Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ આ ઝુંબેશને ખૂબ પ્રસિદ્ધિ મળી અને લોકોમાં પણ કુતૂહલવૃત્તિ જાગી. આવી જાહેરાતના અઠવાડિયા પછી નક્કી કરેલ રવિવારે સભાઓ ભરવામાં આવતી. આવી કુલ પાંચ સભા ભરવામાં આવી (ડિસેમ્બર, ૧૮૪૪ માં). દરેક સભામાં હાજર રહેનારાઓની સંખ્યા લગભગ બે થી ત્રણ હજાર જેટલી થતી, પરંતુ કોઈ મંત્રશાસ્ત્રી કે જાદુગર પિતાની શક્તિને પર કરાવવા તૈયાર થયા નહિ. છેવટે વજેરામ ગોકળદાસ નામના એક મંત્રશાસ્ત્રીએ આ પડકાર ઝીલ્ય, પરંતુ એ કંઈ પુરવાર કરી શક્યો નહિ તેથી તકરાર થઈ અને સુરતમાં એ વખતે કાયદોવ્યવસ્થાને પ્રશ્ન ઉપસ્થિત થયે, દુર્ગારામ પર પણ હુમલે થયે, પરંતુ આવા પ્રકારની સભાઓનું એ પરિણામ આવ્યું કે કેમાં હવે જાગૃતિ આવી અને ભૂત વગેરે વહેમમાં લેકેને વિશ્વાસ ઘટવા લાગ્યા.૮
માનવધર્મસભાની પ્રવૃતિ સુરતમાં વધુ સમય ચાલી ન શકી, કારણ કે ઈ. સ. ૧૮૪૬માં દાદબાની બદલી મુંબઈ ખાતે થઈ, જ્યારે દુર્ગારામની બદલી ઈ. સ. ૧૮૫૨ માં શાળાઓના સબ-ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે રાજકોટ થઈ. દુર્ગારામે રાજકેટમાં સૌરાષ્ટ્રના એ સમયને સુધારક મણિશંકર કીકાણુ સાથે રહીને ધર્મસુધારણ અંગેના પિતાના વિચાર વ્યક્ત કર્યા. ઈ. સ. ૧૮૬૦ માં નિવૃત્ત થઈને એ સુરત પાછા આવ્યા. સુરતમાં એમણે ઇંગ્લેન્ડ જઈ આવેલા મહીપતરામ રૂપરામને ટેકે આયો અને પિતે નાત બહાર રહ્યા. ૧૯ સુરતમાં એમણે પારસી પંચાયત ફંડના મંત્રી તરીકે પણ કામ કર્યું. દર અઠવાડિયે ગુજરાત મિત્ર'માં જુદા જુદા વિષય પર એમણે લેખ પણ લખ્યા. ઈ. સ. ૧૮૭૬ માં એમનું મૃત્યુ થયું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને કવિ દલપતરામ
સમાજસુધારાની જેમ ધર્મસુધારણું અદેલનમાં “માનવધર્મસભા' જેવાં નવાં સ્થપાયેલાં મંડળે કે સંસ્થાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતે. આવાં મંડળની એ વિશિષ્ટતા હતી કે એમાં જોડાનાર શિક્ષિત વર્ગ જ્ઞાતિ કે નાતને ધેર ન જોડાતાં નવાં સામાજિક મૂલ્યોની સમાન પરિપાટી પર એમાં જોડાયા હતા. સુરત મુંબઈની નજીક હોવાથી નવા સાંસ્કૃતિક પ્રવાહની અસર ગુજરાતમાં સૌ-પ્રથમ સુરત પર થઈ, પરંતુ નવા શિક્ષણના ફેલાવા સાથે અમદાવાદ સહિત ગુજરાતના બીજા ભાગ પણ ધીરે ધીરે નવા પ્રવાહની અસર હેઠળ આવ્યા. સુરતની જેમ અમદાવાદમાં પણ ઈ. સ. ૧૮૨૬માં પ્રથમ સ્કુલ સ્થપાઈ અને નવા શિક્ષણની શરૂઆત થઈ. ડિસેમ્બર, ૧૮૪૮ માં અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેક્ઝાન્ડર કિન્લોચ ફોર્બ્સ (ઈ.સ. ૧૮૨૧-૧૮૬૫)ના પ્રયાસથી અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટીની