Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાર
મેાચીઆના ભરતકામથી અલગ પડે છે. કચ્છમાં ગચ્છ મખમલ અને જાડી ખાદી ઉપર ભરતકામ થાય છે, સૌરાષ્ટ્રમાં લાલ કે ભૂરા રંગના જાડા ચણિયાના કાપડ ઉપર ભરતકામ આભલાં સાથે થાય છે, આભલાં ફરતી બુટ્ટી ઉપરાંત મેાર પાપટ વગેરે આકૃતિ ભરતના ટાંકાઓ દ્વારા ઉપસાવાય છે, સૌરાષ્ટ્રમાં શુબી ઉપરાંત કાઠી કામમાં લગ્નને પ્રસંગે દીકરીને આણામાં ભરત ભરેલાં ઘાઘરા ચાકળા તારણ, દીવાલ ઉપર લટકાવી શકાય તેવા પડદા વગેરે અપાય છે, જેમાં હીરના દારાથી ભરતકામ કરવામાં આવે છે. લાલ રગના કાપડ ઉપર ભરત ભરવામાં આવે છે. આ પ્રકાર કાઠી–ભરત તરીકે જાણીતા છે, અમરેલી જિલ્લામાં બગસરા ચાડિયા ઇંગોરાળા ખાખરા વિડયા ચલાળા વગેરે કાઠીની વસ્તી ધરાવતાં ગામામાં ભરતકામ સ્ત્રીઓ નવરાશના સમયમાં કરે છે, આ કામ હીરના દોરા માંઘા થઈ જતાં હવે આછું થવા લાગ્યું છે.
સર
શ્રી રામસિંહજી રાઠોડે કચ્છના ભરતકામ અંગે અભિપ્રાય વ્યક્ત કર્યા છેઃ ‘કચ્છનુ` ભરતકામ પણ જાણે ચિત્રકામની લેાકળાનુ જોડિયું હેાય એવા લાલિત્યપૂર્વીક વિકસ્યું છે. આજે પણ કચ્છમાં વસ્ત્રાભૂષા અને તે ધારણ કરવાની રીત કામવાર અલગ અને વિવિધ રહેલી છે, તેમાં કચ્છની રંગીલી લેાકકળાનાં ઉત્તમ તત્ત્વ! સચવાયેલાં છે, તેમની પહેરવેશની રીતને અનુરૂપ કામવાર તે પર ભરતકામની લાક્ષણિકતા પણ ખાસ અલગ તરી આવે છે......તેમનું ભરતકામ તેમની પેાતાની આગવી રીતે રૂપમાં અને રંગે પ્રાણવાન છે, ભરતકામમાં વપરાતાં રૂપલક્ષણ પર પરાગત પેઢીઉતાર વશર્જાને મળ્યાં કર્યાં છે, છતાંય આ કામમાં માત્ર રૂઢિગત જડ અનુકરણ નહીં થતાં એ સાંસ્કારિક વારસાના મૌલિક મુક્ત વપરાશ થતા જોવા મળે છે. એકંદરે જોતાં તેમાં સાંકળી અને આંટીવાળા લપેટા, ટાંકા તથા આભલાંનું ભરત એકસરખું જોવા મળે છે. કચ્છના ભરતકામના કેટલાક નમૂનાઓમાં તે જાણે ચિત્રમાં હેાય એવી એકસરખી ભરણી, ભરતકામની સફાઈ અને આકૃતિની બારીકી જોવા મળે છે. આ ભરતકામ ટાપીથી તારણ સુધી—ઝૂલ ઘાઘરા કાપડાં પાલવપટ્ટી ચંદરવા ચાકળા ારા વગેરે જેવાં રાજિંદા વપરાશનાં ઘણી જાતનાં વસ્ત્ર ઉપર કરવામાં આવે છે. શ્રમભર્યું સામૂહિક જીવન જીવતાં આ લેાના જીવનની પ્રતિકૃતિ તે રંગથી દેખાડે છે. ઘણુંખરું કસુંબલ રાતા કાળા નીલા કેસરી કે ધેાળા પટ ઉપર તે રાતા લીલા જાંબલી નારંગી કે સફેદ રંગના દોરાથી આ ભરતકામ ઉપસાવે છે, કચ્છના ભરતકામની આકૃતિઓમાં સડા મેર અને પાંડિયા કમળફૂલનો ચકર તેની લાક્ષણિક્તા છે. કામે જતી કણબણુ, વાગડમાં ભેંસા ચારતી રાજપૂત છેડી, ભાત લઈ જતી ભણસાલણ, વાંઢી ઉપાડી ઊંટ પાછળ ચાલતી