Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૨
બ્રિટિશ કાલ
જરૂરી હતા. એમણે ધર્મના પાયા પર સર્વ પ્રવૃત્તિઓને મૂકવાને પ્રયાસ કર્યો. ‘અભેદમાગી મણિલાલે પક્ષભાવનાથી પર એવા એક જ સત્યની ઉપાસના પર ભાર મૂક્યો.૧૧૦
રમણભાઈ નીલકંઠઃ મણિલાલે જ્યારે નવા સુધારકેની પ્રવૃત્તિની ઝાટકણી કાઢી ત્યારે બીજી બાજુ વિખ્યાત સુધારક મહીપતરામ રૂપરામના પુત્ર રમણભાઈ નીલકંઠે ગુજરાતમાં સુધારાવાદીઓની પ્રણાલી ચાલુ રાખી. રમણભાઈ નીલકંઠ ઈ.સ. ૧૮૯૦થી ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય હતા અને ઈ.સ. ૧૯૧ર થી એના મંત્રી થયા હતા. અમદાવાદના પ્રાર્થના સમાજનું સંચાલન પણ એમની પાસે હતું. રમણભાઈએ નવા સંરક્ષણવાદીઓની આકરી ટીકા કરી. એમની દૃષ્ટિએ સંસ્કૃતિના કહેવાતા આ રક્ષક મિશ્લાદેશાભિમાનમાં રાચનારા હતા. મણિલાલ અને રમણભાઈ વચ્ચે સુધારા અંગેના દૃષ્ટિભેદને લીધે વિવાદ પેદા થયું. ઈ.સ. ૧૮૮૮ પછી મણિલાલે એમના “સુદર્શનમાં અને રમણભાઈએ “જ્ઞાનસુધા'માં આ અંગે લેખો લખ્યા, “જ્ઞાનસુધા'(એંગસ્ટ અને ઓકટોબર, ૧૮૯૫)માં રમણભાઈએ “સનાતન હિંદુધર્મ પર લેખ લખ્યા તેમાં એમણે પ્રણાલીવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા હિંદુધર્મના સ્વરૂપ અંગેની દલીલે ને પડકારી. એમના મંતવ્ય મુજબ હિંદુધર્મના સ્વરૂપમાં વખતે વખત પરિવર્તન આવ્યાં હતાં. ધર્મશાસ્ત્રમાં પણ આત્મવિધી વિધાને કરવામાં આવ્યાં હેવાથી સનાતન હિંદુધર્મ એના મૂળ સ્વરૂપમાં રહી શક્યો જ ન હતો. એ સંજોગોમાં, રમણભાઈની દષ્ટિએ, લેકે એ ધર્મનાં બાહ્ય સ્વરૂપને દૂર કરીને નૈતિકતા સદાચાર અને ભક્તિને અનુસરવું જોઈએ.૧૧૧
રમણભાઈએ ઈ.સ. ૧૯૦૦ માં “ભદ્રંભદ્ર' નામની એક હાસ્યરસિક નવલકથા પ્રગટ કરી તેમાં એમણે પ્રાચીન પ્રણાલીવાદીઓની રૂઢિચુસ્તતાને ઉપહાસ કર્યો હતો. વિશેષ કરીને મનઃસુખરામ ત્રિપાઠી તથા મણિલાલ દ્વિવેદીને અનુલક્ષીને એમના વિચારોની ઠેકડી કરવાને એમાં પ્રયાસ હતા. આચાર્ય આનંદશંકર ધ્રુવના મંતવ્ય મુજબ આ નવલકથામાં સુધારા અંગેનું દૃષ્ટિબિંદુ સબળ બનાવવાને બદલે એના માર્ગમાં વિન પેદા કર્યું હતું.૧૧૨
૫, સમન્વયવાદી અભિગમ ૧૯મી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન જ્યારે સુધારાવાદીઓ અને પ્રણાલીવાદીઓ વચ્ચે ગજગ્રાહ ચાલતું હતું. તે સમયે તેમજ ૨૦ મી સદીના પ્રથમ દાયકા દરમ્યાન ધર્મસુધારણું અંગે સમવયીકરણને અભિગમ અપનાવવાને