Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય
૩૯૫. વિચારક બની શેડાંક વર્ષ બાદ “ધર્મવિચાર (૧૮૮૮) પ્રગટાવે છે. એને વૈચારિક દષ્ટિએ એના આત્મવૃત્તાંતને ઉત્તર ભાગ ગણી શકાય.
મણિલાલ નભુભાઈ દ્વિવેદીના “આત્મચરિત્ર'માં એમના ટૂંકા જીવનનાં પહેલાં અઠ્ઠાવીસ વર્ષને અહેવાલ સળંગ કથનરૂપે અને છેલ્લાં આઠેક વર્ષોની હકીકત છૂટક નોંધપે છે.૧૧ એક સમર્થ વિદ્વાન ચિંતક અને ગદ્ય-સ્વામી આત્મચરિત એના લેખકનું બાહ્યાવ્યંતર દર્શન કરાવે છે એ સાથે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના અભ્યાસી માટે પણ મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. નારાયણ હેમચંદ્રની આત્મકથા “હું પોતે (૧૯૦૦)માં લેખક પિતાના જીવનનાં ૩૪ વર્ષ સુધીની છબી સંયમ અને નિખાલસતાથી આલેખે છે એ દષ્ટિએ ધ્યાનપાત્ર છે. નારાયણ હેમચંદ્રનાં ઉછેર અને વ્યક્તિત્વ એ પ્રકારનાં હતાં કે તેઓ લેખનમાં ભાષાશુદ્ધિ કે કથનમાં વિનયવિવેકની ઝાઝી પરવા કરતા નથી. ભાઈ શંકર, નાનાભાઈ ભટ્ટ વ્યવસાયે સેલિસિટર હતા અને કેટલાંક વર્ષ “ગુજરાત વર્નાકયુલર સોસાયટીના પ્રમુખ તરીકે રહ્યા હતા; એમની આત્મકથનાત્મક કૃતિ મારા અનુભવની નોંધ' (૧૯૧૨) આપણું એક અગ્રિમ વ્યવહાર–પુરુષની અનુભવકથા છે.
આપણું સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન સુભાષિતેમાં પ્રવાસના લાભ વર્ણવ્યા છે, કથાસાહિત્યમાં કઠિન અને લાંબા પ્રવાસની વાત આવે છે, રાજકીય અશાંતિ અને અરાજક્તાના સમયમાં પણ આસેતુહિમાચલ તીર્થયાત્રાઓ ચાલુ હતી, આમ છતાં આપણું જુના સાહિત્યમાં એક સ્વરૂપ તરીકે પ્રવાસવર્ણન નથી, એ તે. અર્વાચીન સાહિત્યમાં જ મળે છે. ગુજરાતી સાહિત્યને પહેલે નેધપાત્ર પ્રવાસ ગ્રંથ મહીપતરામ-કૃત “ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (૧૮૬૪) છે. બ્રિટનની શિક્ષણવ્યવસ્થામાં અભ્યાસ અને અવલોકન માટે મહીપતરામને મેકલવામાં આવ્યાં હતાં. એમણે પ્રવાસની વિગતે ઉપરાંત ઈંગ્લેન્ડનાં જોવાલાયક સ્થળોનો, ત્યાંનાં સમાજજીવન અને ગૃહજીવનનો તથા અંગ્રેજોની રાજકીય અને શૈક્ષણિક સ્થિતિને ચિતાર આપે છે. સુધારક કરસનદાસ મૂળજીનું “ઇંગ્લેંડમાં પ્રવાસ (૧૮૬૬) એ પુસ્તક સાહિત્યક દૃષ્ટિએ પણ સ્પષ્ણીય છે. સાડા ચાર પાનાંને એ દળદાર સચિત્ર ગ્રંથ છે અને એના છ ગ્રાહક પ્રકાશન પૂર્વે જ નેધાઈ ગયા હતા ! વિલાયત જેવાથી મન પર થયેલી અસરથી માંડી ત્યાંના જીવનનાં વિવિધ પાસાંનું એમાં સાદી અને સ્વાભાવિક શૈલીમાં વર્ણન છે. એનું મરાઠી ભાષાંતર થયું હતું. દામોદર, ઈશ્વરદાસકૃત “ચીનની મુસાફરી (૧૮૬૮) એમાં વર્ણવાયેલા દેશને કારણે રસપ્રદ છે. હાઇ સુલેમાન શાહ મુહમ્મદ લેધિયાકૃત પૃથ્વીની પ્રદક્ષિણા, ભાગ ૧ (૧૮૯૫)અને પૃથ્વીની પ્રદક્ષિણું, ભાગ ૨ઃ ઉત્તર ધ્રુવથી ખાટુંમ૨ આ૫ણું અ૫ધન.