Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૧
ધાર્મિક સ્થિતિ યોગકૌસ્તુભ' “સ્વરોદય “ગપ્રભાકર' “પાતંજલ યોગદર્શન વગેરે ગ્રંશે ઉપરાંત ઉપનિષદો તથા ગીતા પર ટીકા લખીને એમણે આર્યધર્મને પ્રચાર કર્યો ૧૦૫ અને ગુજરાતના ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કર્યું. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકાર પર એમની અસર ખૂબ હતી.
મણિલાલ દ્વિવેદી : પરંતુ નવા સુધારકે સામે વધારે વ્યાપક આંદોલન ચલાવનાર નડિયાદના નાગર બ્રાહ્મણ અને મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી મુખ્ય હતા. એમના પર શંકરાચાર્યના અદ્વૈતવાદની ખૂબ અસર હતી. મણિલાલે થિયેસેફિકલ સોસાયટીમાં પણ રસ લીધો અને એ ઈ. સ. ૧૮૮૨ માં એમાં જોડાયા. મુંબઈની થિયેસેફિકલ સોસાયટીમાં એમણે Logic of Common sense(સામાન્ય સમજનું તર્કશાસ્ત્ર) પર વ્યાખ્યાન આપ્યું ૧૦ આ ઉપરાંત એમણે થિયોસેફી પર ઘણું લેખ લખ્યા. ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં એમના પ્રયાસથી થિસેફિકલ સોસાયટીની કેટલીક શાખાઓ સ્થપાઈ.૧૦૭
ભાવનગરની કોલેજમાં એમણે સંસ્કૃતના અધ્યાપક તરીકે ઈ.સ. ૧૮૮૫ થી ફેબ્રુઆરી, ૧૮૮૯ સુધી કામ કર્યું. ઈ.સ. ૧૮૮૫ માં એમણે પ્રિયંવદા' નામનું માસિક શરૂ કર્યું. એમને “રાજયોગ પણ ઈ.સ. ૧૮૮૫ માં પ્રગટ થયા. આ પુસ્તકે મણિલાલને યુરોપ તથા અમેરિકામાં પ્રસિદ્ધિ આપી. કોલેજની નેકરીમાંથી નિવૃત્ત થયા પછી એમણે નડિયાદમાં “અધ્યાત્મમંડળ” સ્થાપ્યું અને પ્રિયંવદા'ને
સ્થાને “સુદર્શન' નામનું માસિક શરૂ કર્યું. એમને “અદ્વૈતવાદ પર નિબંધ શિકાગોમાં ભરાયેલી સર્વધર્મપરિષદ(ઈ.સ. ૧૮૯૩) પર મોકલવામાં આવ્યા હતા.૦૮
મણિલાલ આર્ય સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતા. મણિલાલે એમના માસિકમાં પૂર્વ અને પશ્ચિમ' શીર્ષક હેઠળ લેખમાળા શરૂ કરી. આ લેખમાં એમણે હિંદના લેકે પર પડેલી પાશ્ચાત્ય શિક્ષણની વિપરીત અસરની ચર્ચા કરી. એમની દષ્ટિએ પશ્ચિમનાં મૂલ્યોએ વ્યક્તિની સમાનતા તથા સ્વતંત્રતા પર વધારે પડતા ભાર મૂક્યો હતો. પરિણામે અહમ-કેંદ્રી વ્યક્તિત્વ ભૌતિકવાદ તથા સ્વછંદતાને જ વધારે મહત્વ આપવામાં આવ્યું. મણિલાલના મંતવ્ય મુજબ ભારતીય સંસ્કૃતિએ બાય સમાનતાને સ્થાને આંતરિક એકતા પર ભાર મૂક્યો હતો. એમણે નવીન અને પ્રાચીનના શીર્ષક હેઠળની લેખમાળામાં પણ પ્રાચીનને ભોગે નવીન અપનાવવા સામે ચેતવણી આપી હતી. આમ છતાં એમણે ફક્ત પ્રણાલીનું આંધળું પૂજન કરનારની પણ ટીકા કરી હતી.૧૦૯ મણિલાલ સુધારાના વિરોધી ન હતા, પરંતુ એમની દષ્ટિએ એ સુધારા સાંસ્કૃતિક અને રાષ્ટ્રિય આદર્શોને સુસંગત છે
૩૧