Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શિવ નૃત્ય નાટય અને સંગીત
૫% આમ છતાં સાત-આઠ વર્ષની કુમળી વયે નાટકમંડળીઓમાં પ્રવેશ કરી ઉત્તમ દિગ્દર્શક અને અનુભવી નટો પાસેથી તાલીમ લઈ એમણે જે સિદ્ધિઓ અને અને કાતિ પ્રાપ્ત કરી છે તેનાથી ગુજરાતી રંગભૂમિને ઈતિહાસ ઉજમાળા બને છે. આવા નટોમાં સોરાબજી એગરા, સોરાબજી કાત્રક, મૂળજી આશારામ ઓઝા, અમૃત કેશવ નાયક, વલ્લભ કેશવ નાયક, જયશંકર “સુંદરી,” બાપુલાલ ભભલદાસ નાયક, મૂળચંદ (મામા), વિઠ્ઠલદાસ નાયક, માસ્ટર શનિ, મૂળજી ખુશાલ, મોહન લાલા, માસ્ટર અશરફખાન, લાલ નંદા, મોતીરામ બહેચર, પ્રાણસુખ એડીલે, પ્રભાશંકર રમણ, ત્રીકમ (સુરભિ) ત્રીકમ (કુમુદ), માસ્ટર ભગવાનદાસ, સૂરજરામ (સ્પેશ્યલ સુંદરી) વગેરે નો ઉલ્લેખ કરવો ઘટે. આ રાયની નટીઓમાં ક. મિસ મૅરી ફેન્ટન, મુન્નીબાઈ, કમળાબાઈ, સ્થામા, કુ, મણિ, મોતીબાઈ વગેરેનાં નામ પણ રંગભૂમિના રસિયાઓને આજે પણ મોઢે છે.
ગુજરાતી રંગભૂમિનું આકર્ષક અંગ તે એનું કામિક અને સંગીત છે. રંગભૂમિ ઉપર ભજવાતા પૌરાણિક ઐતિહાસિક કે સામાજિક નાટકના કથાવસ્તુ સાથે પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતું કોમિક ગોઠવવામાં આવતું. મૂળ નાટક્ના લાંબા કથાપટને અનુકૂળ આગળના પડદા પર જે ઉપડ્યા કોમિકના રૂપમાં ભજવાતી તેનું પણ પ્રેક્ષકોને ભારે આકર્ષણ હતું. બે પ્રવેશની વચમાં મુખ્ય પડદા પર અંદરના પીઠમાં દશ્યસજાવટ માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે તેમજ પ્રેક્ષકોનું આકર્ષણ ટકાવી રાખવા માટે કામિકનાં દૃશ્ય ટુકડે ટુકડે ભજવાતાં હતાં. કોમિકનાં દશ્યો માટે પણ નટે નક્કી કરેલા હતા. એમના હાવભાવ અને લહેકાને ધ્યાનમાં રાખીને જ કેમિક રજૂ કરવામાં આવતું. કેમિક પાત્રના પ્રવેશ વખતે જ રસિક પ્રેક્ષકો તાળીઓ અને સીટીઓથી વધાવતા. કોમિકનાં ગીત પણ કથાવસ્તુને અનુરૂપ રચવામાં આવતાં, જે પ્રેક્ષકોના ઘણા વન્સ મોર ઝીલતાં હતાં. આ પ્રકરણના સંગીત–વિભાગમાં રંગભૂમિનાં ગીતો અને સંગીત વિશે ચર્ચા કરી હોવાથી અહીં એની વિગતો આપી નથી.
આ સમયગાળાની ગુજરાતી રંગભૂમિનું સરવૈયું જેમાં જણાય છે કે એનું જમાપાસું ઘણું સમૃદ્ધ છે. આજના ઘણું વિવેચકે અને સાહિત્યકારે આ સમૃદ્ધ રંગભૂમિને ધંધાદારી કે વ્યવસાયી કહીને એનું અવમૂલ્યન કરે છે. ઈતિહાસની હકીકતો તપાસતાં જણાય છે કે નાટક મંડળીઓના માલિકે કેવળ ધન કમાવાની વૃત્તિથી નાટકે રજૂ કરતા ન હતા, પરંતુ પ્રજની સંસ્કારભૂખ મનરંજન દ્વારા સંતોષાય એની પણ કાળજી રાખતા હતા. કેઈ નાટકમાં આવક સારી થતી