Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઈચત્ર નૃત્ય નાટય અને સંગીત
સ્વર્ગ-નરકના પટ | સામાજિક નીતિનું મૂળ શોધવા જઈએ તે એ જ સૂત્ર નીકળે કે માણસ ડરને માર્યો જ સુધરે. સત્કમને સ્વર્ગ સુખ મળે અને દુષ્કર્મને નરકની યાતના ભોગવવી પડે. નીતિ-નિયમનું ભાન કોને કરાવવા માટે સ્વર્ગ-નરકના પટનું આલેખન કરવામાં આવતું. દુષ્કર્મ કરનારને નરકમાં કેવાં દુઃખ ભેગવવાં પડે એના ટીપણું–આકારમાં પટ લઈને ગરોડા અગાઉ ગામેગામ ફરતા અને ચોકકસ લયકારીથી એ પ્રત્યેક પ્રસંગનું એમાં ચીતરેલ વર્ણન ગાતા અને લોકોને પટચિત્ર બતાવતા–આ ચિત્રોની કલમ ગામઠી શૈલીની છે. સ્વામિનારાયણનાં મંદિરનાં ચિત્ર
આ સમયગાળામાં ગુજરાતમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બાંધવામાં આવ્યાં તેઓમાં શિલ્પનાં કોતરણ અને ચિત્રકામ ઉત્તમ કારીગરીવાળાં છે. આ મંદિરના નિર્માણમાં મોટા ભાગના સલાટો અને ચિત્રકારે એ સંપ્રદાયના હવાથી એમણે પિતાને કસબ વ્યવસાયી ધરણે નહિ, પણ ભક્તિભાવપૂર્વક આલેખે છે. આ મંદિરના સભામંડપમાં અને કથામંડપમાં લાકડાનું કોતરકામ વૈવિધ્યપૂર્ણ અને સૂક્ષ્મ છે. અમદાવાદ જેતલપુર ગઢડા મૂળી વડતાલ જૂનાગઢ વઢવાણ ભૂજ વગેરે સ્થળોનાં મંદિરનું કાષ્ઠકામ અને ચિત્રકામ નોંધપાત્ર છે. મંદિરોના ઘૂમટમાં રામલીલા દાણલીલા અને લોકજીવનના પ્રસંગ આલેખવામાં આવ્યા છે. આ બધાં મંદિરની ચિત્રકલા વિશે માહિતી આપવી શક્ય નથી, પરંતુ અમદાવાદના કાળુપુર મંદિરમાંના શ્રીજી મહારાજના એક પ્રભાવક ચિત્રને પરિચય સાધીએ.
સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમહારાજ પોતાની માણકી ઘોડી ઉપર બેસીને જેતલપુર પધાર્યા એ પ્રસંગનું સુંદર ચિત્ર છે. આ ચિત્રમાં શ્રીજી મહારાજની અલંકૃત પાઘડી અને ગળામાં અને હાથમાં ધારણ કરેલ અલંકારો ધ્યાન ખેંચે છે. હાથમાં પહેરેલાં કડાં અને પગમાં પહેરેલા તેડા, સાંકળાં અને મોજડી પણ આકર્ષક લાગે છે. એમની આગળ હાથમાં છડી લઈને એક સાધુ રસ્તાનું માર્ગદર્શન આપી રહ્યો હોય એમ લાગે છે, એ પોતાની ડેક વખતોવખત ફેરવી શ્રીજીનું દર્શન કરતો હોય એમ જણાય છે. પાછળના બે સાધુઓ પૈકી એકના હાથમાં ચામર છે અને બીજા હાથમાં છત્ર છે. આ ત્રણેય સ્વામિનારાયણ સાધુઓની વેશભૂષા પરંપરાગત છે. માણકી ઘોડી કે જેના ઉપર શ્રીજી મહારાજ બેઠા છે તેનું આલેખન પણ ગતિમય દર્શાવાયું છે. એના માથાની કેશવાળી અને કલગી તેમજ એના આગળના બે પગમાં પહેરાવાયેલાં ઝાંઝર એની સુંદરતામાં વધારો કરે છે. એની પીઠ ઉપર લાદવામાં આવેલું જીન પણ અત્યંત કલાત્મક છે. જીનની કિનારીમાં