Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કર
બ્રિટિશ કાલ પ્રગટાવવાનું સાહસ કર્યું. ખેડાની જનતામાં વાચનને અને નવું નવું જાણવા શીખવાને શેખ એણે પ્રગટાવ્યો, પણ પ્રજામાં ચેતનને સંચાર એ ખાસ ન કરી, શક્યું. એ લાંબું આવ્યું અને એણે સાધારણ પ્રગતિ કરી, પાનાચંદ અને કહાન દાસ પછી એમના વારસ સોમચંદ અને મણિલાલે આ અખબાર પાછળ જહેમત. ઉઠાવી. વાર્ષિક લવાજમ જેટલી કિંમતનું ભેટપુસ્તક દર સાલ ગ્રાહકોને આપવાની, પ્રથા એમણે શરૂ કરી. દેશના અને સમાજના પ્રશ્નો પર, સાધન–સંજોગ-સમયના પ્રમાણમાં, પગે ઠીક ઠીક સેવા કરી. એ વિશે એના તંત્રી સેમચંદ પાનાચંદે લખ્યું છેઃ “સમાજ-કલ્યાણ અને સમાજ-રક્ષાના આદર્શો અમે અખંડિત અમારા સમક્ષ રાખ્યા છે. દેશહિતની રાષ્ટ્રિય પ્રવૃત્તિઓને અમારે હંમેશાં ટેકે છે. સ્થાપિત સરકાર વિરુદ્ધ વાહિયાત ક્રાંતિકારી કહેવાતા વિચારો અમે ધરાવતા નથી. રશિયા જેવી સ્થિતિ અહીં ખેડૂત પ્રજામાં અને કામદાર વર્ગમાં લાવવી એ વિચાર કે, આદર્શ સાથે કદી સહમત થઈ શકતા નથી. ધર્મના વિષયમાં આ દેશને પશ્ચિમ પાસેથી શીખવાનું કે અનુકરણ કરવા જેવું છે એમ કદી અમે માની શક્તા નથી. ૧૨ આ પત્રની આર્થિક રાજકીય અને સામાજિક કે ધાર્મિક ક્ષેત્રે કેવી નીતિ હતી એ આ અવતરણ સ્પષ્ટ કરે છે.
ખેડાની બાજુમાં આવેલ, જે એક વેળા સમગ્ર ભારતનું આગેવાન દેશી રાજ્ય હતું કે, વડોદરાનાં વૃત્તપત્રોનો ઉલ્લેખ સાથેસાથે કરી લઈએ. પૂર્વે જણાવ્યું છે કે, આ રાજ્યની પ્રગતિ મહારાજા સયાજીરાવ ગાયકવાડને આભારી છે. તેઓ ૧૮૮૪ માં ગાદીએ આવ્યા ત્યારે રાજ્યમાં એકે વર્તમાનપત્ર નીકળતું નહોતું. મહારાજાની ઇરછાથી રામજી સંતુષ્ટ આવટે મુંબઈથી વડોદરા આવ્યા અને વડોદરા વત્સલ” નામનું મરાઠી સાપ્તાહિક શરૂ કર્યું. પાછળથી એમની સાથે દામોદર સાંવળારામ વંદે ભાગીદાર બન્યા. આ યંદેએ વડોદરામાં વૃત્તવિવેચન અને મુદ્રણકામને વિકાસ સાધવામાં અગત્યનું અર્પણ કર્યું છે.
થોડાં વર્ષો પછી બંને ભાગીદારોમાં મતભેદ પડતાં તેઓ છૂટા પડ્યા અને પ્રજાના ટેકાને અભાવે વડોદરા વત્સલ” બંધ પડયું. એમ થતાં વડોદરાથી એક નવા પત્રને ઉદય થયે. શ્રીમંતની સહાનુભૂતિથી યંદેએ સાપ્તાહિક “સયાજીવિજય શરૂ. કર્યું. એમાં મરાઠી ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ વિભાગ આવતા. એ સાપ્તાહિક બનતાં એમાં મરાઠી અને ગુજરાતી ભાષાના બે છૂટા છૂટા વિભાગ, પ્રગટ થતા. ૧૮૮૯ માં “ઈંદુ પ્રકાશનું સંચાલન સંભાળી લેવા વંદે વડોદરા, છોડી મુંબઈ ગયા અને “સયાજીવિજયનાગુજરાતી વિભાગના સંપાદક માણેકલાલ. અંબારામ ડોક્ટરે પત્રને કારોબાર સંભાળી લીધે. એ પત્ર એમની માલિકીનું બન્યું અને આખું ગુજરાતીમાં નીકળતું થયું.