Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮
બ્રિટિશ કાલ દ્વિવેદીને મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી મળેલાં પુસ્તકમાંથી “ભોજપ્રબંધ (૧૮૯૨), "વિક્રમચરિત્ર'(૧૮૯૨), દયાશ્રય મહાકાવ્ય'(૧૮૯૩), “ષદર્શનસમુચ્ચય'(૧૮૮૪), “અનેકાન્તવાદપ્રવેશ'(૧૮૮૯) આદિનાં ગુજરાતી ભાષાંતર રાજ્ય તરફથી પ્રગટ થયાં, જે સંસ્કૃત વિદ્યા અને તત્સંબદ્ધ વિષયમાં ગણનાપાત્ર પ્રદાન છે. આપણું અભ્યાસપાત્ર કાલખંડના છેલ્લા વર્ષ ૧૯૧૪માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત લાઇબ્રેરિયન ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને (૧૮૮૧–૧૯૧૮) પાટણના ભંડારોની તપાસ માટે મોકલ્યા હતા. દલાલે એ ભંડારાની લગભગ સંપૂર્ણ તપાસ મુનિશ્રી કાંતિવિજયજી અને એમના શિષ્યમંડળની સહાયથી કરી હતી તથા એને પરિણામે દલાલે રજૂ કરેલ અહેવાલ એટલે મહત્વ જણાયે કે એ ઉપરથી જગવિખ્યાત ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝને આરંભ કરવામાં આવે. મણિલાલની જેમ દલાલનું અવસાન પણ નાની વયે થયું હતું, પણ આ સિરીઝના શરૂઆતના વીસેક બહુમૂલ્ય ગ્રંથ એમની દૃષ્ટિપૂર્ણ આયોજનાનું પરિણામ છે.૧૪
વડોદરા રાજ્યમાં ધર્માધિકારીને ઓધો હત; ધર્માધિકારી રાજ્યમાં પ્રવાસ કરી ધર્મ અને નીતિ વિશે વ્યાખ્યાને આપતા. અને આ પ્રવૃત્તિના સાતત્યરૂપે હિંદુધર્મશાસ્ત્ર ગ્રંથમાળા' પ્રગટ કરવાનું નક્કી થયું હતું. એમાં આનંદશંકર ધ્રુવ કરેલે શ્રી રામાનુજાચાર્યના “શ્રીભાષ્યને અનુવાદ, ભાગ ૧-૨(૧૯૧૩), જગતના ધર્મોને સરલ અને સમભાવપૂર્ણ પરિચય આપતું પુસ્તક “ધર્મવર્ણન' (૧૯૩૧) અને દૃષ્ટાંત તથા કથાઓ દ્વારા વિદ્યાર્થીઓનો હૃદયંગમ બોધ આપતું “નીતિશિક્ષણ” (૧૯૧૪) એ આપણું સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તક છે.૧૫
દેશી રમતોના પુનર્જજીવન માટે દેશી રમત ગ્રંથમાળા' શરૂ કરવામાં આવી હતી. અને એમાં છગનલાલ ઠાકોરદાસ મોદી-કૃત “સચિત્ર દેશી રમતો (૧૮૯૩), કમાન-દડાને ખેલ” “ગેડી દડાને ખેલ” “જાળજડાને ખેલ' દડીમારની રમત, ક્રિકેટ” “પાનાંની રમત, બિઝિક' વગેરે દેશી-વિદેશી રમતે વિશેનાં પુસ્તક અને ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત “ઘરમાં રમવાની રમત' (૧૯૦૩) એ પુસ્તક બહાર પડ્યાં હતાં.
આરોગ્યની જાળવણી માટે પ્રજાને જાણકારી અને સૂચનાઓ મળે એ સારુ આરોગ્ય ગ્રંથમાળા', આરોગ્ય ખાતા દ્વારા ચાલતી હતી અને એમાંડે. બાલાભાઈ મગનલાલ નાણુંવટીસ્કૃત “ખરાક, ગેવિંદભાઈ દેસાઈકૃત “દીર્ધાયુષી શી રીતે થવાય, ડે. કૂપર-કૃત બાળ સંરક્ષણ’, ડે. ધુરંધરસ્કૃત “મચ્છર-વિધ્વંસ અને સ્વરછતા સંબંધી ભાષણ” અને કર્તાના નામ વિનાની રેખું પાણી વાપરવાની