Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ આવ્યું હતું અને આ કારણસર અગિયારીઓ (સં. અજારિશા પ્રા. ગરિમા) પણ બાંધવામાં આવી ઉંડી.૩૯
ઈ.સ. ૧૮૫૧ માં દાદાભાઈ નવરોજી, જે. પી. વાછા, નવરોજી ફરદૂન જેવા સુધારકેએ પારસી ધર્મમાં સુધારો લાવવા અને એનું શુદ્ધ સ્વરૂપ જાળવવા માટે “રાદૂનુમાવ માઝુદયસ્નાન સભા' નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી.૪૦ .
યહુદી : આ અરસામાં ગુજરાતમાં યહૂદીઓ પણ આવી વસ્યા હતા. યહૂદીઓ યહે વાહના ઉપાસક છે. ભારતમાં તેનું એક જૂથ કેરલમાં વસ્યું હતું ને બીજુ મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં વસેલા યહૂદીઓ મહારાષ્ટ્રથી આવેલા બેને ઈઝરાએલ' છે. અમદાવાદ વડોદરા, ડીસા રાજકેટ ભૂજ વગેરે સ્થળોએ તેઓનાં કબરસ્તાન આવેલાં છે. અમદાવાદમાં તેઓનું કબરસ્તાન પહેલાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હતું, હાલનું કબરસ્તાન દૂધેશ્વર માર્ગ પર આવેલું છે. એમાં ઈ.સ. ૧૮૮૭ અને એ. પછીનાં વર્ષોની અનેક કબર આવેલી છે.૪૧
ખ્રિસ્તી મિશન : ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓએ ઈ.સ. ૧૮૦૪ થી પ્રચારકાર્યની શરૂઆત કરી હતી. લન્ડન મિશનરી સોસાયટી દ્વારા સુરત ખાતે બે મિશનરી મોકલવામાં આવ્યા હતા, પરંતુ એમને સફળતા ન મળી. ઈ.સ. ૧૮૧૭ માં સુરતમાં લન્ડન મિશનરી સેસાયટી દ્વારા એક શાળાની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. ૧૮૨૩ સુધીમાં છ જેટલી પ્રાથમિક શાળા સ્થપાઈ. આ શાળાઓ પાછળથી આઈરિશ પ્રઅિટેરિયન મિશનને સુપરત કરવામાં આવી. આઈરિશ પ્રેમ્બિરિયન મિશને ઈ.સ. ૧૮૪૦ માં સુરતમાં એક હાઈસ્કૂલની પણ સ્થાપના કરી.૪૨
પ્રબિટેરિયન ચર્ચ દ્વારા ઈ.સ. ૧૮૪૩ માં ચાર મિશનરીઓએ રાજકોટ ખાતે મિશનની પ્રવૃત્તિની શરૂઆત કરી. એમણે રાજકેટ ઉપરાંત પોરબંદર અને ઘોઘામાં કેંદ્ર સ્થાપ્યાં. ઈ. સ. ૧૮૭૧ સુધીમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં ખ્રિસ્તી મિશન-કેંદ્ર સ્થાપવામાં આવ્યાં, જેમાં ઘેઘા ઉપરાંત બેરસદ અમદાવાદ આણંદ ભરૂચ ડીસા વઢવાણ(૫) ખંભાત ભાવનગર વગેરેને સમાવેશ થત હતા.૪૩ ૧૯ મી સદી દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા ૭,૦૪૪ થી વધુ ન હતી ૪૪ મોટા ભાગના આ ખ્રિસ્તીઓ પ્રટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયી હતા. આ સમય દરમ્યાન ગુજરાતમાં કેથલિક સંપ્રદાયને ખાસ ફેલાવો કે પ્રવૃત્તિ જોવા મળતાં નથી. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ખ્રિસ્તી ધર્મ ગુરુઓએ સાબર કાંઠાના લુસડિયા ગામે, પંચમહાલ જિલ્લામાં ઝાલેદ પાસે તેમજ છોટા ઉદેપુર દેવગઢબારિયાની આદિમ પ્રજાના વસવાટના સ્થળેએ ધર્મને પ્રચાર કર્યો હતે.