Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પુરવણી
ખ્રિસ્તી ધર્મ આ સમય દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના બંને પંથે રેમન કેથેલિક અને પ્રોટેસ્ટન્ટ પ્રચલિત હતા. ટેસ્ટન્ટ પંથના અનેક પેટા-પંથ પણ પ્રચલિત હતા.
મન કેથેલિક રોમન કેથલિક સંપ્રદાયે અગાઉ જે ધર્મ પ્રવૃત્તિઓ આદરી હતી તે આ કાલ દરમ્યાન પણ ચાલુ રહી. આ પંથના પાદરીઓ એમની ધમ પ્રવૃત્તિ આણંદ, વડોદરા ભરૂચ સુરત અમદાવાદ રાજકેટ ભૂજ જામનગર અને ભાવનગરમાં કરતા હતા. સુરતમાં ઈ.સ. ૧૮૫૮ સુધી કામેલાઈટ સંઘના, ઈ. સ. ૧૮૫૮ થી ઈ.સ. ૧૮૬૯ સુધી જેસૂઈટ સંઘના અને ઈ.સ. ૧૮૬૮ પછી કોઈપણ સંધ સાથે સંકળાયેલ ન હોય તેવા સેક્યુલર પાદરીએ ધર્મ પ્રવૃત્તિઓ કરતા હતા. ઈ.સ. ૧૮૩૦માં ભરૂચ અને વડોદરા માટે એક નિવાસી પાદરીની નિયુક્તિ કરવામાં આવી, જે વડોદરામાં રહીને આ બંને નગરમાં ધર્મ પ્રવૃત્તિ કરતા. ઈ.સ. ૧૮૩૬ માં ભૂજમાં અને ઈ.સ. ૧૮૫૪માં રાજકોટમાં નિવાસી પાદરીની નિયુક્તિ થઈ. ઈ.સ. ૧૮૯૩ પછી એમ. એસ. ગેમ્સ નામના પાદરી અાણંદ પાસે ગામડી ગામમાં સ્થિર થયા. વડતાલમાં રોમન કેથેલિકેની ઈ.સ. ૧૮૯૭થી ગસ્ટિસ માર્ટિન નામના પાદરીએ ધર્મકાર્ય શરૂ કર્યું હતું. ફાધર ઉપ્રિટે ઈ.સ. ૧૯૦૫ માં કરમસદમાં ધર્મ પ્રવૃત્તિ શરૂ કરી. નડિયાદમાં ઈ.સ. ૧૯૧૧ માં ધર્મ પ્રવૃત્તિ શરૂ થઈ. રોમન કેથલિક પાદરીએ. આર્કબિશપ દ્વારા મળતી ગ્રાન્ટ દ્વારા ધર્મ પ્રવૃત્તિ કરતા અથવા ક્યારેક પોતાની રીતે યુરોપના દેશોમાંથી દાન મેળવીને ધર્મ પ્રવૃત્તિ ચલાવતા હતા. પ્રોટેસ્ટન્ટ
પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનાં અનેક મિશન આ સમય દરમ્યાન ગુજરાતમાં ધર્મપ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ગુજરાતમાં લન્ડન મિશનરી સોસાયટીની પ્રવૃત્તિઓ ઈ.સ. ૧૮૬૦ સુધી ચાલુ રહી હતી. ઈ.સ. ૧૮૪૭ માં સુરતમાંથી અને ઈ.સ. ૧૮૬૦ માં અમદાવાદમાંથી આ મિશને પિતાનું ધર્મકાર્ય સમેટી લીધું હતું ને એ સુરતમાં આઈ. પી. મિશનને સોંપી દીધું.