Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦૨
બ્રિટિશ કાલ આગળને ભાગ લગભગ જાહેર મકાન જેવું હતું, એ ભાગ ધંધા કે વેપાર માટેની દુકાન તથા કારીગરો માટેના કારખાના તરીકે ઉપયોગમાં લેવાતે. ખાસ ગ્રાહકોને અલંકૃત દીવાનખાનામાં આવકારવામાં આવતા હતા.
વિપુલ મેટી હવેલીઓમાં સ્તંભે ઝરૂખા ટેકાઓ અને છતે પર વિપુલ પ્રમાણમાં કાષ્ઠ-કેતરણ કરવામાં આવતી. હવેલીઓને આકર્ષક બનાવવા માટે, સ્પર્ધા થતી. સમગ્ર ગુજરાતમાં કાષ્ઠકામ પર રંગ કરવામાં આવતા હતા, જ્યારે અમદાવાદમાં બેલ–તેલ લગાવવામાં આવતું. મોટા ભાગની કતરણીમાં ફૂલપત્તાંની ભાત આલેખવામાં આવી છે. ઘણું મકાનમાં અપ્સરા અને ગંધર્વોની આકૃતિઓ પણ આલેખવામાં આવી છે.
ગુજરાતની નોંધપાત્ર હવેલીઓમાં નીચેની હવેલીઓ ખાસ ઉલ્લેખનીય છે?
(૧) વડોદરામાં સુરેશ્વર દેસાઈની હવેલી. સુરેશ્વર દેસાઈ ગાયકવાડી શાસન પૂર્વેથી મહેસૂલી–ખેડૂત(દેસાઈ) હતા. અનુશ્રુતિ અનુસાર એમણે સુરસાગર તળાવ બંધાવ્યું હતું. જૂનાં મકાનને સમય ૧૮ મી સદી છે, જે બહુ જૂને ન કહેવાય, એને ભવ્ય કચેરીવાળા ભાગ(વહીવટ માટે ચેક) હજુ પણ હયાત છે. આને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવાની વિચારણું ચાલે છે.
(૨) વડોદરામાં આવેલી હરિભક્તિ કુટુંબની હવેલી. હરિભક્તિના પૂર્વજ ગાયકવાડને ત્યાં સરકારી શરાફ(પિતદાર) હતા. એમની જૂની હવેલી કેટલીક વખત રાજ્યની તિજોરી તરીકે વપરાતી હતી. ઘેડા સમય પૂર્વે આ ઈમારતના ઘણું ભાગને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એની સાથે અડીને આવેલી હવેલી કુટુંબના સભ્ય માટેની છે. એનું બાંધકામ પાછળના સમયનું છે. - (૩) લલ્લ બહાદુર(મંગલ પારેખ)ની હવેલી વડોદરામાં છે. તેઓ પણ ગાયકવાડના બીજા પ્રસિદ્ધ શરાફ હતા. એમની હવેલી તથા એની સાથેની કચેરી હજુ પણ છે. આ જ કુટુંબની એક જૂની હવેલી અમદાવાદમાં શાહપુરમાં છે, જે ગુજરાતની શ્રેષ્ઠ કેસરણી ધરાવે છે.
(૪) અમદાવાદમાં શાંતિદાસ ઝવેરીનું કુટુંબ ઘણું જ પ્રસિદ્ધ છે. તેઓ નગરશેઠ હતા. એમની હવેલીઓ ઝવેરીવાડમાં આવેલી હતી. કમનસીબે એ. આગમાં નષ્ટ થઈ ગઈ.
(૫) અમદાવાદમાં બીજું પ્રસિદ્ધ કુટુંબ હઠીસિંહનું હતું. એમની બે હવેલી આજે પણ ઊભી છેઃ (૧) દોશીવાડાની પિળમાં આવેલી હવેલી, આ હવેલી એને.. મૂળ સ્વરૂપે છે. (૨) ફતાશાની પોળમાં આવેલી હવેલી. આ હવેલીને ઘણું