Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૫૧૦.
બ્રિટિશ કાલ
વિશાળ પ્રાંગણમાં સાધુ-સંતે અને આચાર્યને નિવાસ માટે કાષ્ઠકલાથી સમૃદ્ધ બહુમાળી હવેલીની પણ રચના કરી. સમગ્ર મંદિર અને આવાસોને ફરતે કેટ તૈયાર કરાવી કલાત્મક દરવાજે પણ તૈયાર કરવામાં આવ્યો.
ત્યારબાદ સહજાનંદ સ્વામીએ મૂળા(જિ. સુરેન્દ્રનગર)માં પણ મંદિર બંધાવી શ્રીરાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ ઇત્યાદિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી (વિ. સં. ૧૮૭૮); ભૂજમાં મંદિર બંધાવી શ્રીનરનારાયણદેવ વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી(વિ.સં. ૧૮૭૯); વડતાલમાં મંદિર બંધાવી (આ. ૨૧), શ્રીલક્ષ્મીનારાયણ વગેરે દેવની મૂર્તિ પધરાવી(વિ. સં. ૧૮૮૧); જેતલપુરમાં મંદિર બંધાવી શ્રી રેવતી બલદેવજી રાધાકૃષ્ણ ઈત્યાદિ દેવની મૂર્તિઓ પધરાવી (વિ. સં. ૧૮૮૨); પેલેરા(જિ. અમદાવાદ)માં મંદિર બંધાવી શ્રીમદનમોહનજી અને રાધિકાજીની મૂર્તિ ઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૨); ધોળકા(જિ. અમદાવાદ)માં મંદિર બંધાવી શ્રીમુરલી-મનહર અને રાધિકાજી તથા શ્રીહરિકૃષ્ણ મહારાજ વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૩), જૂનાગઢમાં મંદિર બંધાવી શ્રી રણછોડજી ત્રીકમજી વગેરે દેવની પ્રતિષ્ઠા કરી(વિ. સં. ૧૮૮૪); ગઢડામાં છેલ્લું મંદિર બંધાવી શ્રીગોપીનાથજી અને રાધિકાજી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ ઇત્યાદિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી(વિ. સં. ૧૮૮૫).૪૧
આ મંદિરમાં સ્થાપત્યની દૃષ્ટિએ નીચે પ્રમાણેની વિશેષતાઓ નજરે પડે છે?
(૧) આ મંદિરે ૨૫ થી ૩ મીટર ઊંચી જગતી પર રચવામાં આવેલાં ત્રણ શિખરવાળાં સાદાં મંદિર છે. એના મંડોવર શિલ્પોથી અલંકૃત નથી, પરંતુ સાદાં પ્રોજેકશનેથી યુક્ત છે.
(૨) સંપ્રદાયના અનુયાયીઓ અને દર્શનાર્થીઓની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખી અંતરાલ મંડપ વગેરે વિશાળ બનાવવામાં આવ્યા છે. મંદિરની ત્રણ તરફથી શંગારકીઓ સાદ તેરણાથી સુશોભિત કરવામાં આવેલી છે, જ્યારે બહારના સ્તંભે અને મંડપને ફરતા સ્તંભને જુદાં-જુદાં લેકવાદ્યો અને લેકવેશથી યુક્ત વાઘધારીઓ વાદ્યધારિણીઓ તેમ રાસ રમતાં કહાન–ગે પીઓ વગેરેનાં મદલ– શિલ્પથી સુશોભિત કરેલા છે. આ શિપને અહીં બેવડો ઉપયોગ જોવા મળે છે – મંદિરનાં સુશોભન શિલ્પ તરીકે તથા મંદિરનાં તારણ છત વગેરેના ટેકા માટે એટલે કે અગત્યનાં સ્થાપત્યકીય અંગ તરીકે