Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ -સૌરાષ્ટ્રમાં ધર્મસુધારાનું સ્વરૂપ
સૌરાષ્ટ્રમાં સુધારાની પ્રવૃત્તિમાં મણિશંકર જટાશંકર કીકાણી(ઈ. સ. '૧૮૨૨-૧૮૮૪)ને ફાળે મહત્ત્વને હતે. મણિશંકર કીકાણું રાજકોટમાં કાઠિયાવાડ પિલિટિકલ એજન્સીમાં નેકરી કરતા હતા. સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી તરીકે એમણે નામના મેળવી હતી. ઇતિહાસ-સંશોધનમાં ઊડે રસ દાખવીને ભગવાનલાલ ઇંદ્રજી જેવા સંશોધકેને એમણે પ્રેરણા આપી. એ દુર્ગારામ મહેતા, ભોળાનાથ સારાભાઈ, કવિ નર્મદ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ, વ્રજલાલ શાસ્ત્રી જેવા સુધારકોના સંપર્કમાં હતા. એમણે * જૂનાગઢમાં ઈ. સ. ૧૮૬૫ માં “સૌરાષ્ટ્રદર્પણ” નામનું માસિક શરૂ કર્યું. પુનર્લગ્ન, મૂર્તિપૂજા, કર્મ વગેરે વિષય પર એમાણે લેખ લખ્યા. કાઠિયાવાડમાં નવા વિચાર ફેલાવવામાં સૌરાષ્ટ્રદપણને ફાળો મહત્વને હતે. એ અગાઉ મણિશંકર કીકાણીએ ઈ. સ. ૧૮૫૪ માં સમાજસુધારાને અનુલક્ષીને “સુપંથ પ્રવર્તક મંડળ” અને ઈ. સ. ૧૮૬૪ માં “જ્ઞાનગ્રાહક સભા'ની સ્થાપના કરી હતી. “જ્ઞાનગ્રાહક સભા સાથે ગોકુળછ ઝાલા, મણિભાઈ જશભાઈ, કલ્યાણરાય ચતુર્ભુજ વગેરે પણ - સંકળાયેલા હતા.૯૬
મણિશંકર કીકાણી, ગેકુલજી ઝાલા તથા ભાવનગરના ગૌરીશંકર ઓઝા, જેવા સૌરાષ્ટ્રના ધર્મ-સુધારકેની વિશિષ્ટતા એ હતી કે તેઓ ગુજરાતના સુધારકની જેમ પાશ્ચાત્ય જીવનમૂલ્યની અસર હેઠળ આવ્યા ન હતા. તેઓ હિંદુ ધર્મની પ્રણાલીને જ અનુસરીને સુધારો કરવાની તરફેણમાં હતા. પરિણામે સૌરાષ્ટ્રમાં ધર્મસુધારણાના આંદલને ગુજરાતની જેમ પ્રત્યાઘાત પેદા કર્યા ન હતા. મણિશંકર પણ દયાનંદ સરસ્વતી જેમ વેદને જ પ્રમાણભૂત શાસ્ત્ર માનતા હતા. એમ છતાં તેઓ દયાનંદની જેમ મૂર્તિપૂજાની વિરુદ્ધ ન હતા. એમણે તે સ્વામી દયાનંદને મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા રાજકોટ આવવા નિમંત્રણ આપ્યું, પરંતુ દયાનંદે એને અસ્વીકાર કર્યો. એમ છતાં મણિશંકરે મુંબઈના રોપાનિયા જ્ઞાનદીપકમાં આ ચર્ચા ચાલુ રાખી અને દયાનંદને મૂર્તિપૂજા અંગે ૨૪ જેટલા પ્રશ્ન પૂછ્યું, જેના ઉત્તર દયાનંદે પોતે નહિ પરંતુ એમના વતી પૂર્ણાનંદે આપ્યા ન હતા, જે મુંબઈના નિર્ણયસાગર પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા. ભોળાનાથ સાથે પણ આ બાબત અંગે મણિશંકરે પત્ર-વ્યવહાર દ્વારા ચર્ચા કરી હતી, પરંતુ બંને સુધારકે આ અંગે સંમત ન હતા.૭ આમ સૌરાષ્ટ્રના સુધારકનું વલણ એકંદરે રૂઢિચુસ્ત સુધારાવાદી તરીકેનું રહ્યું હતું.