Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાણ તથા ઉપરના બે હાથમાં માથા પર ઊંચે પકડેલી પરંપરાગત ધનની કથળી વગેરે ધારણ કરેલાં છે. એમની બાજુમાં ખાનાવાળી તિજોરી–પેટી પણ પડેલી છે. આમ ધનપતિ કુબેરદેવને લેકેન ધનપતિ વણિક શેઠના રૂપમાં અહીં કલાકારે રજૂ કર્યા છે (આ. ૧૭).
ખ્રિસ્તીધમ કેનાં કબરસ્તાનમાં પિતાનાં દિવંગત પ્રિયજનેને દફનાવ્યા. પછી એમની પુણ્યસ્મૃતિમાં કલાત્મક કબરે અને નાની મોટી વ્યક્તિને અનુરૂપ સુંદર શિલ્પ કંડારવાની પ્રથા પણ જોવા મળે છે. ગુજરાતનાં જૂનાં કબ્રસ્તાનું સર્વેક્ષણ કરતાં આવી અનેક કલાત્મક કબરે અને શિલ્પ જોવા મળ્યાં. આ દષ્ટિએ અમદાવાદના કેમ્પ વિસ્તારમાં આવેલું પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન સૌથી જૂનું અને કલાત્મક કબરો અને શિથી છવાયેલું છે. નાના બાળકથી માંડી મોટી વ્યક્તિઓની કબર પરનાં શિલ્પ અને એમની સ્મૃતિમાં લખાયેલાં ઉપદેશાત્મક અને શ્રદ્ધાંજલિયુક્ત વાક્ય આપણને માનવજીવનની ક્ષણભંગુરતાની. અનુભૂતિ કરાવી જાય છે અને સંસારની દુન્યવી ચીજોથી દૂર ઈશ્વરના સામ્રાજ્યની નજીક લઈ જાય છે. આવી કબર પરનાં શ્વેત આરસમાં કંડારેલાં બે શિ૯૫, હાથમાં વલયાકાર ફૂલમાળા ધારણ કરી, ઘૂંટણ પર બેસી નત મસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વાંકડિયા વાળવાળા બાળકનું શિલ્પ તથા દિવ્ય આત્માને સ્વર્ગમાં લઈ જવાને જાણે કે આગમન થયું હોય તેવી શ્વેત વસ્ત્રો ધારણ કરીને કલાત્મક ક્રોસ પાસે ઊભેલી પરીનું શિલ્પ કેવાં જીવંત અને વાસ્તવિક લાગે છે !! બંને શિલ્પકૃતિઓમાં વાળ અને પહેરવેશ તથા ચહેરા સંપૂર્ણપણે યુરોપીય ઢબના લાગે છે. યુરોપીય કલાને આ અહીં વાળના વિશિષ્ટ નમૂના છે (આ. ૩૮-૩૯)..
મકાનના સશેભન માટે રેતી-ચૂના કે રેતી-સિમેન્ટના મિશ્રણમાંથી બનાવેલાં કે ઉપસાવેલાં ટકે શિલ્પના પણ કેટલાક નમૂના અહીં પ્રસ્તુત કર્યા છે. સત્તરમી સદી સુધી માત્ર મંદિરોને જ આવી શિપકૃતિઓથી અલંકૃત કરવામાં આવતાં, પરંતુ બ્રિટિશ કાળ દરમ્યાન લેકેના નાના-મોટા આવાસે, હવેલીઓ મહેલ વગેરેને પણ આવી શિલ્પકૃતિઓથી સુશોભિત કરવાની પ્રથા જોવા મળે છે. આ શિલ્પકૃતિઓનું વિષયવસ્તુ મુખ્ય સામાજિક અને પૌરાણિક રહ્યું છે, જેમકે કૃષ્ણ અને ગેપીએ, વાજિંત્ર વગાડતી અને કૂલમાલા ધારણ કરીને ઊભેલી સુંદર લલનાઓ વગેરે. એમનાં ચહેરા-મહેરા, દેહયષ્ટિ, વાળની છટા, વગેરે ભારત-યુરોપીય કલાને પરિચય કરાવી જાય છે.
અમદાવાદના આસ્ટોડિયા ચકલામાં આવેલી ઢાળની પળમાં એક મકાનની અગાસીની પેરાપિટ પર ગોઠવેલાં કેટલાંક શિલ્પમાંથી એક સુંદર યુવતિનું શિલ્પ