Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪
બ્રિટિશ કાલા, એ સામે આંદોલન ચલાવ્યું તથા લેખ લખ્યા અને સાથે સાથે સાચી સલાહ. પણ આપી, પરંતુ મહારાજને વિકૃત માનસને એ ગ્ય ન લાગ્યું.
કરસનદાસે વૈષ્ણવ મહારાજે વિરુદ્ધ ચલાવેલા અદલનથી મહારાજેની પ્રતિષ્ઠા * એમના સમાજમાં ઝાંખી પડી. આ સંજોગેમાં ઈ.સ. ૧૮૬૦માં સુરતના વૈષ્ણવ મંદિરના વડા સ્વામી જદુનાથજી મહારાજ મુંબઈ આવ્યા. એમણે સુધારકેને નાસ્તિક ગણાવવાના પ્રયાસરૂપે “સ્વધર્મવર્ધક અને સંશયછેદક' નામનું માસિક શરૂ કર્યું. ઉપરાંત એમણે વિષ્ણુ પથ” અને “ચાબૂકમાં પણ સુધારકે વિરુદ્ધ લેખ લખ્યા. કરસનદાસે “સત્યપ્રકાશના (૨૧ મી ઓકટોબર, ૧૮૬૦) અંકમાં વળતા જવાબ-રૂપે લખેલા લેખમાં વલભસંપ્રદાય અને એને એવા મહારાજની ઝટકણી કાઢી, અને મહારાજના એમના સ્ત્રી–અનુયાયીઓ સાથેના તદ્દન વિકૃત પ્રકારના સંબંધોને ઉલ્લેખ કર્યો, સાથે સાથે એ મહારાજેને સન્માર્ગે જીવન ગાળવાની વિનંતી પણ કરી. કરસનદાસે આ લેખમાં જદુનાથજીના નામને પણ ઉલ્લેખ કર્યો હતો, એનું પરિણામ એ આવ્યું કે મે, ૧૮૬૧માં જદુનાથજીએ મુંબઈની સુપ્રીમ કેર્ટમાં કરસનદાસ સામે બદનક્ષીને દા માંડ્યો. ૨૫મી જાન્યુ. ૧૮૬૨ ને દિવસે શરૂ થયેલા અને ૪૦ દિવસ સુધી ચાલેલા આ પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ'માં મુંબઈના વૈષ્ણવ મહારાજે અને જદુનાથજીનું ખાનગી વિકૃત ચારિત્ર્ય વધારે ખુલ્લું પડયું.૮૧ સુધારકે અને રૂઢિચુસ્ત વચ્ચેના ગજગ્રાહની અહીં ચરમ સીમા હતી. સુધારાની તરફેણમાં એ વખતે આગળ આવનાર વ્યક્તિઓ બહુ ઓછી હતી. કરસનદાસની તરફેણમાં જુબાની આપનારાઓમાં ડે. જેન વિલ્સન, મથુરાદાસ લવજી, ગેકુળદાસ તેજપાળ, ડે. ભાઉદાજી, ડે. ધીરજરામ દલપતરામ, વિશ્વનાથ નારાયણ મંડળીક, કવિ નર્મદ, ઝવેરીલાલ ઉમિયાશંકર વરને સમાવેશ થતો હતે. અદાલતને ચુકાદ કરસનદાસની તરફેણમાં આવ્યું.
ન્યાયાધીશ સર જોસેફ આડે એના ચુકાદામાં એ સમયના વલભસંપ્રદાય જેવા સંપ્રદાયમાં પોષાતાં અનીતિનાં ધામોની સખત ટીકા કરી અને સુધારકેની પ્રશંસા કરી. હિંદનાં એ વખતનાં મુખ્ય અખબારોએ કરસનદાસને હિંદના એક અગ્રગણ્ય સુધારક તરીકે નવાજ્યા. સિલેનથી લઈને કલકત્તા સુધીના વિસ્તારનાં ૨૧ જેટલાં અંગ્રેજી અખબારોએ કેર્ટના ચુકાદાને પ્રગટ કર્યો. પ્રાદેશિક ભાષામાં પ્રગટ થતાં અખબારોએ પણ કરસનદાસની નીડરતાની પ્રશંસા કરી. ડે. જન વિલ્સને કરસનદાસને માનમાં જાહેર સભા છે. બેજ કેમના સુધારકેએ પણ કરસનદાસને માનપત્ર આપ્યું, પરંતુ મુંબઈના વૈષ્ણવ સમાજમાં કરસનદાસની ખૂબ ટીકા કરવામાં આવી. કોળી જ્ઞાતિના લેકે તે સંપૂર્ણ રીતે કરસનદાસ