Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાહ ૧૮૬૯ માં મુંબઈમાં આત્મારામ પાંડુરંગને ઘેર પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી.૮૮ આમ ભેળાનાથે બંગાળ તથા મુંબઈના ધર્મસુધારકેના પ્રત્યક્ષ અથવા પક્ષ સંપર્કને પરિણામે અમદાવાદમાં ૧૭મી ડિસેમ્બર, ૧૮૭૧ ને દિવસે “પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.
અમદાવાદ પ્રાર્થનાસમાજની સ્થાપનામાં એમને રણછોડલાલ છટાલાલ તથા મહીપતરામ રૂપરામ જેવા સુધારાને પણ સાથ મળ્યો, કલકત્તાના બ્રાહ્મસમાજ કરતાં અમદાવાદને પ્રાર્થનાસમાજ એ રીતે જુદે પડતે હતો કે એ જ્ઞાતિ-જાતિનાં બંધન તેડવા માગતું ન હતું. પ્રાર્થનાસમાજના કાર્યક્રમમાં દર રવિવારે પ્રાર્થના તથા સ્તોત્ર વંચાતાં કે ગવાતાં. પાછળથી એમાં ઉપદેશને અંશ પણ દાખલ કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૭૨ ના ડિસેમ્બરમાં કલકત્તા બ્રાહ્મસમાજના બાબુ પ્રતાપચંદ્ર મજુમદારે અમદાવાદ પ્રાર્થનાસમાજની મુલાકાત લીધી. ઈ.સ. ૧૮૭૬ ના મે મહિનામાં પ્રાર્થનાસમાજનું સ્વતંત્ર મકાન પણ તૈયાર થયું.
ઈ.સ. ૧૮૭૬ માં મહર્ષિ દેવેદ્રનાથ ટાગોરના દ્વિતીય પુત્ર સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. ભોળાનાથ અને સત્યેન્દ્રનાથ વચ્ચે મૈત્રીસંબંધ બંધાયે, પરિણામે, પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિને વેગ મળે. જાન્યુઆરી, ૧૮૭૭ માં ભોળાનાથ કલકત્તા ગયા ત્યાં એમણે આદિ બ્રહ્મસમાજ તેમજ ભારતવર્ષીય બ્રાહ્મસમાજના કાર્યક્રમમાં હાજરી આપી. એ રીતે એ મહર્ષિ દેવેંદ્રનાથ ટાગોર ઉપરાંત કેશવચંદ્રસેન અને શિવનાથ શાસ્ત્રીના સીધા સંપર્કમાં આવ્યા. કલકત્તાથી આવ્યા પછી ભેળાનાથે અમદાવાદ પ્રાર્થનાસમાજમાં કેટલાક ફેરફાર કર્યા. અમદાવાદ પ્રાર્થનાસમાજના ઘણું સભ્ય હજી મૂર્તિપૂજામાં માનતા - હતા તેથી ભેળાનાથે મહીપતરામ રૂપરામ (ઈ.સ. ૧૮૩૦-૧૮૯૧) તથા લાલશંકર ઉમિયાશંકર (ઈ.સ. ૧૮૪૫–૧૯૧૨) જેવા સહકાર્યકરોની મદદથી પ્રાર્થનાસમાજમાં જોડાયેલા સભ્ય માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કર્યું, જેમાં નાત-જાતનાં બંધન અને મૂર્તિપૂજાના નિષેધ પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રકારનું બંધન જાહેરમાં સ્વીકારવા ઘણું સભ્ય તૈયાર ન હોવાથી પ્રાર્થના-સમાજની પ્રવૃતિ પર એની અસર પહોંચી, ૮૯ ભોળાનાથે સુરત ખેડા પેટલાદ માતર ભરૂચ વગેરે સ્થળોએ પ્રાર્થનાસમાજની શાખાઓ સ્થાપી હતી અને વખતેવખત આ - શાખાઓમાં ઉપદેશ આપતા.
જાન્યુઆરી, ૧૮૮૬ માં પંજાબથી બ્રહ્મવાદી સત્યાનંદ અગ્નિહોત્રી અમદાવાદ આવ્યા તે વખતે ભેળાનાથને મળ્યા હતા. એ જ અરસામાં મહર્ષિ દેવેંદ્રનાથ ટાગેરે પણ અમદાવાદની મુલાકાત લીધી અને પ્રાર્થનાસમાજની સભામાં વ્યાખ્યાન