Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય
લખ્યું અને અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીએ શાપના અંગ્રેજી પુસ્તકનું
જાપાનની કેળવણીની પદ્ધતિ(૧૯૧૦) એ નામે ભાષાંતર કર્યું છે. શિક્ષણપદ્ધતિના એક અનુભવી જાણકાર જગજીવન દયાળજી મોદીએ “મોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણી'(૧૯૦૮) એ પુસ્તકમાં પ્રૌઢ શિક્ષણની અગત્ય અને કાર્ય પદ્ધતિની જાણે કે આગાહી કરી છે.
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રારંભની ગદ્યરચનાઓ ઉદ્બોધક લેરૂપે થઈ અને સમય જતાં એમાંથી નિબંધનું સ્વરૂપ વિકસ્યું. ગુજરાતી ભાષાને વિકાસ અને એ દ્વારા જ્ઞાનને પ્રસાર એ “ગુજરાત વર્નાકયુલર સેસાયટીને એક ઉદ્દેશ હતો. તદ્દન સાધારણ માણસ કે નિશાળે જતું બાળક પણ ખરીદી શકે એ દૃષ્ટિએ એક પાઈથી માંડી એક આના જેવી નજીવી કિંમતે સોસાયટીએ અનેક ચોપડીઓ બહાર પાડી હતી. એમાં મગનલાલ વખતચંદસ્કૃત આળસુ છોકરીની વાત'(૧૮૫૨) અને “આળસુ છોકરો (૧૮૫૨) જેવી બાળબેધક કથાઓ સાથે “રેશમ વિષે કપાસનો છોડ વીજળી વિષે કોલેજના ફાયદા” નોટોના ચલણ વિષે લાંચ વિષે “બાલવિવાહ-નિષેધક' “કાનડા દેશ વિષે બરસાયનશાસ્ત્ર” “શીળી વિષે' વગેરે વિવિધ વિષયોની પુસ્તિકાઓ કે પત્રિકાઓ છે.૮
ઇનામી સ્પર્ધા જાહેર કરીને સોસાયટી કેટલાક નિબંધ લખાવી પ્રગટ કરતી. કવિ દલપતરામનાં કેટલાંક ઉદ્દબોધક ગદ્ય-લખાણ આ રીતે બહાર પડ્યાં છે. ભૂત-પ્રેત અને ડાકણ વિશેના વહેમનું ખંડન કરતો એમને “ભૂત નિબંધ (૧૮૪૮) એમાં કાલાનુક્રમે પહેલે છે. ફાર્બસ સાહેબે એનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. મહીપતરામનો વિલાયતમાં જવા વિષે નિબંધ (૧૮૬૦), જ્ઞાતિઓને ઈતિહાસ આપી એની પ્રવર્તમાન સ્થિતિમાં સુધારો સુચવત “તિ નિબંધ (૧૮૬૧), બાળલગ્નનાં અનિષ્ટ સમજાવતે બાળવિવાહ નિબંધ'(૧૮૬૨),
પુનર્વિવાહ નિબંધ' (વર્ષ નથી) વગેરે આ કટિમાં આવે. “અંગઉધારને ઝગડો' (૧૮૬૨), રાજકુમારે માટે શિક્ષણની આવશ્યકતા દર્શાવતી પુસ્તિકા “રાજવિદ્યાભ્યાસ'(૧૮૬૨), કેફના ગરબાની ચોપડી (વર્ષ નથી) જેવી કૃતિઓ પદ્યમાં હેવા છતાં વસ્તુતઃ ઉદ્ધ ક લેખે છે. - સનીઓની ધંધાદારી યુક્તિઓ ઉપર પ્રકાશ પાડતે સાંકળેશ્વર જેશી-કૃત સેની નિબંધ (૧૮૫૦), ડોસાભાઈ ફરામજી-કૃત “બુદ્ધિપ્રકાશ નિબંધ (૧૮૫૭), નગીનદાસ પુરુષોત્તમ સંઘવીકૃત “ઉદ્યોગથી થતા લાભ અને આલસ્યથી થતી હાનિ (૧૮૮૬), ગણપતરામ રાજારામ ભટ્ટ-કૃત બાળલગ્નથી થતી હાનિ (૧૮૯૦)