપોર ચીખલી અને ગણદેવી રંગાટીકામ માટેનાં મહત્ત્વનાં કેંદ્ર હતા.૪ બાંધણીને ઉદ્યોગ રાજસ્થાન અને કચ્છ દ્વારા સૌરાષ્ટ્રમાં જામનગરમાં લગભગ ૪૫૦ વરસોથી અસ્તિત્વમાં છે. મલમલ જેટ વયલ અને હાથશાળનું ઝીણું કાપડ આ માટે વપરાય છે. અગાઉ વનસ્પતિ-જન્ય રંગે વપરાતા હતા, પણ હવે તેલ અને બ્રેન્થલ રંગ વપરાય છે. બાંધણીમાં પીળા લાલ અને લીલા રંગ મુખ્યત્વે વપરાય છે. જામનગર ઉપરાંત કચ્છનાં ભૂજ માંડવી અંજાર મુંદ્રા અને નળિયા બાંધણી માટેનાં કેંદ્ર છે. આ કામ, મુસલમાન અને હિંદુ ખત્રીઓ કરે છે. કચ્છમાં બાંધણ ઉપરાંત રેશમી કાપડ વણવાનું તથા રંગવાનું કામ માંડવીના ખત્રીઓ કહે છે. માંડવીની રુકમાવતી નદીનું પાણી ઘેરા ગાઢ રંગ માટે વધારે અનુકૂળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજ રંગબેરંગી ગાઢ વસ્ત્ર વિશેષ પસંદ કરે છે. બાંધણી ઉપર કપડાને ગાંઠ મારીને ટીકડાની ડિઝાઈન ઉપસાવવામાં આવે છે. આ સિવાય હાથથી કે બીબાને ઉપયોગ. કરી વિવિધલક્ષી ફૂલ વેલ વગેરેની ડિઝાઇન ઉતારવામાં આવે છે. બાર બાગ, બાવન બાગ, મોર પૂતળી વગેરે રેશમી કાપડ ઉપરની કચ્છી ડિઝાઈન ધરાવતી વિશિષ્ટ નામવાળી સાડીઓ જાણીતી છે. આ ઉપરાંત બાટિક આજરખ અને રોગન પ્રકારની વિશિષ્ટ હાથછાપકલા કચ્છની વિશિષ્ટતા છે. કચ્છનાં કાંઠાનાં ગામોમાં ભભકાદાર રંગેયુક્ત બાટિક તરીકે ઓળખાતી હસ્ત છાપકલા ઘણા સમયથી પ્રચલિત છે. અઢારમી અને ઓગણીસમી સદી દરમ્યાન બાટિક-કલાવાળાં વસ્ત્રોની, ઇન્ડોનેશિયામાં નિકાસ થતી હતી. હાલ એ કલા ઈન્ડોનેશિયામાં પણ પ્રચલિત છે. સિંધમાંથી “આજરખ” પ્રકારની હસ્ત છાપકલા કચ્છમાં દાખલ થઈ છે. ખાસ કરીને રાજસ્થાન સિંધ અને કચ્છના મુસલમાન આ પ્રકારનાં રંગાટીવસ્ત્ર પસંદ કરે છે. ક્ષાર-રહિત સખત પાણુ ન હોય ત્યાં આ રંગાટીકામ થાય છે. ડિઝાઈને હાથથી દેરવામાં આવે છે. સિક્કાઓનાં નામ ઉપરથી કેટલીક ડિઝાઈને આલેખાય છે. દા. ત. કેરી” “અઢિયા” “પાંચિયા' વગેરે. સાડીની કિનારની ડિઝાઈન બુદ્દો. તાવીજ ગીની કુલડા જેવાં વિવિધ નામ ધરાવે છે. ટેબલકલંથ અને પડદાનાં સુશોભને માટે “રોગન” પ્રકારનું હસ્ત છાપકામ પ્રચલિત છે. અળશી કે દિવેલમાં રંગે મેળવીને સફેદ કાપડને રંગવામાં આવે છે. આ પ્રકારના રંગાટી-કાપડ ઉપર ભૌમિતિક આકૃતિઓ તથા ફૂલ વેલ વગેરેની ડિઝાઈને મુખ્ય હોય છે.
સ્ક્રીન પ્રિન્ટિંગ તથા રોલર પ્રિન્ટિંગને કારણે મિલેમાં થતા છાપકામને લીધે રંગાટી-કામ અને છાપકામ જથ્થાબંધ થતાં ગૃહઉદ્યોગની અવનતિ થઈ છે.