Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પત્રકારત્વ
માન્યા. ફીરોજશાહ હિંદી રાષ્ટ્રિય મહાસભા યાને કેંગ્રેસના આત્મા બન્યા ત્યારે મુંબઈમાં વસતા થયેલા ઇરછારામે પિતાની કલમ તેમ વૃત્તપત્ર દ્વારા એમને સબળ સાથ આપે. કોંગ્રેસની પ્રવૃત્તિનાં પ્રારંભનાં વર્ષોમાં એની પડખે ઊભું રહેનારું ગુજરાતી ભાષાનું એકમાત્ર આગેવાન અખબાર ગુજરાતી” હતું. એને ટકે આ રાષ્ટ્રિય સંસ્થાને ઘણે ઉપયોગી બને.
રાજકારણને ક્ષેત્રે ગુજરાતીનું અપણ મૂલ્યવાન છે, પણ સામાજિક સુધારાને ક્ષેત્રે એની કામગીરી માયકાંગલી છે. આ દિશામાંની એની નીતિ સ્થિતિરક્ષક હતી. મુનશીજીના શબ્દોમાં ઇરછારામ સૂર્યરામના “ગુજરાતી' પગે રાજકારણમાં પ્રગતિ અને સામાજિક બાબતમાં રૂઢિને બરદાસ્ત કરી.૩ “રાસ્ત ગોફતાર' સામાજિક સુધારાને ક્ષેત્રે પ્રગતિશાળી વિચારેને પ્રસાર જોરશોરથી કરી રાજકારણને ક્ષેત્ર, સંકુચિત વિચાર દર્શાવ્યા, તે ગુજરાતી એ એનાથી ઊલટી જ રીતે રાજકારણને. ક્ષેત્રે પ્રગતિવંત અને સંસારસુધારાને ક્ષેત્રે સંકુચિત વિચારસરણું દર્શાવી.
રાજકીય પ્રચારકાર્યની જેમ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની. ગુજરાતી'એ બજાવેલી સેવા આપણું વૃત્ત–વિવેચનની વિકાસગાથામાં સ્મરણીય, રહેશે. ગુજરાતી'ની સ્થાપના અને એ પછીનાં કેટલાંક વર્ષો દરમ્યાન ઘણુંખરાં. ગુજરાતી પત્રોના પ્રવર્તે છે અને છાપખાનાંઓના માલિક પારસીઓ હેઈ,. કાબ્રાજીના રાસ્ત તારીને બાદ કરતાં એમાંના કોઈ પત્રમાં ભાષાની શુદ્ધિ પર લક્ષ્ય નહેતું અપાતું. ગુજરાતી'ના શરૂના અંકમાં પણ ભાષા અશુદ્ધ હતી એનું કારણ પણ એ જ એ પત્ર ત્યારે પારસી માલિકીના છાપખાનામાં છપાતું. પત્રનું પોતાનું છાપખાનું થતાં આ સ્થિતિમાં સુધારો થશે. સૌ. સહેલાઈથી સમજી શકે તેવું તળપદું સાદું અને સરળ લખવાની ઇચ્છારામમાં ચીવટ હતી. પાછળથી આ દિશામાં ગાંધીજીએ જે અર્પણ કર્યું તેની હિમાયત, ઈરછારામે ૧૮૮૦ માં કરી હતી.
દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે, જ્યારે શબ્દ નાના નાના સાદા. અને સાધારણ લેકે સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલૂમ પડે. છે. અને બેલનાર અથવા લખનારના વિચારોની અસર સાંભળનાર તથા વાંચનાર ઉપર બરાબર રીતે થઈ શકે છે. સંસ્કૃત ભાષાના માહિતગારે મોટા. ગજગજના અને અજાણ્યા શબ્દ વાપરી એમ ધારતા હોય કે આમ વાપરવાથી, તે ગુજરાતી ભાષામાં દાખલ થઈ ગયા, તે તેમાં તેમની ભૂલ છે.”
ઇચ્છારામે સાપ્તાહિક પત્રને વિશિષ્ટ ઘાટ આપે. એ ઘાટનું બીજા