Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્ય
જામનગરમાં તળાવની મધ્યે બાંધેલ લખેટા-કોઠે એક રસપ્રદ ઈમારત છે. ૧૮૩૮-૪૫ માં દુકાળના સમયમાં રાહત-કાર્ય માટે તે બાંધવામાં આવ્યા હતા.
સોરાષ્ટ્રના આ બધા રાજમહેલના બાંધકામમાં પથ્થર વપરાય છે. તેમાં કતરણી ખૂબ જ ઓછી છે. કારણ કે અહીંને સ્થાનિક પથ્થર સૂકમ કતરણ માટે એગ્ય નથી. કેટલાક મહેલમાં લાકડું મૂકીને તેમાં સુશોભન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને હળવદના જીર્ણોદ્ધાર કરાયેલા મહેલમાં આવું જોવા મળે છે. આમાં હળવદના મહેલની કાષ્ઠ-તરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સુંદર છે. વડોદરામાં ગાયકવાડના મહેલને ઉલેખ આગળ આવી ગયું છે. (ગ) ધામિક ઈમારતો
આ કાલ દરમિયાન જે સૌથી મોટાં હિંદુ મંદિર બંધાયાં તે વલ્લભાચાર્ય સંપ્રદાય પુષ્ટિમાર્ગ) અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલાં છે. આ મંદિર ખૂબ જ મેટા કદનાં છે. તેનું એક કારણ એ છે કે આ સંપ્રદાય નવા સ્થપાયેલા હેવાથી શરૂઆતમાં મંદિર ઘણું જ ઓછાં હતાં. આથી એક મંદિરમાં આજુબાજુના ભક્તો ભજનકીર્તન માટે આવતા. બીજું કારણ એ છે કે આ પ્રસંગોપાત્ત માટે સમુદાય એકત્ર થતા. સમુદાયની સગવડ સાચવવા માટે આ મંદિર ખુલ્લા મોટા એક સાથે બાંધવામાં આવતાં. ઢંકાયેલા ખંડોમાં યાત્રાળુઓ રહી શકતા. | સ્વામિનારાયણ મંદિરોમાં શિખરોથી યુક્ત ગર્ભગૃહ સામાન્ય હિંદુ મંદિરોની જેમ ચેકની મધ્યે રાખવામાં આવતું. પરંતુ વહેલભ સંપ્રદાયમાં આનાથી જુદું જોવા મળે છે. આ સંપ્રદાયમાં આધ્યાત્મિક ગુરુનું સ્થાન ઘણું ઊંચું હતું. બધી પૂજા તેમની હાજરીમાં થતી. આથી આ સંપ્રદાયનાં મંદિર અને ગુરુના રહેઠાણની ઇમારતને સંયુક્ત સમૂહ રહેવાના મકાન(હવેલી) જેવો લાગતે, આથી તે “હવેલી મંદિર તરીકે ઓળખાય છે. કેટલીક વખતે રહેઠાણ મુખ્ય મંદિરની સાથે રાખવામાં આવતું; જેમ કે જામનગરના ગિરિધર મંદિરમાં, વડોદરાના નરસિંહજીના મંદિરમાં અને સુરતના મોટા મંદિરમાં આ પ્રકારની રચના જોવા મળે છે. હવેલી-મંદિરમાં દેવના નિવાસને રાજાના નિવાસ જેવો માનવામાં આવતું. આથી રાજા ભોગવતો હોય તેવી સર્વ સેવાઓ દેવને અર્પવામાં આવતી. આ માટે આવી કેટલીક ધર્મવિધિઓ હતી; જેમ કે, સંગીતવાદન દ્વારા દેવને જગાડવા, સ્નાન કરાવવું, ભોજન ધરાવવું, ભાવિકે સાથે પ્રેક્ષક-ગણ, વગેરે. કેટલાંક મંદિરોમાં જલક્રીડા માટે પાણીના કુંડ હતા, પશુઓ માટે તબેલા હતા. મુખ્ય પ્રવેશદ્વારને શાહી મહેલની જેમ ગંજાવર દરવાજા હતા. આ બધી જુદી જુદી જરૂરિયાતને લીધે હવેલી–મંદિરની રચનામાં અનેક અંગોપાંગ ઉમેરાયાં.