Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૫૪
બ્રિટિશ કાક
ઉપરાંત રાજ્યાશ્રય મેળવનાર દલસુખરામ, રહીમખાન, ચંદ્રપ્રભા, તબલાવાદક નારાયણદાસ દલસુખરામ, હારમોનિયમવાદક મણિલાલ, સિતારવાદક અમિરખાના ઇત્યાદિ મુખ્ય હતા.
વડોદરામાં ગાયનશાળા ઉપરાંત કલાવંત કારખાનું (Department of Amusement) હતું જેમાં ઘણી ઉત્તમ કોટિના ગાયકે–વાદકોને સ્થાન આપવામાં આવેલું. નાસરખાં અને ગંગારામજી જેવા મૃદંગાચાર્યો, કરીમબક્ષ તથા ગુલાબસિંહ. ને એમના પુત્ર કુબેરસિંહ અને ગોવિંદસિંહ જેવા તબલાવાદક, અલીહુસેન અને જમાલુદ્દીન બીનકાર તથા ઇનાયતહુસેન તેમજ ઘસીટખાં સિતારિયા, શહનાઈવાદમાં વસઈકર ને ગાયકવાડ, જલતરંગપ્રવીણ ગુલાબસાગર જેવા સાજનવાઝો. આ ખાતાને શોભાવતા હતા. તદુપઉરાંત ભારકરબુવા બખલે જેવા ગુરુના શિષ્ય ફિજમહંમદખાં, ગુલામરસૂલખાન, ઉસ્તાદ આલમગીર, તસદુક ગુલામ અબ્બાસખાન ને એમની પાસે તૈયાર થયેલ આફતાબે મૌસિકી ખાનસાહેબ ફૈયાઝખાન જેવાં ગાયકરત્ન પણ હતાં.૧૮
ધરમપુર રાજયના મહારાજા મોહનદેવજીના ભાઈ રાજકુમારશ્રી પ્રભાદેવજી સંગીતના ભારે શોખીન હતા. એમણે પોતાના રાજ્યમાં સંગીતશાળાની સ્થાપના કરી હતી અને “સંગીતપ્રકાશ” નામને સંગીતના રાગોની સમીક્ષા કરતા ગ્રંથ. પણ પ્રકાશિત કર્યો હતો. એમના કાકા મહારાજ શ્રીવિજયદેવજીએ “સંગીતભાવ” નામને એક ઘણો મહત્ત્વાકાંક્ષી ગ્રંથ બે ભાગોમાં પ્રગટ કર્યો. આ ગ્રંથ કેન્ય અંગ્રેજી હિંદી તથા ગુજરાતી એમ સંયુક્ત ચાર ભાષામાં સ્ટાફન્ટેશનમાં પ્રસિદ્ધ થયો છે તે દુનિયાનાં મોટાં ગ્રંથાલયોમાં પણ હિંદી સંગીત ઉપર એક આકરગ્રંથ તરીકે વપરાય છે. ધરમપુર પાસે વાંસદા રાજ્યમાં મહારાજા ચંદ્રસિંહજીના વખતમાં રહીમખાન નામને ખ્યાતનામ વાદક હતો, જે સિતાર બીન અને જલતરંગ સારી રીતે વગાડી શકતો હતો.
ઉપરનાં મોટાં રાજ ઉપરાંત નાનાં રજવાડાં પણ ગાયક–વાદકેને રાજ્યાશ્રય આપતાં હતાં. આ રજવાડાંઓ પૈકી લુણાવાડા સંતરામપુર પાલનપુર બાલાશિનોર ઈડર દેવગઢબારિયા વઢવાણ જામનગર જુનાગઢ માંગરોળ સાણંદ(અમદાવાદ જિલ્લે). ઉલ્લેખપાત્ર છે. ગુજરાતના સંગીતકારો ગુજરાત બહારનાં રાજ્યમાં પણ પોતાની કલા પ્રદર્શિત કરવા જતા હતા. ઉત્તરમાં ઉદેપુર-જયપુરથી માંડીને પૂર્વમાં દરભંગાના રાજવીઓના દરબારમાં ગુજરાતના સંગીતકારેએ રાજ્યાશ્રય મેળવ્યાના પુરાવા મળે છે. નેધપાત્ર બાબત એ છે કે આ રાજ્ય તરફથી ખ્યાતનામ ગાયક અને વાદકેના જાહેર જલસા ગોઠવાતા હતા અને પ્રજા એમનું સંગીત માણતી.