Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પત્રકારત્વ
૪૪૫.
(દિનણશંકર, દુર્ગારામ, દલપતરામ, દાદાખા અને દેોલતરામ) તેમજ ત્રણ ‘નન્ના’ (નંદશંકર, નવલરામ અને નર્મદ) આ નવાં દ્વાર ખેાલવાના ઉત્સાહી અગ્રણી હતા. દુર્ગારામે માનવ ધર્મસભા' સ્થાપી એ પૂર્વે ‘પુસ્તક પ્રકાશન મંડળી સ્થપાઈ ચૂકી હતી(૧૮૪૪), ફ્રૉબ્સે અમદાવાદમાં 'ગુજરાત વર્નાકયુલર સેાસાયટી’ સ્થાપવા કેટલાક મહાનુભાવાને પ્રેર્યા અને આ સંસ્થા ૧૮૪૮ ના અંતભાગમાં સ્થપાઈ. મુંબઈમાં ૧૮૫૧ માં બુદ્ધિવર્ધક સભા'ની સ્થાપના થઈ ‘ફાર્બસ ગુજરાતી સભા', ‘જ્ઞાન પ્રચારક મંડળી', ‘સપથ પ્રવર્તીક મંડળ’, ‘વિદ્યાગુણુપ્રકાશ’, ‘બાળ જ્ઞાનેય', 'મનેારંજક મંડળી' વગેરે મ`ડળીએ વિવિધ સ્થાનેએ આકાર લેતી. ગઈ. આ મંડળાએ જ્ઞાનપ્રચારના ધ્યેય માટે કેટલાંક પત્ર શરૂ કર્યા. તેમનું સ્વરૂપ સાપ્તાહિકાનું હતું અને તેમાં વિવિધ વિષયાનાં લખાણ આવતાં હતાં. ગુજરાત વર્નાકયુલર સેાસાયટીએ ૧૮૪૯ માં વરતમાન' શરૂ કર્યું, તા મુંબઈમાં રાસ્ત ગોફતાર', ‘નમે જમશેદ’ અને ૧૮૫૨ માં ‘સત્યપ્રકાશ' શરૂ થયાં. આ બધાં સાપ્તાહિક હતાં. કેટલાંકે પછીથી એના પ્રકાશનગાળામાં ફેરફાર કર્યો.
દૈનિક અને એનાં પૂર્વરૂપ જેવાં સાપ્તાહિક તેમજ સ્વતંત્રપણે પ્રકાશિત થતાં સાપ્તાહિક બધી દષ્ટિએ વૃત્તપત્રના પત્રકારત્વના ખ્યાલ આપતાં હતાં; સામયિકાની કેડી એનાથી થેાડીક જુદી પડે છે. એની વ્યાખ્યામાંથી આટલાં લક્ષણુ અલગ તારવી શકાય : (૧) મેટે ભાગે એ મહિને, પણ ઘણી વાર એનાથી ઓછા સમયગાળામાં કે વધુ સમયાંતરે (માસિક ત્રૈમાસિક વાર્ષિક) અને અનિયતકાલીન પ્રકાશનમાં બંધાયેલું હેાય છે, (૨) એ બે પૂઠાં વચ્ચે બંધાયેલું, વૃત્તપત્ર કરતાં મહદંશે નાના કદનું હાય છે, અને (૩) એમાં જ્ઞાનની વિવિધ સામગ્રી. આપવામાં આવતી હાય છે.
આ ષ્ટિએ આપણું પહેલુ ગણનાપાત્ર સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ છે. ૧૮૫૦ માં એને પ્રારભ થયે. એ પહેલાં સામયિક-પ્રકાશનના પ્રયત્ન પણ થયેલા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપક શ્રી રીઢ પોતાના વિદ્યાર્થી એની સમક્ષ જ્ઞાનપ્રસારણ માટે મડળીની સ્થાપનાના મનેારથ પ્રસ્તુત કરતા. એમાંથી પ્રેરણા લઈને કેટલાક વિદ્યાર્થી એએ સ્ટુડન્ટ્સ સેાસાયટી' સ્થાપી. આ મંડળીની એક શાખાનું નામ ‘ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી' હતુ.... એણે ૧૮૪૯ માં એક માસિક · શરૂ કર્યું. તે ગનેઆન પરસારક એટલે જે એલમ તથા હાનરીના ફેલાવા કરનાર ચેાપાનીઉં.' દાદાભાઈ નવરાજી પણ આ પ્રયત્નમાં સામેલ હતા.
આ સામયિક આપણા પ્રારભિક ગદ્ય અને ભાષાનેા પશુ પરિચય આપે