Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (હુનરકલાઓ) ૮. ખરાદીકામ
પલંગ ઘડિયાં રમકડાં વગેરે બનાવવાને ઉદ્યોગ ગુજરાતમાં ઘણું વખતથી ચાલ્યો આવે છે. રમકડાં હંગર વેલણ વગેરે બનાવનાર ખરાદી કે સંઘેડિયા તરીકે ઓળખાય છે. ગોધરા ઈડર અમદાવાદ સુરત લુણાવાડા પાલનપુર બાલાશિનોર મોડાસા સંતરામપુર સંખેડા પાટણ મહુવા જુનાગઢ ભાવનગર વગેરે આ ઉદ્યોગનાં મહત્વનાં કેંદ્ર છે. ગોધરામાં જંગલનું લાકડું સસ્તુ અને સહેલાઈથી મળી શકવાને લીધે તથા મજરી સસ્તી હોવાથી પલંગ ઘેડિયાં ખુરશી વગેરે બનાવાય છે. આ ઉદ્યોગ માટે જોઈતું સાગ ટાંચ કલમબી અને દૂધીનું લાકડું પંચમહાલ રાજપીપળા અને ડાંગના જંગલમાંથી મળે છે. એ ઉપરાંત લાખ અને રંગો
સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવે છે. મહુવામાં તથા ઈડરમાં લાકડાનાં રમકડાં બને છે. મહુવાના કારીગરે લાકડાનાં જુદાં જુદાં ફળ આબેહૂબ બનાવે છે. લાખના રંગ વાપરી પારદર્શક ફર્નિચર, ઘડિયાં સોફાસેટ વેલણ પાટલી બાજોઠ વગેરે સંખેડામાં બને છે. અહીં કલાઈ અને લાખના રંગ વપરાય છે. આ પ્રકારને મળતું લાખના રંગોને ઉપગ કરી જૂનાગઢમાં પણ ફર્નિચર બનાવાય છે. લાકડાનાં બયાં બનાવવાને ઉદ્યોગ લુણાવાડા અને સંતરામપુરમાં ચાલે છે.
લાકડાના કાતરકામ માટે ૧૮મી સદી દરમ્યાન અમદાવાદ ખૂબ પ્રસિદ્ધ હતું. સુરતમાં ચંદનની વિવિધ દ ને આકૃતિઓથી કંડારેલ પેટીઓ મળે છે. આ માટે ચંદન બ્લેકવૂડ હળદરો સાગ અને હરણનાં શીંગડાં વગેરે સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવે છે. કેટલાક કારીગર રામાયણનાં દશ્ય તેમ સમુદ્રમંથનનાં દશ્ય ચંદન કે હાથીદાંત ઉપર કેતરે છે. આ કારીગરે ઘરેણુની કલાત્મક પેટી, સિગારેટ કેસ, બાસ્કેટ વગેરે બનાવે છે. લાકડાની પૂતળીઓ બનાવવાનું કામ જૈન અને વૈષ્ણવ મંદિરોને લીધે જીવંત રહ્યું છે. દ્વારકા વડતાલ અને અમદાવાદ આ માટે જાણીતાં છે. વિસનગર અને વાંસદામાં ઊંટ મગર ભેંસ વગેરે પ્રાણીઓની આકૃતિ આબેહૂબ બનાવે છે. ખેડાની દવજીની હવેલી તથા વસોની દરબાર ગોપાલદાસની હવેલી ઓગણીસમી સદીમાં થતા કાષ્ટકોતરકામના ઉત્કૃષ્ટ નમૂના છે. મેટાં શહેરો તથા કસ્બામાં વસતા સુથાર મકાનનાં બાંધકામ ઉપરાંત ફર્નિચર બનાવવાનું કામ કરતા હોય છે.૧૮
પાદટીપ ૧. નર્મદાશંકર લા. કવિ, ‘ગુજરાત સર્વસંગ્રહ, પૃ. ૨૭૧-૧૭૨ ૨. શાહ, ચં. ફૂ. અને શાહ, પુ. છ,, “ચરેતર સર્વસંગ્રહ, પૃ. ૬૦૦ 3. Gujarat State Gazetteer-Amreli District, pp. 241-242