Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૧૭
શિલ્પકૃતિએ
(૪) સ્થાનિક લોકકલાનાં તત્ત્વઃ ગુજરાત-સૌરાષ્ટ્રની વેશભૂષા, અલકારા, વાળ આળવાની જુદી જુદી રીતેા વગેરેની ઊંડી છાપ સ્પષ્ટ નજરે પડે છે.
(૫) તત્કાલીન સામાજિક-ધાર્મિ ક રીતરિવાજો, સવારી, વાજિત્રા, લેકનૃત્યના પ્રકાર વગેરેનું દર્શન પણ આ સમયની શિલ્પકૃતિઓમાં થાય છે.
(૬) સૌથી મહત્ત્વની બાબત છે ગુજરાતની કલા પર પડેલી યુરાપીય કે ભારત-યુરોપીય કે વિકટારિયન કલાની અસરથી ગુજરાતનાં અનેક મદિરે, મહેલા–હવેલીઓ, નાના-મેટાં મકાન વગેરેનાં સ્થાપત્યા અને ાભન-શિલ્પે આતપ્રાત થયેલાં જણાય છે. સામાન્ય રીતે મકાનેાના બાંધકામમાં ઈંટ-ચૂનાના ઉપયેગ વધ્યેા હેઈ એમાંથી ઉપર જણાવ્યા મુજબ સ્ટકેા' શિલ્પા તૈયાર કરીને કચારેક સામાન્ય માનેાને પણ અલંકૃત કરવામાં આવતાં. મકાનમાં પ્રવેશદ્વારની કમાના, સ્તંભા, ઝરૂખા, અગાસીની `િકા(railing કે પૅપિટ) વગેરે ભાગા આ રીતે સુંદર શિલ્પે કે અર્ધશિલ્પોથી સથેભિત કરવામાં આવતાં. આવાં શિલ્પાથી સુશેાભિત અનેક મકાન આજે પણુ ગુજરાતનાં ગામા અને નગરીમાં જોવા મળે છે. મેટા ભાગનાં આ શિલ્પ વિકટારિયન કલા-શૈલીનાં હેાવાનું જોવા મળે છે. વ્યક્તિના ચહેરા, શરીરનાં અંગ, વેશભૂષા, અલકારા, વાળ ઓળવાની રીત, હથિયાર, વાજિંત્રા વગેરે સ્પષ્ટત: વિદેશી ઢબનાં જોવા મળે છે. પથ્થર અને કાષ્ઠની શિલ્પકૃતિએ પણ વિકટારિયન કલાની અસરથી યુક્ત જણાય છે. (૭) કલાતત્ત્વની ષ્ટિએ આ સમયની શિલ્પકૃતિઓને મૂલવીએ તા જણાય છે કે મુઘલ અને મરાઠા કાલમાં શિલ્પાની કક્ષા જે ધણી નીચે ઊતરી જઈ ખલહીન અને સૌંદવિહીન બની ગઈ હતી તેને આ કાલમાં ફરીથી ઉત્કર્ષ થતા દષ્ટિગોચર થાય છે. આકૃતિએ સપ્રમાણ અને સૌંદર્યાંયુક્ત જોવા મળે છે. કલાનાં આધુનિક તત્ત્વને આવિષ્કાર થતાં કલાકૃતિ વધુ વાસ્તવિક અને જીવંત બનતી જોવા મળે છે. માનવ આકૃતિએ કે પશુ-પક્ષીઓનાં શિèામાં આંખા, શરીરનાં અગા વગેરે વધુ આખેદૂમ કુદરતી અને માંસલ થવા લાગ્યાં છે. યુપીય કલાની અસરનું એ પરિણામ છે.
બ્રિટિશ કાલ દરમ્યાન દુનિયાના દેશ અને પ્રજાએ વચ્ચેનાં અંતર ઘણાં ઘટી ગયાં અને સંપર્કો પણ ઘણા વધી ગયા, જેથી એની વચ્ચેના સાંસ્કૃતિક અને કલાના વિનિમય વધુ ઝડપી અને સરળ બન્યા, આથી આ સમયની શિલ્પકૃતિ પર સ્થાનિક તવા ઉપરાંત અન્ય પ્રાદેશિક અને વિદેશી કલાતત્ત્વોની મિશ્રિત અસરા પણ જોઈ શકાય છે. ખીજા અર્થમાં કહીએ તા ભારતમાં ભાષા સાહિત્ય અને કલાના પુનરુત્થાનનેા તથા આધુનિકી-કરણના આ યુગ હતા. આ