Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કા
રામસનેહી ૫થ : આ પંથની સ્થાપના જોધપુરના સાધુ સ ંતદાસ અથવા રામદાસે ઈ.સ. ૧૭૪૨ માં કરી હતી, આ પંથના અનુયાયીએની સંખ્યા મારવાડમાં વિશેષ હતી, જ્યારે ગુજરાતમાં ઈડર પ્રાંતીજ અમદાવાદ વડાદરા એલપાડ રાંદેર સુરત વલસાડ વગેરે સ્થળામાં રામસનેહી-પ'થીએ જોવા મળતા હતા, આ પૃથના અનુયાયીઓમાં બ્રાહ્મણ સેાની રાજપૂત વગેરેને સમાવેશ થતું! હતા. તે રામની મૂર્તિની પૂજા કરવાને બદલે નામસ્મરણ પર વધારે ભાર મૂકતા.
૪૫૩
પુષ્ટિમાર્ગ : આ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચા (ઈ. સ ૧૪૭૩–૧૧૩૧) હતા. ભગવાનની કેવળ કૃપા જ નિયામક હાઈ આ સંપ્રદાય પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાતા. ઈ. સ. ૧૮૭૨ ની વસ્તીગણતરી મુજબ આ સંપ્રદાયના અનુયાયીની સંખ્યા ૬,૪૭,૨૫૬ જેટલી હતી. શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ તરીકે સ્વીકારીને ગેપીભાવથી ભક્તિ કરવી અને એ રીતે કૃષ્ણને જ તન મન ધન વગેરે બધું' જ સમર્પીત કરવું' એ આ સંપ્રદાયની વિશિષ્ટતા છે.૧૦ આ સંપ્રદાયની મુખ્ય સાત ગાદીએ પૈકી છઠ્ઠી ગાદીનાં બે સ્વરૂપ વડાદરા અને સુરતમાં છે.૧૧ આ કેંદ્રોની ગાદી પર આચા તરીકે મહારાજ કે- ગાસ્વામી તરીકે એળખાતા વલ્લભાચાર્યના વંશજો હતા. ગુજરાત–સૌરાષ્ટ્ર-કચ્છનાં ખીજાં શહેરા તેમજ કસખાઓમાં પણ વલ્લભ-સંપ્રદાયનાં કેંદ્ર હતાં,૧૨ આ સ'પ્રદાયના અનુયાયીઓમાં મુખ્યત્વે વાણિયા ભાટિયા લોહાણા બ્રહ્મક્ષત્રિય કાર્યસ્થ પાટીદાર કણબી વગેરે મુખ્યત્વે ઉચ્ચવર્ગાના સમાવેશ થતા હતા. બ્રાહ્મણા તેમ નાગરામાં પણ કેટલાક આ સપ્રદાયના અનુયાયી હતા.
સ્વામિનારાયણ સપ્રદાય : સહજાનંદ સ્વામી (ઈ. સ. ૧૭૮૧-૧૮૩૦) દ્વારા સ્થપાયેલા સ્વામિનારાયણુ–સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઈ.સ. ૧૮૭૨ની વસ્તી-ગણતરી મુજબ ૨,૮૭,૬૮૭ જેટલી હતી. હિંદુ સમાજમાં ફેલાયેલાં કેટલાંય અનિષ્ટોને સહજાનંદ સ્વામીએ દૂર કરવા પ્રયાસ કર્યા હતા. આ સંપ્રદાયમાં ચારિત્ર્યશુદ્ધિ તેમજ વ્યસનેમાંથી મુક્તિ મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યા. એના અનુયાયીઓમાં પાટીદાર ભાવસાર ચારણુ દરજી ઘાંચી કણબી કાઠી કાળી લુહાર રાજપૂત સલાટ સેની સુથાર વગેરેના સમાવેશ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના વિચાર ‘શિક્ષ!પત્રી’ તેમજ ‘વચનામૃત'માં રજૂ કરવામાં આવ્યા હતા.૧૩ ૧૯ મી સદીની શરૂઆતમાં ધર્માંસુધારાના આંદોલનમાં સહજાનંદ સ્વામીને ફાળા મહત્ત્વના હતા.
કબીર સપ્રદાયઃ આ સંપ્રદાયને વિકાસ રામાનદી સંપ્રદાયની શાખારૂપે થયા હતા. કબીર(ઈ.સ. ૧૩૯૮-૧૫૧૮) દ્વારા શરૂ કરવામાં આવેલા આ સંપ્રદાયમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કેાઈ ભેદભાવ રાખવામાં આવ્યા ન હતા. બાહ્ય