Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ઠ (હુનરકથાઓ) પાટણમાં વરસોથી પટોળાંનું કામ થાય છે. સાડીની બંને બાજુ એકસરખી ડિઝાઈન હોય છે અને વસ્ત્રના વણાટ સાથે ડિઝાઇન ઊપસતી જાય છે. હાલ એક-એ કારીગર પટેળાં વણે છે. કિંમત ખૂબ વધી છે.. ૨. ભરતગૂંથણ
ભરતગૂંથણ માટે કચ્છ સૌરાષ્ટ્ર અને સુરત જિલ્લે જાણીતા છે. સુરતના ગેઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે ભરતકામ માટે સુરતે એની ખ્યાતિ જાળવી રાખી હતી. રેશમી કાપડ ઉપર સોના-રૂપાના અને જરીના તારવાળા ભરતકામની માગણી ખૂબ રહેતી હતી. જરી-કામ કરનાર મોટા ભાગના કારીગર મુસલમાન હતા. આ ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા વગેરે ઉચ્ચ કેમની સ્ત્રીઓ ઘેર રહીને રેશમી ભરત ભરવાનું કામ કરતી હતી. મુંબઈ અને સુરતના પારસીઓ એમના મુખ્ય ગ્રાહક હતા.9
કચ્છમાં ભરતકામ ૨૭૦ વર્ષ પૂર્વે સિંધમાંથી આવેલા “થાથાથી” નામના ફકીરે પ્રચલિત કર્યું હતું. એની પાસેથી ભૂજ અને માંડવીના મોચી કારીગરોએ આ કળા અપનાવી હતી. સૂયાની મદદથી આ કારીગરો આરી-ભરતનું કામ કરે છે અને કેઈ જાતની ડિઝાઈન તૈયાર કર્યા સિવાય સીધેસીધા અક્ષરે ફૂલ વેલ પક્ષીઓ પશુઓ અને મનુષ્યોની આકૃતિઓ ભરતના ટાંકાઓ દ્વારા ઉપસાવે છે. સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં તથા ઝાંઝીબારમાં આરી-ભરતવાળા કાપડની માંગ રહેતી હતી. બુલબુલ મોર પૂતળી વગેરેની આકૃતિ ચોળી, સાડીને પાલવ, ટોપી પડદો તોરણ પિછવાઈ વગેરે ઉપર ટાંકાઓની મદદથી ઉપસાવાય છે. કણબી કામની સ્ત્રીઓનાં ચણિયા ચોળી ઉપર અને તોરણ ચાકળા વગેરે ઉપર સાંકળી-ભરત ભરે છે. કટાઈ અને લડાઈ વિસ્તારના આહીરે તથા રતનાલના રબારીઓ આભલા-ભરતમાં કુશળ છે. સામાન્ય રીતે તેઓ કાળા રંગનું જાડા બરનું કાપડ પસંદ કરે છે. બન્નીના જત અને મતિયા તથા ખાવડાના લોહાણા એશિકાનાં કવર ચોળી વગેરે ઉપર આભલાં સાથેનું ખૂબ જ ખીચખીચ ભરત ભરે છે. જાત લેકે “કજરી' તરીકે ઓળખાતાં કપડાં ઉપર ભરત ભરે છે. બન્નીનું ભરત ખૂબ સમય માગી લે છે અને એક ચેરસ ઇંચની કિંમત એકથી સવા રૂપિયા જેટલી હોય છે. વાગડ(કચ્છ)ના અને ભૂજ અને માંડવીને ઓસવાળ વણિકે ચેકડી હીરા (diamond) વગેરે ભૌમિતિક આકૃતિવાળું ભરત ભરવામાં કુશળ છે. સૌરાષ્ટ્રમાં ચાકળા તોરણ, બળદ માટેની કૂલ, થેલી ઘાઘરા વગેરે ઉપર આભલાં સાથેનું ભરત ભરવામાં આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કણબીઓનું ભરતકામ સામ્ય ધરાવે છે. “ફૂલકરી” તરીકે ઓળખાતું ભરતકામ કચ્છના