Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૪૫૯. પીરાણ પંથ : આ પંથના સ્થાપક ઇમામશાહ હતા. એમણે ઈ.સ. ૧૪૪૯ માં ઈરાનમાંથી ગુજરાતમાં આવીને એની સ્થાપના કરી હતી. ઈમામશાહના ચમકારોથી પ્રભાવિત થઈને ઘણા બ્રાહ્મણ કાછિયા મતિયા કણબી વગેરે આ પંથમાં જોડાયા હતા. આ પંથમાં મૂર્તિપૂજાને નિષેધ કરવામાં આવ્યું હતું. એના અનુયાયીઓ હિંદુ તેમજ મુસ્લિમ તહેવાર ઊજવતા. હિંદુ અનુયાયીઓ એમની જ્ઞાતિના નિયમોનું પાલન કરતા અને હિંદુ ધર્મ પુસ્તકનું અધ્યયન કરતા. ફક્ત.. ઇમામશાહ તરફના પૂજ્યભાવને લીધે એ મૃત્યુ પામેલાના અગ્નિસંસ્કાર કર્યા પછી, એની ભસ્મને અમદાવાદ નજીક આવેલા પીરાણુ મુકામે દફનાવતા. ૨૦
રવ પથ : જૂનાગઢ નજીકના શાહપુરના વતની રવિ સાહેબે ઈ.સ. ૧૭૫૦ માં આ પંથની સ્થાપના કરી હતી, આ પંથના અનુયાયીઓ વડોદરા વિસ્તારમાં પણ હતા. એમાં મુખ્યત્વે લેહાણા કાછિયા સુથાર ગઢવી ચારણ વગેરેનો સમાવેશ થત હતા. રવિપંથીઓ હકીકતમાં વૈષ્ણવ-ધર્મની ઉપાસના કરતા.૨૧
સંતરામ પંથઃ અઢારમી સદી દરમ્યાન નડિયાદમાં સંતરામ મહારાજે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં દરેક જાતિ કે જ્ઞાતિના લેક હતા. સદ્ગુણી જીવન તથા નૈતિકતા પર સંતરામ મહારાજે ખાસ ભાર મૂક્યો હતો. ૨૨
ઉદાસી પંથઃ ચાર વર્ષ પહેલાં બારડોલીના ઉદા કણબીઓમાં ગોપાળદાસ નામની વ્યક્તિએ આ પંથની શરૂઆત કરી હતી. અખાડાઓમાં રહેતા. નાનકપંથી ઉદાસી કરતાં આ પંથ જુદો હતો.૨૩
દાદુ પંથ : ઈ.સ. ૧૬૦૦ માં દાદરામ અથવા દયાળજી દ્વારા દાદુપંથની, સ્થાપના કરવામાં આવી હતી. ઉપાસના અને સિદ્ધાંતની દૃષ્ટિએ દાદુપંથ કબીરપંથને ઘણે મળતો હતો. કબીર તથા દાદુનાં વચનાનું અને લખાણોનું અધ્યયન આ પંથના અનુયાયીઓ કરતા. મુખ્યત્વે અનાવળા-બ્રાહ્મણ વાણિયા કણબી. સુથાર લુહાર કાછિયા વાળંદ વગેરે આ પંથના અનુયાયી હતા.૨૪
આ ઉપરાંત ઈ.સ. ૧૫૮૫ માં વૃંદાવનને હરિવંશ દ્વારા સ્થપાયેલ રાધાવલ્લભપંથ હવે તેના અનુયાયીઓમાં નીચલી જ્ઞાતિના લોકોને સમાવેશ થતો હતે. ગોસાઈ લક્ષ્મણગર દ્વારા સ્થપાયેલ લક્ષમણુગર–પંથના અનુયાયીઓમાં વાળંદ કુંભાર કણબી કેળી વગેરે હતા. આણંદ પાસે આવેલા સારસાના કુબેરદાસ નામના સંતના અનુયાયીઓ “સત કેવલી પંથના તરીકે ઓળખાતા હતા. એમાં મુખ્યત્વે લુહાર, હતા. આ ઉપરાંત ઈ.સ. ૧૭૨૪માં રણછોડજી નામના વાણિયા દ્વારા રણછોડ. ભગત-પંથની શરૂઆત થઈ હતી."