Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાક રીતે તૈયાર કરાવાતા હતા. તાર બનાવતાં ચાંદીની એક ટકે ઘટ પડે છે. એક તોલા સોનામાંથી સામાન્ય રીતે ૬૦૦–૮૦૦ તાર ખેંચાય છે. કેટલાક લેકો. ૨,૦૦૦ વાર એટલે બારીક તાર પણ ખેંચે છે. ચાંદીને ઓગાળ્યા બાદ પાવઠીવાળા એક તોલા ચાંદીમાંથી ૧૦ થી ૧૨ ફૂટને ચાંદીને તાર જંતર કે પાવઠાની મદદથી હાથ અને પગને ઉપયોગ કરી કાઢતા હતા. ત્યારબાદ તાણિયા તારમાંથી ઝીણી તાર કાઢતા હતા. રેશમ ઉપર જરીના તાર વીંટનારને “અસારો કહે છે. રૂપ ઉપર સોનાને ઢોળ ચડાવવા રૂપાને ગરમ કરીને સોનાનું પતરું ચડાવાતું હતું. આયર્લેન્ડની જરી કાળી પડી જતી હતી, જ્યારે સુરતની જરીને ચળકાટ એવો ને એ રહેતો હતો. ૧૮૫૦ પછી ફાન્સની મશીનથી બનેલી જરીની હરીફાઈ થોડા વખત રહી હતી. ભારતમાં મદ્રાસ મૈિસૂર રાજસ્થાન દિલ્હી ઉત્તરપ્રદેશ તથા કલકત્તા અને મુંબઈ જરીને માલ ખરીદે છે. વેપારનાં કેંદ્રો તરીકે બેંગ્લોર સાલેમ, મદુરાઈ કાંજીવરમ કુંભકોણમ જયપુર દિલ્હી અમૃતસર વારાણસી અને કલકત્તા. મુખ્ય છે. દક્ષિણમાં વેપારીઓ હાથસાળ કાપડમાં ગૂથવા માટે સોનારૂપાને કસબ ખરીદે છે. અફઘાનિસ્તાન સિલોન બ્રહ્મદેશ ઇન્ડોનેશિયા કેનેડા અને મધ્યપૂર્વના દેશોમાં જરીક સબવાળા કાપડની નિકાસ થતી હતી. જરીકસબનાં કપડાં રાજા-- મહારાજાએ ધનિકો અને મેમણકામમાં લગ્નપ્રસંગે આપવાં પડતાં હતાં.' ૭, માટીકામ
વિશાળ અર્થમાં માટીના ઉદ્યોગમાં માટીનાં વાસણો, ઘૂમપાઇપ, ટાઈલ્સ, નળિયાં, ચિનાઈ માટીનાં વાસણ વગેરે બનાવટોને સમાવેશ થાય છે. બીલીમોરા અને ગણદેવીમાં મેંગલેરી નળિયાં બનાવાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક વરતેજ આસપાસ, અમદાવાદ નજીક સરખેજમાં તથા અન્ય શહેરોની નજીકનાં સ્થળોમાં ઈટ બનાવાય છે. દેશી નળિયાં માટીનાં ગોળા કેઠી માટલી કેડિયા વગેરે માટીની વસ્તુઓ કુંભારે જરૂર પ્રમાણે સારી ચીકણી માટી જ્યાં મળી આવે ત્યાં બનાવે છે. કપ-રકાબી માટે ૧૨૦૦ સે. ગરમી જોઈએ છે. આનાથી વધારે ગરમીથી વિકૃત આકાર થઈ ન જાય તેવી ફાયર કલેને ઉપયોગ ઈટ નળિયાં ને વાસણ બનાવવા થાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણમાં માટીનાં રમકડાં બનાવવાને ઉદ્યોગ વિકસ્યો છે. તેઓ રાષ્ટ્રિય નેતાઓ અને દેવદેવીઓનાં પૂતળાં ઢીંગલીઓ. કૂતરા હરણ ઘેડા સાપ ધૂપિયાં વગેરે માટીમાંથી બનાવતા હતા. દેડકે કાચબો અને માછલીનાં પાણીમાં તરે તેવાં રમકડાં પણ તેઓ બનાવતા હતા. પાટણનાં. આ રમકડાં અમદાવાદ મુંબઈ વડોદરા અને સુરત જતાં હતાં. ૧૯૧૯ પછી રમકડાની કિંમત ઘટી જતાં અને પ્લાસ્ટિકનાં સસ્તાં રમકડાંની આયાતને કારણે. આ ઉદ્યોગમાં મંદી આવી છે.૧૭