Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯ર
બ્રિટિશ કાવ્ય
અને નાગેશ્વર જ્યેષ્ઠારામ જેશી-કત બાળલગ્ન સંબંધમાં આપણું કર્તવ્ય (૧૮૯૦) –એ બંને કવિતામાં લખાયેલી કૃતિઓ, છગનલાલ ઠાકરદાસ મોદી-કૃત બાલવિવાહ સંબંધી લાભાલાભને વિચાર (૧૮૯૩), કેશવલાલ મેંતીલાલ પરીખ-કૃત ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર', ભવાનીશંકર રામેશ્વર જેશી-કૃત ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય જવા ??(૧૮૯૦) ઇત્યાદિ ઉબેધક લખાણોના પ્રતિનિધિરૂપ નમૂના છે.
અંગ્રેજીમાં લીધેલા નિબંધના પ્રકારને સહુ પ્રથમ સુસ્પષ્ટ રૂપ નર્મદે આપ્યું. એ પછી આપણું કાલખંડમાં નવલરામ પંડ્યા, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી (૧૮૭૦-૧૯૨૪) આદિએ એ પ્રકારને વિકાસ કરી ઉત્તમ નિબંધ તથા પરિ માર્જિત ગદ્ય સાથેસાથ આપ્યાં છે.
આપણા જૂના સાહિત્યમાં કુમારપાલચરિત' “વસ્તુપાલચરિત’ ‘જગડુચરિત' આદિ અર્ધ-એતિહાસિક પ્રબંધાત્મક કૃતિઓ કે ત્રિષષ્ટિશલાકાપુરષચરિત’ જેવી પૌરાણિક પદ્ધતિની રચનાઓ સંસ્કૃતમાં છે તેમ “સુદામાચરિત' “મીરાંચરિત્ર' આદિ ગુજરાતી આખ્યાને છે, પણ એને અર્વાચીન અર્થમાં ચરિત” કહી શકાશે નહિ. મધ્યકાલીન ગુજરાતમાં જૈન આચાર્ય સોમસુંદરસૂરિનું અને હીરવિજયસૂરિનું ચરિત અનુક્રમે સમસૌભાગ્ય” અને “હીરસૌભાગ્ય’માં તથા ભાનુચંદ્રગણિનું જીવન “ભાનુચંદ્રગણિચરિત'માં અતિહાસિક તથ્ય સાચવીને પણ સંસ્કૃતનાં અલંકૃત કાવ્યોની રીતિએ વર્ણવાયું છે, આમ છતાં અતિહાસિક કે સમકાલીન વ્યક્તિ-વિશેષના વૃત્તાંત દેશકાલના પરિપ્રેક્ષ્યમાં, પ્રમાણપત રીતિએ, આલેખવા એ અર્વાચીન ચરિતકારને ઉદ્દેશ અને આદર્શ છે, જે જૂનાં ચરિતામાં જણાતું નથી. એ જ રીતે વ્યક્તિ પિતાનું ચરિત કહે અથવા અનુભવો વર્ણવે એ આત્મચરિત કે આત્મકથા, ચરિત અને આત્મચરિત એ બંને પ્રકાર આપણને પશ્ચિમમાંથી મળ્યા છે. સામાન્યતઃ આ પ્રકાર લલિતેતર ગણતા હોવા છતાં અનેક વાર એમાં સર્જનાત્મક લાલિત્ય પ્રવેશે છે અને જીવનચરિતની કૃતિઓ પણ લલિત વાડ્મય બને છે. આપણું કાલખંડની આ પ્રકારની પ્રતિનિધિરૂપ કૃતિઓને અહીં નિર્દેશ કરીશું.
' મેહનભાઈ હરિદાસ અને મહીપતરામ રૂપરામ નીલકંઠ મહાપુરુષોના ચરિતના ચેમ્બર્સના અંગ્રેજી પુસ્તકના ભાષાંતરરૂપે “ચરિત્રનિરૂપણ'(૧૮૫૪) પ્રગટ કર્યું છે. ફરામજી હેરમસજી શેઠનાએ “મહાપુરુષના જન્મારાને અહેવાલ (૧૮૫૭) તૈયાર કર્યો છે અને બહેરામજી ખરશેદજીએ Biography of Eminent