Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૪૭૫ વિરોધી બની ગયા,૮૩ પરંતુ બીજી બાજુ મુંબઈ તેમજ ગુજરાતના સુધારકે કરસનદાસના વિજયને ફાયદો ઉઠાવી ન શક્યા. ડે. ભાઉ દાજી, શેઠ લક્ષ્મીદાસ, ખીમજી, ઠક્કર મથુરાદાસ લવજી અને કવિ નર્મદ જેવા સુધારકે એ કોર્ટમાં કર. સનદાસને ટેકો આપ્યો હોવા છતાં ચુકાદા પછી જાહેરમાં તેઓ કરસનદાસની પ્રશંસા કરવા પણ તૈયાર ન હતા. મુંબઈની “બુદ્ધિવર્ધક સભા પણ મૌન રહી.**
કરસનદાસે ઈ.સ. ૧૮૬૩ માં તેમજ ઈ.સ. ૧૮૬૭માં એમ બે વખત ઇગ્લેન્ડની મુલાકાત લીધી. ઈ.સ. ૧૮૬૭ના અંતમાં એ રાજકોટમાં કાઠિયાવાડ લિટિકલ એજન્ટના મદદનીશ તરીકે નિમાયા. અહીં એમણે સૌરાષ્ટ્રના એ સમયના સુધારકમણિશંકર કીકાણી (ઈ.સ. ૧૮૨૨-૧૮૮૪) દ્વારા શરૂ થયેલ વિદ્યાગુણપ્રકાશક સભામાં સક્રિય ભાગ લીધો. એપ્રિલ, ૧૮૭૦માં એમની બદલી લીંબડી થઈ. ઓગસ્ટ, ૧૮૭૧ માં કરસનદાસનું મૃત્યુ થયું, પરંતુ એ પહેલાં એમણે મુંબઈ જઈને પિતાના મિત્ર માધવદાસ રૂગનાથદાસનું લગ્ન ધનકેર નામની શિક્ષિત વિધવા સાથે કરાવવામાં મહત્વને ભાગ ભજવ્યું.૮૫ પ્રાર્થનાસમાજ
ગુજરાતમાં પાશ્ચાત્ય દષ્ટિદેણથી ધર્મશુદ્ધિનું આંદોલન ચલાવવામાં ભોળાનાથસારાભાઈ(ઈ.સ.૧૮૨૨-૧૮૮૬)નું સ્થાન પણ વિશિષ્ટ રહ્યું છે. ભોળાનાથે બ્રિટિશ તંત્ર હેઠળ ફર્સ્ટ કલાસ સર્ડિનેટ જજ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સામાજિક તેમજ ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ અંગે એ પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમમાં મુલતાન અને કરાંચી સુધીના તેમજ ઉત્તરમાં દિલ્હી-આગ્રાથી લઈને દક્ષિણમાં મદ્રાસ સુધીના વિસ્તારની અગ્રગણ્ય વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.' રૂઢિચુસ્ત નાગર કુટુંબમાં એમને ઉછેર થયેલ હોવા છતાં ઈ.સ. ૧૮૫૮-૫૯ થી એમના ધર્મ-સંબંધી વિચારોમાં પરિવર્તન આવ્યું અને મૂર્તિપૂજા તેમજ બાહ્ય કર્મકાંડ તરફ એમને અણગમો પેદા થયે. ઈ. સ. ૧૮૫૫ માં ડે. બ્લેરનાં વ્યાખ્યાનની અસર એમના ઉપર ઊંડી પડી હતી. ઈ.સ. ૧૮૫૮-૫૯ દરમ્યાન એમણે અમદાવાદમાં ધર્મસભા' નામનું મંડળ શરૂ કર્યું. આ પ્રવૃતિમાં એમને ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ શરૂ કરનાર અને સુધારક એવા રણછોડલાલ છોટાલાલને પણ સહકાર મળે. ઈ.સ. ૧૮૭૦ માં “ધર્મસભાનું નામ “ભક્તિસભા' રાખવામાં આવ્યું અને એમણે કેટલાંક જૂનાં-નવાં ભક્તિ-પદને સંગ્રહ પ્રગટ કર્યો; કે ભેળાનાથને “ધર્મસભા'માં વ્યક્ત થતા વિચારો જુનવાણી લાગ્યા હતા. ધર્મને વહેમ તથા કર્મકાંડથી મુક્ત રાખવાના એમના વિચારમંથનને પરિણામે એમણે. કલકત્તાના બ્રાહ્મસમાજ તરફથી પ્રગટ થતાં પુસ્તક વાંચ્યાં. એમણે ઈ.સ.