Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૦
બ્રિટિશ કાહ જુલાઈએ કર્યું હતું. એ જ્ઞાનસાગર આશરે એક વર્ષ ચાલ્યું. પછી તે મંડળી ભાંગી ગઈ ને સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું.. “જ્ઞાનસાગર'માં મેં કંઈ જ લખ્યું નથી, તે લતરામ લખતા.૨૨
- ૧૮૬૧ માં પેસ્તનજી રુસ્તમજી ભરૂચાએ શિલાપ્રેસ પર છપાતું “ભરૂચ વર્તમાન નામે સાપ્તાહિક ભરૂચમાં શરૂ કર્યું. એના તંત્રી સ્થાને લાંબે સમય સેરાબશાહ દાદાભાઈ મુનસફ હતા. પેસ્તનજીએ ચોવીસેક વર્ષ આ પરા ચલાવી, વૃદ્ધાવસ્થાને લઈ એક હિંદુ સજજનને એ વેચી નાખ્યું. ૧૮૮૫ સુધી એ ચાલ્યું. ૨૩
તા. ૭-૧૧-૧૮૬૪થી રાજકોટથી “કાઠિયાવાડ સમાચાર' નામનું સમવારે પ્રસિદ્ધ થતું અઠવાડિક બહાર પડયું હતું. એમાં મુખ્યત્વે કાઠિયાવાડના સમાચાર આવતા. એ ઉપરાંત ચર્ચાપત્રો, કાવ્યો, એજન્સી ગેઝેટના ઠરાવ વગેરે પણ પ્રસિદ્ધ થતાં.
તા. ૬-૧-૧૮૮૬થી બેજનજી રુસ્તમજી દરોગાએ ભરૂચથી “ભરૂચ-મિત્ર નામનું બુધવારે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કરેલું. પાછલાં વર્ષોમાં એનું સંચાલન ગાંધી કુટુંબને હસ્તક આવ્યું. સાધન-સ્થળ-સંગની મર્યાદા ધ્યાનમાં લેતાં આ પત્રો ભરૂચ શહેર અને જિલ્લાની સારી સેવા કરી. એની માલિકી ગાંધી કુટુંબના હાથમાંથી ગઈ, પણ એ પરા પ્રગટ થતું રહ્યું.
રાજકોટથી ૧૮૮૮માં અંગ્રેજી નામ ધરાવતું ગુજરાતી પર “કાઠિયાવાડ ટાઈમ્સ શરૂ થયું. ટી. એ. વઝીરાણીના તંત્રીપદે એ બુધવારે અને રવિવારે બહાર પડતું.
તા. ૧૬-૯-૧૮૮ર થી સુરતથી એદલજી દેરાબજી તલાટીએ પારસી મહિના પહેલા દિવસે પ્રસિદ્ધ થતું “તલાટી સમાચાર' નામે પરા શરૂ કર્યું, આમ એ માસિક હતું, પણ સમાચારપત્રની કક્ષામાં મુકાય તેવું હતું. એને વિશે અત્રે ઉલ્લેખ કરવો એ કારણે પણ આવશ્યક માને છે કે આ પરી તલાટી કુટુંબના સભ્યો સારુ પ્રગટ થતું. એક જ કુટુંબના સભ્યની વાકેફી માટે ખાસ સમાચારપત્ર પ્રકટ થાય એ જેમ નવાઈ જેવું છે તેમ નેધપાત્ર પણ છે.૨૪
રુસ્તમજી જામાપજી દસ્તુર મહેરજી રાણાએ તા. ૧૪-૨-૧૮૯૭થી નવસારીથી દર રવિવારે પ્રગટ થતું “નવસારી પ્રકાશ” નામે પત્ર શરૂ કર્યું, જે નવસારીનું સૌપ્રથમ બિન-સરકારી (ત્યારે ત્યાં ગાયકવાડનું રાજ્ય હતું.) પત્ર હતું. રુસ્તમજી ૧૯૧૧ સુધી એ પત્રના માલિકને તંત્રી રહેલા. એ પછી એમના પુત્ર દેરાબજીએ એમનું સ્થાન સંભાળ્યું, પણ એ વહેલું જ આથમી ગયું. રુસ્તમજી તંત્રી સ્થાને હતા તે દરમ્યાન એમની સામે બદનક્ષીના દસેક મુકદમાં નોંધાયેલા અને લગભગ દરેકમાં કાંઈને કાંઈ પ્રકારની સમજૂતી થયેલી.