Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પત્રકારત્વ
૪૨૫
લગભગ દોઢ સદીને આરે આવીને ઊભેલુ' ખીજું ગુજરાતી વમાનપત્ર તે મુંબઈથી તા. ૧૨ મી માર્ચ, ૧૯૩૨ ને દિને શરૂ થયેલું શ્રી મુમબઈના જામે જમશેદ' ઘણાં વર્ષોથી ‘જામે જમશેદ'ના નામે દૈનિક અને સાપ્તાહિક સ્વરૂપે પ્રગટ થતું. આ વૃત્તપત્ર મુખ્યત્વે પારસીઓમાં વંચાતું પત્ર છે. જુનવાણી કે સ્થિતિરક્ષક વિચારસરણી ધરાવનાર પારસીમાં એના સારા વગવસીલે છે અને એ વ નુ આ પત્ર પ્રચારવાહન છે.
સન ૧૮૫૦ માં મુંબઈમાં પાંચ ગુજરાતી વૃત્તપત્ર નીકળતાં તે સઘળાં જ પારસી–માલિકીનાં હતાં. મેોટે ભાગે એ સઘળાં જ જૂના વિચારનાં પ્રચારક હતાં, સુધારાના વિચારને પ્રસાર એમાં થઈ શકતા નહિ, જેઆ મેટે ભાગે પારસી હતા તેવા સુધારકેાને આ સ્થિતિ અકળાવતી. એમાં મુખ્ય હતા દાદાભાઈ નવરાજી. એમની સમજાવટથી ખરશેદજી નસરવાનજી કામાએ આર્થિક સહાય આપવા સ્વીકાર્યું. યેાજના એવી હતી કે દાદાભાઈએ સેવાભાવે પત્ર ચલાવવુ' અને પ્રશ્નને મફ્ત વહેંચવું. પરિણામે તા. ૧૫ મી નવેમ્બર, ૧૮૫૧ ને દિને ‘રાસ્ત ગાફતાર'(સત્ય વક્તા)ના પહેલા અંક બહાર પડયો. ૧૮૫૫ માં દાદાભાઈ વિલાયત વસવા જતાં એનું સંચાલન, વખતના વહેવા સાથે, કેખુશરુ નવરેાજી જેવા સંસારસુધારકના હાથમાં આવ્યું. એમની દારવણી હેઠળ એણે આગેવાન સુધારક પત્ર તરીકે અગત્યનું સ્થાન ઝડપ્યુ’. કેવળ પારસી જ નહિ, પણ જુદા જુદા સમાજના, સવિશેષ હિંદુ સમાજના, પ્રશ્ન એમાં ઠીક વિગતે ચર્ચાતા.
પત્રે સાતમા વર્ષોમાં પ્રવેશ કર્યો ત્યારે તમામ દેશી લેકેાના લાભને માટે પુત્ર પ્રવર્તાવવામાં આવશે' એવી મહત્ત્વની જહેરાત કરતાં તત્રીએ લખેલા શબ્દ નાંધવા જેવા છેઃ
‘દેશી વરતમાન પતર'માં નામ રાખીને આએ પતરને ફક્ત પારશીઓનાં જ ફાએદાને શારૂ કામે લગાડવું તેમાં હમે। ચુક સમજીએચ. હીનદુશથાનના દેશોમાં જુદી જુદી કામ હાવાથી તેમાં એકખીન્ન વચે જે મમતા આછી ચાલે છે તે હાલત ખરેખર દલગીરી ભરેલી છે. પણ જુદી જુદી ામના લોકેાને સારુ જુદાં જુદાં પતરા પરવરતાવીને તે ફરક વધારવા અને આપણે એક દેશનાં લે। જેઆએ હમેશાં એકખીજાનાં સુખદુઃખમાં સામેલ થવું જોઈએ તથા બંને તાંહાં સુધી એકખીનમાં ધણું વીતરાવવું જોઈએ તેને ઠેકાણે પેાતાના લાભ એકબીજાથી હલાએદ્ય સમજવા અને તે વેગલાઈ કાંઈ પરકારે જીઆદા કરતાં જાવું તે વાત ડહાપણુની નથી અને તેટલા માટે રાસ્તે ગાંફતારના લખનારાએ પોતાનાં પતરની કટાર સધલી કીશમના દેશીઓના લાભને સારુ' ખાલ્લી મુકવાની અગત વિચારે છે,’૧