Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ચિત્ર નુત્ય નાટચ અને સંગીત ખ્યાતનામ નાટયલેખકે દિગ્દર્શક અને નટ
ગુજરાતી રંગભૂમિનું એક સભાગ્ય કે આ સમયગાળામાં એને જે નાટયલેખકે કવિઓ દિગ્દર્શક અને ન મળ્યા તેમણે રંગભૂમિને સમૃદ્ધ કરવામાં મહત્વનું પ્રદાન કર્યું. શરૂઆતમાં તો અંગ્રેજી અને સંસ્કૃત નાટકોનું કથાવસ્તુ લઈને જ નાટક ભજવાતાં હતાં, પરંતુ અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી જે નવજાગૃતિ આવી તેને કારણે આપણું પોતાના ઇતિહાસનાં પાત્રોની કથાવસ્તુ લઈને, પૌરાણિક કથાપ્રસંગે લઈને રામાયણ અને મહાભારતના કથાપ્રસંગે લઈને વિશેષ કરી બેધપ્રધાન નાટક લખાતાં અને ભજવાતાં. હરિશ્ચંદ્ર, સતી દ્રૌપદી, સતી અનસૂયા, ભક્ત પ્રલાદ, કૃષ્ણ-સુદામા, નળદમયંતી, ભક્ત ધ્રુવ ઇત્યાદિ નાટક ખૂબ લકાદર પામ્યાં. ઐતિહાસિક કથાવસ્તુવાળાં નાટક, જેવાં કે સમ્રાટ ચંદ્રગુપ્ત, વીર કુણાલ, સમ્રાટ હર્ષ, બુદ્ધદેવ, સધરા જેસંગ, પૃથ્વીરાજ ચૌહાણ, શાલિવાહન, ચાંપરાજ વાડો, વનરાજ ચાવડા, માલવપતિ મુંજ વગેરે નાટકોએ પણ પ્રેક્ષકોનાં મન ઉપર સારી અસર ઉપજાવી હતી. ગુજરાતી નાટચના અને ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામે સામાજિક નાટક લખવાની પહેલ કરી. એમનાં “લલિતાદુઃખદર્શક” અને “જયકુમારી વિજય” નાટકોએ સમાજ ઉપર ધાર્યો પ્રભાવ પાડ્યો, એમણે “દમયંતી” અને “બાણાસુર મદમન” નામનાં નાટક પણ લખ્યાં, જે ભજવાયાં હતાં. શ્રી રણછોડભાઈના નાટક “લલિતાદુઃખદર્શકની પરિપાટીમાં આ સમયમાં સુધારાલક્ષી બીજ નાટક લખાયાં. આ નાટકમાં શ્રી ભાઈશંકર કાશીરામનું “વ્યવહારોપયોગી નાટક”, શ્રી પાનાચંદ આનંદજીનું “વ્યભિચાર–ખંડન”, શ્રી કેશવલાલ મોતીલાલનું “કજોડા દુઃખદર્શક નાટક, શ્રી રૂપશંકર ગંગાશંકરનું “વિધવા દુઃખદર્શક”, શ્રી બાપાલાલ ભાઈશંકરનું કેસર વિજય”, શ્રી છોટાલાલ મુનશીનું “વિદ્યાવિજય”, શ્રી નરભેરામ કાશીરામ દવેનું “બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક,” શ્રી આત્મારામ નારણજીનું “વસંતની વેદના”, શ્રી આ, પા. રાજગરનું “કજોડા વિશે સંભાષણ” શ્રી કેશવલાલ હરિવિઠ્ઠલદાસનું “કન્યાવિક્રય ખંડન નાટક” શ્રી કે. વી. ત્રવાડીનું “કન્યાવિક્ય નિષેધ દર્શક” ઇત્યાદિ ગણાવી શકાય. આ નાટકમાં કેટલાંક તખતા ઉપર રજૂ થયાં હતાં. ગુજરાતમાં રૂઢિઓ સામે બંડ ઉઠાવવામાં અને સમાજસુધારાના પ્રસરણમાં આ નાટકોએ યત્કિંચિત ફાળો આપ્યો હતો. કવિ દલપતરામે લક્ષ્મી નાટક લખ્યું. આ નાટક ગ્રીક કવિ એરિસ્ટોફેન્સના “લૂટસ (Plutas) અનુવાદ હતો. એમણે “સ્ત્રી સંભાષણ” અને “મિથ્યાભિમાન” નાટકમાં સામાજિક વસ્તુ લઈને સમાજસુધારાને સૂર રજૂ કર્યો. દલપતરામની જેમ નવલરામે પણ માલિયરના Dumb